Saudi Aramco Attack : રિયાધમાં સાઉદી અરામકો પર હૂતીઓનો મિસાઇલ-ડ્રોન હુમલો, આકાશમાં ધુમાડાના ગોટાથી ફફડાટ!
Saudi Aramco Attack : યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલી Aramco સુવિધાને બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોનથી નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. ઘટનાસ્થળ નજીક આગ અને ધુમાડો જોવા મળ્યો હોવાની માહિતી છે. જોકે સાઉદી સરકાર અથવા Aramco તરફથી હુમલાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વધતા Saudi-Houthi તણાવને કારણે પ્રાદેશિક સુરક્ષા અને Oil Supply અંગે ચિંતા વધી છે.
Advertisement
Saudi Aramco Attack : યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ (Iran-Aligned Houthis)એ દાવો કર્યો છે કે, તેમણે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ (Riyadh)માં આવેલી Saudi Aramcoની એક સુવિધાને બેલિસ્ટિક મિસાઇલ (Ballistic Missile) અને ડ્રોન (Drone) દ્વારા નિશાન બનાવી હતી. હૂતીઓના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી યમનની રાજધાની સના (Sanaa) અને અન્ય પ્રાંતો પર થયેલા સાઉદી હુમલાના જવાબરૂપે કરવામાં આવી છે. જોકે સાઉદી અરેબિયાના અધિકારીઓએ આ હુમલાની તરત સત્તાવાર પુષ્ટિ કરી નથી અને Saudi Aramco તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

