Saudi Arabia warns USA: ઈરાનની નાકેબંધી રોકવા સાઉદી કેમ મથામણ કરી રહ્યું છે? ટ્રમ્પને આપી આ ગંભીર ચેતવણી!
- Saudi Arabia warns USA: ટ્રમ્પના ઈરાન પ્લાનથી સાઉદી ફફડાટમાં!
- ઈરાનના બંદરોની નાકેબંધી અટકાવવા સાઉદીનું અમેરિકા પર ભારે દબાણ
- ઈરાન વળતા પ્રહારમાં તેલ માર્ગો બંધ કરશે તેવી સાઉદીને ભીતિ
- હૂતી વિદ્રોહીઓ લાલ સમુદ્રમાં સાઉદીની તેલ પાઈપલાઈન પર કરી શકે હુમલો
- "આક્રમકતા છોડો અને સંવાદ કરો" સાઉદીની અમેરિકાને સીધી ચેતવણી
Saudi Arabia warns USA : મધ્ય-પૂર્વ (Middle East) ના રણદ્વીપ પર ફરી એકવાર રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પનું આક્રમક વલણ છે, તો બીજી તરફ સાઉદી અરેબિયાનો પોતાના અસ્તિત્વને બચાવવાનો ફફડાટ. તાજેતરના અહેવાલો મુજબ, સાઉદી અરેબિયા હવે ખુલ્લેઆમ અમેરિકા પર દબાણ લાવી રહ્યું છે કે તેઓ ઈરાનના બંદરોની નાકેબંધી કરવાનો જોખમી પ્લાન પડતો મૂકે.
Saudi Arabia warns USA : ટ્રમ્પનો ‘મેક્સિમમ પ્રેશર’ પ્લાન અને સાઉદીની ચિંતા
ટ્રમ્પ પ્રશાસન ઈરાનની અર્થવ્યવસ્થાને જડમૂળથી ઉખેડી નાખવા માટે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પર લોખંડી પહેરો બેસાડવા માંગે છે. પરંતુ સાઉદી અરેબિયાએ અમેરિકા (Saudi Arabia warns USA )ને ચેતવણી આપતા કહ્યું,કે જો ઈરાનને ખૂણામાં ધકેલવામાં આવશે, તો તે પાંજરામાં પુરાયેલા સિંહની જેમ વધુ હિંસક વળતો પ્રહાર કરશે. સાઉદીને ડર છે કે અમેરિકાનું આ એક પગલું સમગ્ર વિશ્વ માટે ઉર્જા સંકટ ઊભું કરી શકે છે.
બાબ અલ-મંદેબ: સાઉદીની નસ પર ઈરાનનો હાથ?
સાઉદી અરેબિયાની ચિંતાનું મુખ્ય કેન્દ્ર લાલ સમુદ્ર (Red Sea) માં આવેલો ‘બાબ અલ-મંદેબ’ (Bab al-Mandeb) માર્ગ છે. જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં ઘેરાશે, તો તે તેના ‘એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ’ (Axis of Resistance) દ્વારા બાબ અલ-મંદેબને નિશાન બનાવશે. યમનના હૂતી વિદ્રોહીઓ (Houthi Rebels) અહીં ઈરાનના સૌથી શક્તિશાળી હથિયાર સાબિત થઈ શકે છે, જે સાઉદીના તેલ નિકાસની ‘લાઈફલાઈન’ ગણાય છે.
તેલના સમીકરણો અને કૂટનીતિનો જંગ
હાલમાં સાઉદી અરેબિયા પાઈપલાઈન (Pipelines) દ્વારા રણ ઓળંગીને લાલ સમુદ્રના માર્ગે પોતાનું તેલ દુનિયા સુધી પહોંચાડે છે. જો આ માર્ગ પણ હૂતીઓના હુમલા કે ઈરાની નાકેબંધીને કારણે બંધ થઈ જાય, તો સાઉદીની અર્થવ્યવસ્થા ધરાશાયી થઈ શકે છે. આથી જ રિયાધ હવે ઈચ્છે છે કે વોશિંગ્ટન યુદ્ધના નગારા વગાડવાને બદલે કૂટનીતિ (Diplomacy) અને સંવાદનો માર્ગ અપનાવે.
આ પણ વાંચો : મેલોની-નેતન્યાહૂ વચ્ચે ડખ્ખો, ઈટાલીએ ઈઝરાયલ સાથે Defence Deal કરી સસ્પેન્ડ!


