Shashi Tharoor એ પાકિસ્તાન પર અંગ્રેજી નહિ પરંતુ ફ્રેન્ચ ભાષામાં કર્યા આકરા વાક પ્રહાર
- શશી થરુરે ફ્રેન્ચ ભાષામાં પાકિસ્તાન પર કર્યા આકરા વાકપ્રહાર
- થરુરે પાકિસ્તાનને આતંકવાદને પોષતો દેશ ગણાવ્યો છે
- શશી થરુરે ફ્રેન્ચ ભાષામાં કરેલ નિવેદનનો આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Shashi Tharoor : રશિયાની રાજધાની મોસ્કોમાં શશી થરુરે રશિયન લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ લિયોનીડ સ્લુત્સ્કી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં પાકિસ્તાન દેશ વિશે વાત નીકળતા જ શશી થરૂર ગુસ્સે થયા હતા. તેમણે ગુસ્સામાં પાકિસ્તાન પર આકરા વાક પ્રહાર કર્યા હતા. જો કે આ વખતે તેમણે અંગ્રેજી ભાષાને બદલે ફ્રેન્ચ ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શું છે સમગ્ર ઘટના ?
મોસ્કોમાં રશિયન લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ લિયોનીડ સ્લુત્સ્કી સાથે મુલાકાત દરમિયાન શશી થરૂરે ફ્રેન્ચ ભાષામાં પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. સમગ્ર બનાવની વિગત એવી છે કે, રશિયા આવતા વર્ષે એક આતંકવાદ વિરોધી પરિષદનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેમાં તુર્કીયે, ઈરાન, રશિયા, ભારત, પાકિસ્તાન અને ચીનના સંસદીય વડાઓ ભાગ લેવાના છે. સ્લુત્સ્કીએ કહ્યું હતું કે આતંકવાદ પર માત્ર વાત કરવાની નહીં, નક્કર પગલાં લેવાની જરૂર છે. આટલું સાંભળતાં જ શશી થરૂર ગુસ્સે થયા હતા. તેમણે આતંકવાદ વિરોધી પરિષદમાં પાકિસ્તાનના સમાવેશ પર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પોતાની રજૂઆત ફ્રેન્ચ ભાષામાં કરી હતી.
આ પણ વાંચોઃ Axiom-4 : એક્સિઓમ - 4 માંથી ભારતીય કેપ્ટનો હ્રદય સ્પર્શી સંદેશ, 'મારા ખભા પર તિરંગો...!'
પાકિસ્તાન પર આકરા વાક પ્રહાર
રશિયા આવતા વર્ષે આતંકવાદ વિરુદ્ધ એક પરિષદ યોજવા જઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશોને તેમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. શશી થરૂરને આ પરિષદમાં પાકિસ્તાનની ભાગીદારી પસંદ નહોતી. તેમણે આ અંગે રશિયન નેતા લિયોનીડ સ્લુત્સ્કી સાથે વાત કરી. થરૂરે સ્લુત્સ્કી સાથે ફ્રેન્ચમાં વાત કરી. થરૂરે કહ્યું કે, પાકિસ્તાન એક એવો દેશ છે જે આતંકવાદીઓને સુરક્ષિત સ્થાન આપે છે. પાકિસ્તાન આતંકવાદીઓનું મુખ્ય મથક છે. પાકિસ્તાન આતંકવાદીઓને તાલીમ, પૈસા, હથિયારો આપે છે અને તેમને અન્ય દેશોમાં મોકલે છે. આપણે એ હકીકતને અવગણી શકીએ નહીં કે તેમને પાકિસ્તાનમાં સમર્થન મળે છે.
સોશિયલ મીડિયામાં થરુરની થઈ પ્રશંસા
રશિયામાં આ બહુચર્ચિત મુલાકાત બાદ થરૂરે X પર એક પોસ્ટ પણ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે, તેઓ તેમના રશિયન સમકક્ષ સ્લુત્સ્કીને મળ્યા હતા. સ્લુત્સ્કી થોડા મહિના પહેલા રશિયન પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી આવ્યા હતા. તેઓએ પ્રાદેશિક શાંતિ, ઓપરેશન સિંદૂર અને સંસદીય સહયોગ વિશે વાત કરી હતી. તેમણે રશિયન મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. શશી થરૂરે પાકિસ્તાને ફ્રેન્ચ ભાષામાં આડેહાથ લીધું તે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ અને નેટિઝન્સ થરુરની ભાષા અને રાજદ્વારીતાની પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ VENICE WEDDING : સદીના સૌથી મોટા લગ્નમાં હવાઇ અને જળ માર્ગે પહોંચશે મહેમાન