દાઉદના જમણા હાથ સમાન Salim Dola ને ઈસ્તંબુલથી ભારત લવાયો!
- Salim Dola : દાઉદ ઇબ્રાહિમનો ખાસ સાથી સલીમ ડોલા તુર્કીથી ભારત લવાયો
- ઈસ્તંબુલમાં ધરપકડ બાદ ગુપ્ત ફ્લાઈટ દ્વારા ડ્રગ લોર્ડને દિલ્હી એરપોર્ટ લવાયો
- ડોંગરીથી દુબઈ સુધી ફેલાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, NCB એ જાહેર કર્યું હતું ઈનામ
- ડી-કંપની સાથે સીધું જોડાણ; સાઉદી પાસપોર્ટ પર ફરતા સલીમ ડોલાનો ખેલ ખતમ
- દિલ્હીમાં પૂછપરછ બાદ હવે મુંબઈ પોલીસ લેશે કબજો, ડ્રગ નેટવર્કના ખુલશે અનેક રહસ્યો
Salim Dola : ભારતીય ગુપ્તચર એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઓપરેશન પાર પાડીને મોસ્ટ વોન્ટેડ ડ્રગ લોર્ડ સલીમ ડોલા (Salim Dola) ને ભારત લાવવામાં મોટી સફળતા મેળવી છે. તુર્કીના ઈસ્તંબુલ (Istanbul) માં ધરપકડ કરાયેલા સલીમ ડોલાને મંગળવારે એક વિશેષ ફ્લાઇટ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) ની ડી-કંપનીના ડ્રગ સિન્ડિકેટને મોટો ફટકો પડ્યો છે.
Salim Dola : ઈસ્તંબુલમાં પાર પાડ્યું ઓપરેશન
ભારતીય સુરક્ષા એજન્સીઓ (Security Agencies) ના ઈનપુટ્સના આધારે તુર્કીની પોલીસે ઈસ્તંબુલમાં સલીમ ડોલાને ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. હાલમાં દિલ્હી એરપોર્ટ પર તેની સઘન પૂછપરછ ચાલી રહી છે, જે બાદ તેને મુંબઈ પોલીસ (Mumbai Police)ને સોંપવામાં આવશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ સલીમ પર ₹1 લાખનું ઈનામ પણ જાહેર કર્યું હતું.
ડોંગરીથી દુબઈ અને ગ્લોબલ ડ્રગ નેટવર્ક
સૂત્રોના જણાવ્યા અનુસાર, સલીમ ડોલાએ મુંબઈના ડોંગરી (Dongri) વિસ્તારથી ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો. ત્યારબાદ તે દુબઈ સ્થાયી થયો અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય સિન્થેટિક ડ્રગ રેકેટ (Synthetic Drug Network) ચલાવવા લાગ્યો. તેની પાસે સાઉદી અરેબિયાનો પાસપોર્ટ હોવાનું પણ સામે આવ્યું છે, જેનો ઉપયોગ કરીને તે વિવિધ દેશોમાં મુક્તપણે અવરજવર કરતો હતો. તેનું નેટવર્ક ભારત, દુબઈ અને અન્ય ખાડી દેશોમાં ફેલાયેલું છે.
A close aide of Dawood Ibrahim, Salim Dola, has been brought to India. He was deported to India and landed at a technical airport in Delhi earlier today. The deportation was carried out after a coordinated operation by intelligence agencies in collaboration with international…
— ANI (@ANI) April 28, 2026
ડી-કંપની સાથે સીધું જોડાણ
સલીમ ડોલા માત્ર ડ્રગ માફિયા નથી, પરંતુ તે દાઉદ ઇબ્રાહિમની ડી-કંપની (D-Company) નો પણ મહત્વનો હિસ્સો હોવાનું મનાય છે. સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી તેના નેટવર્ક પર નજર રાખી રહી હતી. ઓક્ટોબર 2025માં તેના સાથી સોહેલ શેખ અને નવેમ્બર 2025માં તેના પુત્ર તાહિર ડોલા સહિત પરિવારના ચાર સભ્યોને દુબઈથી પકડીને ભારત લાવવામાં આવ્યા હતા.
આગામી તપાસમાં મોટા ખુલાસાની શક્યતા
ઉલ્લેખનીય છે કે સલીમ ડોલા વિરુદ્ધ ઇન્ટરપોલ (Interpol) દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં ભારતમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે, ફંડિંગ કેવી રીતે થાય છે અને મુંબઈમાં કોણ તેને મદદ કરી રહ્યું છે, તે અંગેના અનેક ચોંકાવનારા ખુલાસા થવાની આશા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ (Mumbai Crime Branch) ના અનેક કેસોમાં તે મુખ્ય વોન્ટેડ આરોપી છે.


