SCO Summit :રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીની મંત્રી સાથે કરી મહત્ત્વપૂર્ણ બેઠક
- SCO Summit રક્ષા મંત્રીએ ચીની મંત્રી સાથે કરી બેઠક
- LAC વિવાદ પર વિસ્તારથી ચર્ચા થઈ
- ભારતની નીતિમાં મોટો ફેરફાર કર્યો
SCO Summit India-China: રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલ ચીનમાં SCO સમિટમાં હાજરી આપવા માટે ગયા છે. આ દરમિયાન તેમની મુલાકાત ચીનના રક્ષા મંત્રી એડમિરલ ડોન્ગ જૂન સાથે પણ થઈ છે. આ મુલાકાત દરમિયાન LAC વિવાદ પર વિસ્તારથી ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે કેવી રીતે સહયોગ વધે તેને લઈને પણ મંથન થયું છે.
ભારતની નીતિમાં મોટો ફેરફાર
મહત્ત્વની વાત એ છે કે પહેલીવાર એક જાહેર કરાયેલા નિવેદન ‘Permanent De-escalation’ શબ્દનો ઉપયોગ થયો છે. અત્યાર સુધી માત્ર વાતચીત દ્વારા એકબીજાના વિશ્વાસથી શાંતિ સ્થાપવાની વાત થતી હતી, પરંતુ આ પહેલીવાર છે, જ્યારે ‘Permanent De-escalation’ શબ્દનો ઉપયોગ થયો છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે હવે કોઈ મોટો નિર્ણય લેવાશે.મુલાકાત દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્ટ્રક્ચર્ડ રોડમેપ દ્વારા તણાવ ઓછો કરવાની વાત કરી છે. રાજનાથ સિંહે સ્વીકાર કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી સંબંધો સામાન્ય કરવાના પ્રયાસ થયા છે. 2020ના સ્ટેન્ડઓફ બાદ જે અવિશ્વાસ ઉત્પન્ન થયો હતો, જેને દૂર કરવો જરૂરી છે.
આ પણ વાંચો -HENIPAVIRUS : ચાઇનામાં મળ્યો મહામારી ફેલાવી શકે તેવો હેનિપાવાયરસ, વૈજ્ઞાનિકોએ સાવચેત કર્યા
રાજનાથ સિંહે મધુબની ચિત્રો ભેટમાં આપ્યા
રાજનાથ સિંહે બિહારના મધુબની ચિત્રો પણ તેમના ચીની સમકક્ષને ભેટમાં આપ્યા. બિહારના મિથિલા ક્ષેત્રમાં બનેલા ચિત્રોમાં તેજસ્વી રંગો અને વિરોધાભાસ અથવા પેટર્નથી ભરેલા રેખાંકનો હોય છે. આ ચિત્રો તેમના આદિવાસી રૂપરેખાઓ અને તેજસ્વી માટીના રંગોના ઉપયોગ માટે લોકપ્રિય છે.
આ પણ વાંચો -Pakistan : બલુચિસ્તાનમાં થયેલ કુલ 3 અથડામણોમાં પાકિસ્તાનના 15 સૈનિકો માર્યા ગયા
રાજનાથ સિંહે સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા ન હતા
આ પહેલા, ગુરુવારે ચીનમાં SCO બેઠક દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. સંયુક્ત નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ પણ નહોતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. રાજનાથ સિંહે પાકિસ્તાન પર આડકતરી રીતે કટાક્ષ કરતા સરહદ પાર આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સંરક્ષણ પ્રધાને ભારતના આતંકવાદ વિરોધી વલણ પર ભાર મૂક્યો હતો.