Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું શહબાઝ શરીફની ધરપકડ થશે? બલૂચિસ્તાને પાક. PM ને આપી સીધી ચેતવણી

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ માટે ઘરઆંગણે જ નવું સંકટ ઊભું થયું છે. બલૂચિસ્તાનની નિર્વાસિત સરકારે શરીફ વિરુદ્ધ જારી કરેલું ધરપકડ વોરંટ માત્ર એક કાયદાકીય કાગળ નથી, પણ પાકિસ્તાનની સાર્વભૌમત્વ સામેનો મોટો પડકાર છે. વિઝા ઉલ્લંઘનના આ વિચિત્ર અને ગંભીર મામલાએ પાડોશી દેશમાં ખળભળાટ મચાવ્યો છે. શું ખરેખર શરીફને પોતાના જ દેશના એક હિસ્સામાં પ્રવેશવા માટે દંડ ચૂકવવો પડશે?
શું શહબાઝ શરીફની ધરપકડ થશે  બલૂચિસ્તાને પાક  pm ને આપી સીધી ચેતવણી
Advertisement
  • પાક. PM શહબાઝ શરીફ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી (Shehbaz Sharif Arrest Warrant)
  • બલૂચિસ્તાનની નિર્વાસિત સરકારે શરીફ વિરુદ્ધ જારી કર્યું વોરંટ
  • વિઝા નિયમોના ઉલ્લંઘન અને ગેરકાયદે પ્રવેશનો લાગ્યો આરોપ
  • ક્વેટા એરપોર્ટ પર ઉતરતા જ PMની ધરપકડ કરવાની ચેતવણી
  • વિઝા વગર પ્રવેશતા તમામ પાકિસ્તાનીઓ સામે કાર્યવાહીની જાહેરાત

Shehbaz Sharif Arrest Warrant : પાકિસ્તાનના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો અને નાટકીય વળાંક આવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ વિરુદ્ધ બલૂચિસ્તાનની નિર્વાસિત સરકાર (Government in Exile) દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ વોરંટમાં શરીફ પર બલૂચિસ્તાનના વિઝા નિયમોના ઉલ્લંઘન અને આ ક્ષેત્રની સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

Shehbaz Sharif Arrest Warrant : બલૂચિસ્તાનની નિર્વાસિત સરકારનો મોટો નિર્ણય

આ ધરપકડ વોરંટની જાહેરાત બલૂચિસ્તાનની આઝાદીના પ્રખર સમર્થક મીર યાર બલોચ દ્વારા કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, બલૂચિસ્તાન ગણરાજ્યએ પાકિસ્તાની વડાપ્રધાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 8 જાન્યુઆરી, 2026 ના રોજ જારી કરાયેલા આ આદેશ મુજબ, શરીફ જો વિઝા વગર બલૂચિસ્તાનમાં પ્રવેશ કરશે, તો તેમની ધરપકડ થઈ શકે છે.

Advertisement

Advertisement

વિઝા વગર પ્રવેશ પર પ્રતિબંધ અને કડક ચેતવણી

નિર્વાસિત સરકારે બલૂચિસ્તાનને એક સ્વતંત્ર રાષ્ટ્ર ગણાવીને કહ્યું છે કે પાકિસ્તાની વડાપ્રધાન હોય કે સૈન્ય પ્રમુખ, કોઈને પણ વિઝા વગર પ્રવેશવાની મંજૂરી નથી. જો કોઈ પાકિસ્તાની નાગરિક કાયદેસરના દસ્તાવેજો વગર બલૂચિસ્તાનના એરપોર્ટ કે સરહદ પર પકડાશે, તો તેને જેલની સજા અને ભારે દંડ ફટકારવામાં આવશે.

ક્વેટા એરપોર્ટ પર ધરપકડનો અધિકાર

બલૂચિસ્તાન ગણરાજ્યએ દાવો કર્યો છે કે તેમની પાસે ક્વેટા ઇન્ટરનેશનલ એરપોર્ટ અથવા અન્ય કોઈપણ પ્રવેશ પોઈન્ટ પર શહબાઝ શરીફને અટકાયતમાં લેવાનો અધિકાર છે. આ પગલા દ્વારા પાકિસ્તાન સરકાર અને તેની સેનાને અંતિમ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સરહદી નિયમોનું પાલન કરે.

આ પણ વાંચો : પાકિસ્તાન-અમેરિકાની ઘનિષ્ઠતા કાશ્મીર માટે ખતરનાક! ભારત માટે યુદ્ધના એંધાણ?

Tags :
Advertisement

.

×