'જ્યાં મળે ત્યાં ગોળી મારી દો' બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાનો ચોંકાવનારો ઓડિયો વાયરલ
બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાનો ઓડિયો વાયરલ સુરક્ષા દળોને ગોળી મારવાનો આદેશ આપ્યો હતો ઓડિયો શેખ હસીનાના ફોનમાંથી મળી આવ્યો Sheikh Hasina Gave Shoot Orders: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ (Sheikh Hasina)ગયા વર્ષના મોટા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો દરમિયાન સુરક્ષા...
Advertisement
- બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાનો ઓડિયો વાયરલ
- સુરક્ષા દળોને ગોળી મારવાનો આદેશ આપ્યો હતો
- ઓડિયો શેખ હસીનાના ફોનમાંથી મળી આવ્યો
Sheikh Hasina Gave Shoot Orders: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ (Sheikh Hasina)ગયા વર્ષના મોટા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો દરમિયાન સુરક્ષા દળોને ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. આ દાવો એક લીક થયેલા ઓડિયો કોલમાં કરવામાં આવ્યો છે, જેની એક ખાનગી મીડિયા દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. આ રેકોર્ડિંગમાં શેખ હસીનાને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ જીવલેણ હથિયારોના ઉપયોગને મંજૂરી આપતા સાંભળી શકાય છે. તેઓ કહે છે કે, 'જ્યાં પણ મળે, ત્યાં ગોળી મારી દો.'ખાનગી મીડિયા અનુસાર, આ લીક થયેલો ઓડિયો શેખ હસીનાના ફોનમાંથી મળી આવ્યો હતો, જેની ચકાસણી પણ કરવામાં આવી છે. આ ઓડિયો વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શેખ હસીનાએ પોતે જ બાંગ્લાદેશમાં 'શૂટ એટ સાઈટ'નો આદેશ આપ્યો હતો.

