Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Safest airlines: વર્ષ 2026ની સૌથી સુરક્ષિત એરલાઇન્સ, એતિહાદ એરવેઝે પ્રથમવાર મેળવ્યું ટોચનું સ્થાન

વર્ષ 2026 માટે જાહેર થયેલી યાદીમાં એતિહાદ એરવેઝે વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન તરીકે ટોચનું સ્થાન મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે. ટેકનોલોજી, સખત તાલીમ અને ટર્બ્યુલન્સ નિવારણ પરના ખાસ ભાર સાથે આ રેન્કિંગ સાબિત કરે છે કે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્ર હવે મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી રહ્યું છે.
safest airlines  વર્ષ 2026ની સૌથી સુરક્ષિત એરલાઇન્સ  એતિહાદ એરવેઝે પ્રથમવાર મેળવ્યું ટોચનું સ્થાન
Advertisement
  • Safest airlines: આકાશી મુસાફરી હવે વધુ સુરક્ષિત
  • 2026ની સૌથી સેફ એરલાઇન્સ જાહેર, ગલ્ફની આ એરલાઇને મારી બાજી!
  • તમારી મનપસંદ એરલાઇન સેફ છે? જાણો વર્ષ 2026ની ટોપ 25 સૌથી સુરક્ષિત એરલાઇન્સની યાદી
  • ઉડ્ડયન ક્ષેત્રે નવો ઈતિહાસ: એતિહાદ એરવેઝ બની વિશ્વની નંબર-1 સલામત એરલાઇન

Safest airlines: વૈશ્વિક મુસાફરી (Global travel) માં જ્યારે સુરક્ષાની વાત આવે છે, ત્યારે મુસાફરો હંમેશા શ્રેષ્ઠ વિકલ્પ (The best option) શોધતા હોય છે. વર્ષ 2026 માટે ઉડ્ડયન સુરક્ષા (Aviation security) અને પ્રોડક્ટ રેટિંગ વેબસાઇટ (Product rating website) AirlineRatings.com એ વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સ (Safest airlines) ની યાદી જાહેર કરી છે. આ વખતે ઈતિહાસમાં પ્રથમવાર કોઈ ગલ્ફ કેરિયર, એતિહાદ એરવેઝ (Etihad Airways) એ વિશ્વની સૌથી સલામત ફુલ-સર્વિસ એરલાઇન (Safe full-service airline) તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

Safest airlines 01_GUJARAT_FIRST

Advertisement

Safest airlines: સુરક્ષાના માપદંડો શું છે?

AirlineRatings.com ના સીઇઓ શેરોન પીટરસનના જણાવ્યા અનુસાર, આ રેન્કિંગ માત્ર અકસ્માતો પર જ નહીં પરંતુ અનેક ગંભીર પાસાઓ પર આધારિત છે.
કાફલાની ઉંમર: વિમાનો કેટલા આધુનિક અને નવા છે.
પાઇલટ તાલીમ: પાઇલટ્સ (Pilots) ના ઓપરેશનલ ધોરણો અને તાલીમ.
ઘટના દર: ગંભીર સુરક્ષા ઘટનાઓ અને આંતરરાષ્ટ્રીય સેફ્ટી ઓડિટ (International Safety Audit).
ટર્બ્યુલન્સ નિવારણ: 2026 માટે 'ટર્બ્યુલન્સ' (હવામાં થતી અચાનક હિલચાલ) ને રોકવા માટેની ટેકનોલોજી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

Advertisement

Safest airlines: ટોપ 5 ફુલ-સર્વિસ એરલાઇન્સ

એતિહાદ એરવેઝે તેના યુવાન કાફલા અને શૂન્ય ક્રેશ રેકોર્ડને કારણે મેદાન માર્યું છે. ટોચના પાંચ સ્થાનો નીચે મુજબ છે:
1. એતિહાદ (Etihad Airways)
2. કેથે પેસિફિક (Cathay Pacific)
3. ક્વાન્ટાસ (Qantas)
4. કતાર એરવેઝ (Qatar Airways)
5. એમિરેટ્સ (Emirates)

Safest airlines 02_GUJARAT_FIRST

નોંધ: નિષ્ણાતો જણાવે છે કે ટોચની 25 યાદીમાં સામેલ તમામ એરલાઇન્સ ઉડ્ડયન સુરક્ષામાં વિશ્વ અગ્રણી છે, તેથી તેમની વચ્ચેનો તફાવત ઘણો ઓછો છે.

