ભ્રષ્ટાચાર મામલે ઢાકા કોર્ટે પૂર્વ PM શેખ હસીનાને ફટકારી 10 વર્ષની જેલની સજા!
- પૂર્વાચલ પ્લોટ ફાળવણી કૌભાંડમાં ઢાકા કોર્ટનો મોટો ફેંસલો (Sheikh Hasina Corruption Case)
- શેખ હસીનાના પુત્ર અને ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીકને પણ જેલની સજા
- ભ્રષ્ટાચારના બે અલગ અલગ કેસમાં 5-5 વર્ષની સજા ફટકારાઈ
- શેખ હસીના હાલ ભારતમાં હોવાથી પ્રત્યાર્પણની માંગ પ્રબળ બની
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina) ની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ભ્રષ્ટાચારના બે અલગ અલગ કેસોમાં ઢાકાની કોર્ટે તેમને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. આ મામલો માત્ર પૂર્વ વડાપ્રધાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમના પરિવારના સભ્યો સુધી પણ પહોંચ્યો છે.
Sheikh Hasina Corruption Case: Bangladeshની પૂર્વ PM Sheikh Hasinaને ભ્રષ્ટાચાર મામલે 10 વર્ષ જેલની સજા | Gujarat First
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટે ફટકારી જેલની સજા
ભ્રષ્ટાચારના ગંભીર કેસમાં તેમને 10 વર્ષની સજાનો આદેશ
ઢાકાની સ્પેશિયલ કોર્ટએ સંભળાવ્યો ચુકાદો… pic.twitter.com/nkzV2rU4lP— Gujarat First (@GujaratFirst) February 2, 2026
Sheikh Hasina Corruption Case : ભ્રષ્ટાચારના કેસમાં ફટકારાઈ જેલની સજા
ઢાકાની સ્પેશિયલ જજ કોર્ટ-4 (Dhaka Special Judge Court-4) ના ન્યાયાધીશ રોબીઉલ આલમે (Rabiul Alam) આજે આ મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. આ કેસ બાંગ્લાદેશની રાજધાનીમાં આવેલા પૂર્વાચલ ન્યૂ ટાઉન (Purbachal New Town) પ્રોજેક્ટમાં પ્લોટ ફાળવણીમાં થયેલી ગેરરીતિ સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ હેઠળ ફાળવવામાં આવેલા 20 કાઠા પ્લોટના મામલામાં કોર્ટે શેખ હસીનાને દોષિત ઠેરવીને સજા સંભળાવી છે.
#Bangladesh | Court sentences Sheikh Hasina to 10 years in two corruption cases
A Dhaka special court sentenced former prime minister #SheikhHasina to 10 years’ imprisonment and her niece, British MP Tulip Siddiq, to four years in two corruption cases linked to irregularities… pic.twitter.com/9QQom9lHct
— DD News (@DDNewslive) February 2, 2026
પરિવારના સભ્યોને પણ થઈ જેલ
આ કેસમાં શેખ હસીનાની બહેન શેખ રેહાના (Sheikh Rehana) ની પુત્રી અને બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીક (Tulip Siddiq) ને પણ સજા ફટકારવામાં આવી છે. ટ્યૂલિપ સિદ્દીકને દરેક કેસમાં બે વર્ષની લેખે કુલ ચાર વર્ષની જેલની સજા થઈ છે. આ ઉપરાંત આઝમીના સિદ્દીકી એક કેસમાં 7 વર્ષની જેલની સજા અને રદવાન મુજીબુર સિદ્દીક શેખ હસીનાના પુત્રને પણ 7 વર્ષની જેલની સજા ફટકારાઈ છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણનો મુદ્દો
ઉલ્લેખનીય છે કે શેખ હસીના હાલમાં ભારતમાં (India) આશરો લઈ રહ્યા છે. બાંગ્લાદેશની વર્તમાન સરકાર સતત ભારત પાસેથી શેખ હસીનાના પ્રત્યાર્પણની (Extradition) માંગ કરી રહી છે જેથી તેમની સામે ચાલતા ફોજદારી અને ભ્રષ્ટાચારના કેસોમાં કાયદેસરની કાર્યવાહી કરી શકાય. અગાઉ આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે પણ તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.
આ પણ વાંચો : Baloch મહિલા ફિદાઈનનું Pakistan પર સસ્મિત ફાયરિંગ, મરતા પહેલા આપ્યો આઝાદીવાળો મેસેજ-VIDEO


