Saudi Aramco Helicopter Crash : સાઉદી અરેબિયામાં ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટના, 14 લોકોના મોત
Saudi Aramco Helicopter Crash : સાઉદી અરેબિયાના રાસ તનુરામાં સાઉદી અરામકોનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં 14 લોકોના મોત થયા છે. તમામ મૃતકો સાઉદી નાગરિક હોવાનું સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે. દુર્ઘટનાના કારણો જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઈલ હબ પૈકીના એક રાસ તનુરામાં બનતા સમગ્ર ઊર્જા ક્ષેત્રનું ધ્યાન તેના તરફ ગયું છે.
Advertisement
Saudi Aramco Helicopter Crash : સાઉદી અરેબિયા (Saudi Arabia)ના રાસ તનુરા (Ras Tanura) વિસ્તારમાં રવિવારે સાઉદી અરામકો (Saudi Aramco)નું એક હેલિકોપ્ટર (Helicopter) દુર્ઘટનાગ્રસ્ત થતાં 14 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી મુજબ, હેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ (Crash) થયું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. અધિકારીઓએ મૃતકોની ઓળખ અથવા દુર્ઘટનાની અન્ય વિગતવાર માહિતી પણ હજુ જાહેર કરી નથી. સાઉદી સત્તાવાળાઓએ એટલી પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ 14 લોકો સાઉદી અરેબિયાના નાગરિકો હતા. હેલિકોપ્ટર દેશની અગ્રણી ઊર્જા કંપની સાઉદી અરામકોનું હતું, જે વિવિધ ઔદ્યોગિક અને ઓફશોર કામગીરી માટે હવાઈ સેવાઓનો ઉપયોગ કરે છે.