સુરક્ષિત એરલાઈન્સના નામ

1. Etihad Airways (એતિહાદ એરવેઝ),પ્રથમ સ્થાન (UAE)
2. Cathay Pacific (કેથે પેસિફિક),હોંગકોંગ
3. Qantas (ક્વાન્ટાસ),ઓસ્ટ્રેલિયા
4. Qatar Airways (કતાર એરવેઝ),કતાર
5. Emirates (એમિરેટ્સ),સંયુક્ત આરબ અમીરાત (UAE)
6. Air New Zealand (એર ન્યુઝીલેન્ડ),ન્યુઝીલેન્ડ
7. Singapore Airlines (સિંગાપોર એરલાઇન્સ),સિંગાપોર
8. EVA Air (ઇવા એર),તાઇવાન
9. Virgin Australia (વર્જિન ઓસ્ટ્રેલિયા),ઓસ્ટ્રેલિયા
10. Korean Air (કોરિયન એર),દક્ષિણ કોરિયા
11. STARLUX Airlines (સ્ટાર્લક્સ એરલાઇન્સ),તાઇવાન (પ્રથમ પ્રવેશ)
12. Turkish Airlines (ટર્કિશ એરલાઇન્સ),તુર્કી
13. Virgin Atlantic (વર્જિન એટલાન્ટિક),યુકે
14. ANA - All Nippon Airways (એએનએ),જાપાન
15. Alaska Airlines (અલાસ્કા એરલાઇન્સ),યુએસએ
16. TAP Air Portugal (ટેપ એર પોર્ટુગલ),પોર્ટુગલ
17. SAS (એસએએસ),સ્કેન્ડિનેવિયા
18. British Airways (બ્રિટિશ એરવેઝ),યુકે
19. Vietnam Airlines (વિયેતનામ એરલાઇન્સ),વિયેતનામ
20. Iberia (આઇબેરિયા),સ્પેન
21. Lufthansa (લુફ્થાન્સા),જર્મની
22. Air Canada (એર કેનેડા),કેનેડા
23. Delta Air Lines (ડેલ્ટા એર લાઇન્સ),યુએસએ
24. American Airlines (અમેરિકન એરલાઇન્સ),યુએસએ
25. Fiji Airways (ફિજી એરવેઝ),ફિજી (પ્રથમ પ્રવેશ)

Safest airlines 03_GUJARAT_FIRST

Safest airlines: લો-કોસ્ટ (બજેટ) એરલાઇન્સમાં કોણ આગળ?

ઓછી કિંમતમાં મુસાફરી (Travel at a low cost) કરાવતી એરલાઇન્સમાં પણ સુરક્ષાના ધોરણો ખૂબ જ કડક જોવા મળ્યા છે. આ યાદીમાં HK Express એ પ્રથમ સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો---- India tariff reduction: ભારતની મોટી રાજદ્વારી જીત: ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 18% કર્યો, ચીન-પાકિસ્તાન કરતા ભારતને મોટો ફાયદો

ટોપ 5 લો-કોસ્ટ એરલાઇન્સ

1. HK Express (એચકે એક્સપ્રેસ)
2. Jetstar Airways (જેટસ્ટાર એરવેઝ)
3. Scoot (સ્કૂટ)
4. flydubai (ફ્લાયદુબઈ - જે હવે ફુલ-સર્વિસ મોડલ તરફ વળી રહી છે)
5. easyJet Group (ઇઝીજેટ ગ્રુપ)

વર્ષ 2026નું આ લિસ્ટ (List) દર્શાવે છે કે એરલાઇન્સ હવે ટેકનોલોજી (Technology) અને ક્રૂ ટ્રેનિંગમાં ભારે રોકાણ કરી રહી છે. મુસાફરો માટે આ એક આશ્વાસન આપનારા સમાચાર છે કે આધુનિક ટેકનોલોજીના કારણે હવાઈ મુસાફરી પહેલા કરતા વધુ સુરક્ષિત બની રહી છે.

વિશ્વની સૌથી સુરક્ષિત લો-કોસ્ટ એરલાઇન્સ: 2026

1. HK Express (એચકે એક્સપ્રેસ),પ્રથમ સ્થાન
2. Jetstar Airways (જેટસ્ટાર એરવેઝ)
3. Scoot (સ્કૂટ)
4. flydubai (ફ્લાયદુબઈ),હવે ફુલ-સર્વિસ મોડલમાં સંક્રમિત
5. easyJet Group (ઇઝીજેટ ગ્રુપ)
6. Southwest (સાઉથવેસ્ટ)
7. airBaltic (એરબાલ્ટિક)
8. VietJet Air (વિયેટજેટ એર)
9. Wizz Air Group (વિઝ એર ગ્રુપ)
10. AirAsia Group (એરએશિયા ગ્રુપ)
11. TUI UK (ટીયુઆઈ યુકે)
12. Vueling (વ્યુલિંગ)
13.Norwegian (નોર્વેજીયન)
14. JetBlue (જેટબ્લુ)
1. flynas (ફ્લાયનાસ)
16. Cebu Pacific (સેબુ પેસિફિક)
17. Jet2 (જેટ2),-
18. Ryanair (રાયનએર - આયર્લેન્ડ અને યુકે)
19. Spring Airlines China (સ્પ્રિંગ એરલાઇન્સ ચાઇના) પ્રથમ વખત યાદીમાં સામેલ
20. Transavia Group (ટ્રાન્સએવિયા ગ્રુપ)
21. Eurowings Group (યુરોવિંગ્સ ગ્રુપ)
22. Volaris (વોલારિસ)
23. WestJet Group (વેસ્ટજેટ ગ્રુપ)
24. GOL (ગોલ્ડ)
25. SKY Airline Chile (સ્કાય એરલાઇન ચિલી)

આ પણ વાંચો---- Customs Baggage Rules 2026: વિદેશ જતા પ્રવાસીઓ માટે ખુશખબર! 2026ના નવા કસ્ટમ્સ બેગેજ નિયમો લાગુ

આ પણ વાંચો---- Explainer: ટ્રમ્પની 'ટેરિફ નીતિ' ફેલ? મોદી સાથેની દોસ્તી કામ લાગી? જાણો શું છે નવો વળાંક

Advertisement

.

×