વૈજ્ઞાનિકે સ્વર્ગ (Heaven) ભૌતિક બ્રહ્માંડમાં હોવાનો દાવો કર્યો, એડ્રેસ પણ આપ્યું!
. ડો. ગુઈલેને સ્વર્ગ (Heaven) ના અસ્તિત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો
. હબલ (Hubble) ના નિયમો અને આઈન્સ્ટાઈનની રિલેટિવિટી થિયરીનો ઉપયોગ કર્યો
. કોસ્મિક હોરાઈઝન (Cosmic Horizone) પાસે શાશ્વત સ્વર્ગ હોવાની શક્યતા દર્શાવી
Heavan Location: સ્વર્ગ અને નર્કને લઈને વિશ્વમાં અસ્તિત્વમાં રહેલા કોઈક અપવાદને બાદ કરતા તમામ ધર્મોમાં બ્રહ્માંડમાં હોવાના દાવા થાય છે. પણ વિશ્વમાં જ્યાં સુધી વિજ્ઞાન તેને માન્યતા આપે નહીં, ત્યાં સુધી માનવામાં આવતું નથી અને તે એક રીતે ધાર્મિક આસ્થા કે માન્યતા જ બની રહે છે. પણ હવે વૈજ્ઞાનિકે સૂચવ્યું છે કે સ્વર્ગ (Heavan) બ્રહ્માંડ (Universe) માં કોઈ ભૌતિક સ્થાન તરીકે અસ્તિત્વમાં હોઈ શકે છે અને આ વૈજ્ઞાનિકે સ્વર્ગના સ્થાનનેલઈને પણ થિયરી રજૂ કરી છે.
હાવર્ડમાં ફિઝિક્સના ભૂતપૂર્વ લેક્ચરર અને સાયન્સ કમ્યુનિકેટર માઈકલ ગુઈલેને (Michael Guillén, PhD) તાજેતરમાં એક આર્ટિકલમાં દાવો કરતા શક્યતા દર્શાવી છે કે જે સ્થાનને આપણે સ્વર્ગ કહીએ છીએ તે બ્રહ્માંડીય ક્ષિતિજ (Cosmic Horizon) ની બહાર ક્યાંક અસ્તિત્વમાં હોઈ શકે છે.
હબલ્સ લૉ (Hubble's Law) કહે છે કે પૃથ્વીથી ગેલેક્સી જેટલી દૂર હોય છે, તેટલી તે વધુ ઝડપથી આપડાંથી દૂર જાય છે. એડવિન હબલે (Edwin Hubble) પોતાના સંશોધનમાં તારવ્યું હતું કે ગેલેક્સીઓ જે ગતિથી એકબીજાથી દૂર જાય છે, તે ગતિ સાથે માત્ર પ્રકાશની ગતિ જ તારત્મ્યતા પ્રાપ્ત કરી શકે છે.
ગુઈલેને કહ્યુ છે કે સ્વર્ગ બ્રહ્માંડીય ક્ષિતિજ (Cosmic Horizon) ની પેલે પાર હોવાની સંભાવના છે. આ અંતર પૃથ્વીથી 439 અબજ ખરબ (439 billion trillion) કિલોમીટર છે.
આ પણ વાંચો: Science vs Superstition :પુરાવાની ગેરહાજરી એ શું અસ્તિત્વનો અંત છે?
જો કે ગુઈલેનની થિયરીને અન્ય વૈજ્ઞાનિકો નકારી રહ્યા છે. આ થિયરીને નકારનારા વૈજ્ઞાનિકો માને છે કે આ વિષય વિજ્ઞાનનો નથી, પણ તત્વમીમાંસા (metaphysics) નો છે.
ગુલઈલેને પોતાની થિયરીને લઈને ચાર કારણો આપ્યા છે. તેમણે આધુનિક બ્રાહ્માંડીય વિજ્ઞાન (Modern cosmology) ને ટાંકીને કહ્યુ છે કે આખું બ્રહ્માંડ બ્રહ્માંડીય ક્ષિતિજને પેલે પાર અસ્તિત્વ ધરાવે છે.
કનેક્ટિકટ કૉલેજ (Connecticut College) માં એસ્ટ્રોનોમીના એસોસિયેટ પ્રોફેસર એલેક્સ જિયાનિસાસ (Alex Gianninas) એ આ દાવાની વિરુદ્ધ દલીલો કરી છે.
તેમણે કહ્યુ છે કે પૉપ્યુલર મિકેનિક્સ (Popular Mechanics) પ્રમાણે, બ્રહ્માંડીય ક્ષિતિજ કોઈ ભૌતિક સ્થાન નથી. પરંતુ એક મર્યાદીત સીમા છે તેની આગળ આપણે જોઈ કે સંવાદ કરી શકતા નથી.
આ પણ વાંચો: શું ખરેખર એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે? બરાક ઓબામાના લેટેસ્ટ નિવેદને દુનિયાભરમાં મચાવી સનસનાટી
Universe આપણે જોઈએ છીએ તેનાથી આગળ વિસ્તરે છે
આપણે જોઈ શકતા નથી, તેનો અર્થ એ નથી કે બ્રહ્માંડ તેની આગળ નથી. બ્રહ્માંડ 13.8 અબ વર્ષ જૂનું છે અને પ્રકાશ દર સેકન્ડે 3,00,000 કિલોમીટરની ગતિથી આગળ વધે છે, માત્ર એ વિસ્તારોને જોવા શક્ય છે જ્યાંથી પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવા માટે પુરતો સમય મળ્યો છે. અન્ય સ્થાન એટલા દૂર છે કે ત્યાંથી પ્રકાશ ક્યારેય આપણા સુધી પહોંચી નહીં શકે.
ગુઈલિને બીજી દલીલ આઈન્સ્ટાઈન (Einstein) ની થિયરી ઓફ સ્પેશયલ અને જનરલ રિલેટિવિટી પરથી રજૂ કરી છે. તેમણે કહ્યુ છે કે બ્રહ્માંડીય ક્ષિતિજ પાસે સમય થંભી જાય છે. એનો અર્થ એ છે કે આ બિંદુ બાદ ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યનું અસ્તિત્વ નથી અને સ્વર્ગ સમયવિહીન સ્થાન પર અસ્તિત્વમાં હોવાની સંભાવના છે.
તેમણે આગળ દલીલ કરતા કહ્યુ છે કે આધુનિક બ્રહ્માંડીય વિજ્ઞાન (modern cosmology) જણાવે છે કે બ્રહ્માંડીય ક્ષિતિજ (Cosmic Horizone) પાસે અવલોકનક્ષમ બ્રહ્માંડમાં સૌથી જૂના પદાર્થો છે. જેનો અર્થ થાય છે કે આ ઉપરાંતની કોઈપણ વસ્તુ એટલી જૂની છે કે તે કદાચ કહેવાતા મહાવિસ્ફોટ (big bang) પહેલાની છે. ગુઈલેન એકમાત્ર વૈજ્ઞાનિક નથી કે જે આંશિક રીતે ધાર્મિક, આધ્યાત્મિક અથવા તત્વમીમાંસા વિશે વાત કરે છે.
તેમાના કેટલાકે કહ્યુ છે કે બિગ બેંગ (Big Bang) ને સર્વોપરિ અને એકમાત્ર પ્રારંભિક તથ્ય માનવું સર્જન કથાની ભાષા (creation-story language) નું જોખમ પેદા કરે છે.
આ પણ વાંચો: Pillars Of Creation : બ્રહ્માંડમાં દેખાયા 'મહાદેવ'-નાસાની તસવીર


