Sheikh Hasina : બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રીને ઈન્ટર. ક્રાઈમ ટ્રિબ્યુનલ (ICT) એ દોષી ઠેરવ્યા
- બાંગ્લાદેશની પૂર્વ PM શેખ હસીના દોષિત જાહેર કરાયા
- માનવતા વિરૂદ્ધ અપરાધના કેસમાં ICT એ આપ્યો ચુકાદો
- જુલાઈ-2024માં થયેલા વિદ્રોહમાં માનવવધના કેસમાં દોષિત ઠેરવાયા
- હસીના દોષિત ઠરતા હવે મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે
Sheikh Hasina : બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના (Sheikh Hasina) ની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે રવિવારે ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલ (ICT) માં બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી Sheikh Hasina વિરુદ્ધ આરોપો પર સત્તાવાર સુનાવણી થઈ હતી. જેમાં શેખ હસીનાને દોષી ઠેરવવામાં આવ્યા છે. જુલાઈ-2024માં થયેલા વિદ્રોહના કેસમાં શેખ હસીનાને દોષિત ઠેરવાતા ચકચાર મચી ગઈ છે. હવે શેખ હસીનાને મૃત્યુદંડની પણ સજા થઈ શકે છે.
BTV પર લાઈવ પ્રસારણ કરાયું
ICT-BD ના વકીલ ગાઝી તમીમે જણાવ્યું હતું કે ટ્રિબ્યુનલની કાર્યવાહી સ્થાનિક સમય મુજબ સવારે 9.30 વાગ્યે શરૂ થઈ હતી. જેનું સત્તાવાર લાઈવ પ્રસારણ બાંગ્લાદેશ ટેલિવિઝન (BTV) પરથી કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે 5 ઓગસ્ટે ક્વોટા સિસ્ટમ વિરુદ્ધ વિદ્યાર્થી આંદોલન હિંસક બન્યા બાદ હસીનાને દેશ છોડવાની ફરજ પડી હતી. તેણીએ બાંગ્લાદેશ છોડીને ભારતમાં શરણ લીધી હતી. શેખ હસીના બાંગ્લાદેશની અદાલતોમાં અનેક કેસોનો સામનો કરી રહી છે. જો કે આ કેસોમાં ટ્રાયલના ફોટોગ્રાફી અને લાઈવ પ્રસારણ પર હજુ પણ પ્રતિબંધ છે.
બાંગ્લાદેશની પૂર્વ PM શેખ હસીના દોષિત કરાર
માનવતા વિરૂદ્ધ અપરાધના કેસમાં ICTનો ચુકાદો
જુલાઈમાં થયેલા વિદ્રોહના કેસમાં દોષિત ઠેરવાયા
હસીના દોષિત ઠરતા હવે મૃત્યુદંડની સજા થઈ શકે છે
ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલે સંભળાવ્યો ચુકાદો#SheikhHasina #Bangladesh #BangladeshPolitics… pic.twitter.com/cZXOmpqp7P— Gujarat First (@GujaratFirst) June 1, 2025
આ પણ વાંચોઃ પ્રશાંત કિશોરે સીઝફાયર પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- આપણે તેને વધુ 2 દિવસ ચાલુ રાખવા દેવુ જોઈતુ હતુ
શું છે સમગ્ર મામલો ?
બાંગ્લાદેશમાં ગત વર્ષે સ્ટુડન્ટ્સ અગેઈન્સ્ટ ડિસ્ક્રિમિનેશન (SAD) નામના પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ સ્થિતિ વણસી ગઈ હતી. બાંગ્લાદેશના તત્કાલીન પ્રધાનમંત્રી શેખ હસીનાને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. 8મી ઓગસ્ટ 2024 ના રોજ મોહમ્મદ યુનુસ (Mohammad Yunus) એ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ હિંસા દરમિયાન પ્રદર્શનકારીઓને નિયંત્રિત કરવા બદલ સામૂહિક હત્યા સહિતના આરોપોનો સામનો કરવા માટે શેખ હસીનાની પાર્ટી અવામી લીગ અને સરકારના મોટાભાગના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ અને પોલીસ કર્મચારીઓ સહિત સેંકડો લોકો માર્યા ગયા હતા. યુએન માનવાધિકાર કાર્યાલયના અહેવાલ મુજબ ગયા વર્ષે 15 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન બાંગ્લાદેશમાં લગભગ 1,400 લોકો માર્યા ગયા હતા. આ માનવવધના અપરાધ મુદ્દે થયેલા કેસની આજે આજે રવિવારે ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલ (ICT) માં બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના (Sheikh Hasina) વિરુદ્ધ આરોપો પર સત્તાવાર સુનાવણી થઈ હતી. જેમાં શેખ હસીનાને દોષી ઠેરવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અજિત પવારને મોટો આંચકો, 7 ધારાસભ્યો પાર્ટી છોડીને આ પાર્ટીમાં જોડાયા