Shashi Tharoor : થરૂર પિતા-પુત્રના ઓપરેશન સિંદૂર પર કરેલ સવાલ જવાબનો વીડિયો થયો Viral
- ન્યૂયોર્કમાં Shashi Tharoor અને તેમના દીકરા વચ્ચે ઓપરેશન સિંદૂર સંદર્ભે થયા સવાલ જવાબ
- શશી થરુરે હળવી શૈલીમાં કહ્યું મારા પુત્રને સવાલ પુછવા ન દેવો જોઈએ
- Shashi Tharoor એ આ પ્રશ્નોત્તરીમાં પાકિસ્તાન પર આકરા વાકપ્રહાર પણ કર્યા છે
Shashi Tharoor : ભારત તરફથી ઓપરેશન સિંદૂર બાદ વિવિધ દેશોમાં ડેલિગેશન મોકલવામાં આવ્યા છે. જેમાંથી એક ડેલિગેશનનું નેતૃત્વ શશી થરૂર (Shashi Tharoor) કરી રહ્યા છે. જે અત્યારે ન્યૂયોર્કમાં છે. અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં શશી થરૂર પત્રકારોને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) વિશેના સવાલોના જવાબો આપી રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકાર શશી થરુરના પુત્ર ઈશાન થરૂર (Ishan Tharoor) પણ હાજર હતા. પુત્ર ઈશાન થરૂરે પિતા શશી થરૂરને ઓપરેશન સિંદૂર વિશે સલાવ કર્યો હતો. આ સવાલનો રસપ્રદ જવાબ શશી થરૂરે આપ્યો હતો. આ થરૂર પિતા-પુત્રના ઓપરેશન સિંદૂર પર કરેલ સવાલ જવાબનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
શશી થરૂરનો રસપ્રદ જવાબ
ન્યૂયોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સમાં Shashi Tharoor ઓપરેશન સિંદૂર પર સવાલોના જવાબો આપી રહ્યા હતા. આ સમયે તેમના જ પુત્ર ઈશાન થરુરે એક સવાલ કર્યો હતો. ઈશાન થરુર (Ishan Tharoor) એ પુછ્યું કે, આતંકવાદી હુમલા પર પાકિસ્તાને કરેલા ઈન્કાર પર તમે શું કહેશો, શું તમારી પાસે કોઈ દેશે પાકિસ્તાનનો આતંકવાદી હુમલામાં હાથ હોવાના પૂરાવા માંગ્યા છે ? આ પ્રશ્નનો જવાબ શશી થરૂરે રસપ્રદ અંદાજમાં આપ્યો હતો. તેમણે જવાબની શરુઆતમાં જ પોતાના દીકરાની ઓળખ છતી કરી અને હળવા અંદાજમાં કહ્યું કે, ઈશાન થરૂરને પ્રશ્ન પુછવાની મંજૂરી ન આપવી જોઈએ, તે મારો પુત્ર છે. ત્યારબાદ શશી થરૂરે કહ્યું કે, મીડિયાએ પૂરાવા જરૂર માંગ્યા છે, પરંતુ ભારત એવો દેશ નથી કે જે નક્કર પુરાવા વિના લશ્કરી કાર્યવાહી કરે. પાકિસ્તાને ભારત પર 37 આતંકવાદી હુમલા કર્યા અને દરેક વખતે પાકિસ્તાનને સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો છે.
આ પણ વાંચોઃ અશ્વિની વૈષ્ણવે ચિનાબ રેલવે બ્રિજનો VIdeo શેર કર્યો; કહ્યું, આ બ્રિજ એન્જિનિયરિંગનું અનોખું ઉદાહરણ
શશી થરૂરે પાકિસ્તાનને આડેહાથ લીધું
અમેરિકાની ધરતી પર થયેલ પ્રેસ કોન્ફરન્સમાં ઈશાન થરુરે પોતાના પિતા શશી થરૂરને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર સવાલ કર્યો હતો. હળવી શૈલીમાં જવાબની શરુઆત કર્યા બાદ શશી થરુરે પાકિસ્તાન પર આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમણે પાકિસ્તાનને આડેહાથ લેતા જણાવ્યું કે, ઓસામા બિન લાદેન (Osama Bin Laden) હોય કે પછી 26/11 નો હુમલો 'પાકિસ્તાન આતંકવાદીઓને મોકલે છે અને પછી હાર માની લે છે.' શશી થરૂરે અમેરિકાએ ભારત પાકિસ્તાન વચ્ચેની મધ્યસ્થી કરવા પર પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પ્રકારની સરખામણી થઈ ન શકે. પાકિસ્તાન આતંકવાદને પોષે છે, આશ્રય આપે છે અને જ્યારે ભારત એ લોકશાહીને પ્રાધાન્ય આપતો દેશ છે. તેથી બંને દેશો વચ્ચે કોઈ સરખામણી શક્ય નથી.
આ પણ વાંચોઃ PM મોદી આજે વિશ્વના સૌથી ઊંચા પુલનું ઉદ્ઘાટન કરશે, 2 વંદે ભારતને પણ લીલી ઝંડી બતાવશે