Shocking : ઇયરબર્ડ્સનો ઉપયોગ મહિલા માટે બન્યો જોખમી, કાનમાં બ્લાસ્ટ થતા ગુમાવી સાંભળવાની ક્ષમતા
- મહિલાના કાનમાં ફૂટ્યું ઇયરબડ
- ગુમાવી સાંભળવાની ક્ષમતા
- Samsung ના TWS ઇયરબડ્સ ફાટવાની ચોંકાવનારી ઘટના
Earbuds Blast : આજે લોકો મુસાફરી દરમિયાન ખાસ ઇયરબર્ડ્સનો ઉપયોગ કરતા હોય છે. આવા લગભગ 90 ટકા લોકો તમને જોવા મળી જશે. આ તમામ માટે આજના આ સમાચાર ખૂબ જ જરૂરી છે. મળતી માહિતી અનુસાર, Samsung ના TWS ઇયરબડ્સ ફાટવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે, આ ઇયરબર્ડ્સ એક મહિલાના કાનમાં ફાટ્યા હતા, જેના કારણે તેણે પોતાની સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી છે. આ ઘટના તુર્કીની છે જેણે સમગ્ર વિશ્વમાં હજારો વાયરલેસ ઇયરબડ્સ (Earbuds) વાપરતા લોકોમાં ભય ઉભો કર્યો છે.
બ્લાસ્ટના કારણે સાંભળવાની શક્તિ ગુમાવી
આજના વ્યસ્ત સમયમાં ઇયરબડ્સ અને પહેરી શકાય તેવા ડિવાઈસની વપરાશ વધી રહી છે, અને હજારો-લાખો લોકો રોજિંદા જીવનમાં મોબાઈલની સાથે ઇયરબડ્સ (Earbuds) નો ઉપયોગ કરે છે. ખાસ કરીને લોકો મોબાઈલ પર આવતા કોલ્સ અથવા મનોરંજન માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. Samsung ના તુર્કીના કોમ્યુનિટી ફોરમ પર એક યુઝર, બાયાઝિટે એ દાવો કર્યો કે તેની ગર્લફ્રેન્ડ Galaxy Buds FE વાપરી રહી હતી, આ ઇયરબર્ડ્સ અચાનક ફાટ્યા હતા. બ્લાસ્ટના કારણે તે સાંભળવાની શક્તિ ગુમાવી બેઠી છે. યુઝરે આ ઘટના પછી સેમસંગથી ટેકનિકલ મદદ માગી હતી. જોકે, કંપનીએ તેને ઇયરબડ્સ રિપ્લેસ કરવાની ઓફર કરી. સેમસંગના જવાબથી યુઝરને નિરાશા થઈ હતી, અને તેણે કોમ્યુનિટી ફોરમ પર આ અંગે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાજ કંપનીએ માફી માગતા કહ્યું કે, ઇયરબડ્સનું નિરીક્ષણ બાદ કોઈ ઠોસ કારણ મળ્યું નથી. આ જવાબથી દુનિયાભરના ઇયરબડ્સ યુઝર્સમાં ચિંતા ફેલાઈ છે, અને આ પ્રકારની ઘટનાઓ ખતરનાક હોઈ શકે છે.
-એક મહિલાના કાનમાં Galaxy Buds FE બ્લાસ્ટ થતા તેણે ગુમાવી સાંભળવાની ક્ષમતા
-કંપની પાસે મદદ માગી તો તેમણે ઇયરબર્ડ્સ રિપ્લેસ કરવાની ઓફર કરી
-સેમસંગના જવાબથી યુઝર ગુસ્સામાં આવ્યો#Samsung #GalaxyBudsFE #EarbudsBlast #GujaratFirst— Gujarat First (@GujaratFirst) September 26, 2024
ઇયરબડ્સનો વધુ પડતો ઉપયોગ નુકસાનનું કારણ બને છે
જ્યારે આપણે ઈયરફોન અથવા ઈયરબડનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તેમાંથી નીકળતા ધ્વનિ તરંગો સીધા આપણા કાન સુધી પહોંચે છે, જેના કારણે કાનનો પડદો વાઇબ્રેટ થવા લાગે છે. જ્યારે આ વાઇબ્રેશન કોક્લિયા સુધી પહોંચે છે, ત્યારે તે આપણા કાનને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. આ ઉપરાંત, લાંબા સમય સુધી સાંભળવા અને વધુ પડતા અવાજને કારણે, તે hearing cells ને પણ અસર કરે છે. લાંબા સમય સુધી ઊંચા અવાજે સાંભળવાથી સાંભળવાની ક્ષમતા ઘટી જાય છે. આ સિવાય કાનમાં ઈન્ફેક્શન કે બહેરાશ જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે. જેનો ઇલાજ લગભગ મુશ્કેલ છે.
કેટલા DB પર સાંભળવું યોગ્ય?
ડેસિબલ એટલે કે DB એ અવાજને માપવાનું એકમ છે. 70 DB આપણા કાન માટે યોગ્ય માનવામાં આવે છે. આના કરતાં વધુ અવાજ આપણા કાનને નુકસાન પહોંચાડે છે. વ્યક્તિગત ઉપકરણોનો સંપૂર્ણ અવાજ 110 DB સુધીનો હોય છે, તેથી તેનો વધુ પડતો ઉપયોગ કાનની સાંભળવાની ક્ષમતાને ઘટાડી શકે છે. નિષ્ણાતોના મતે, આપણે દિવસમાં ફક્ત 90 મિનિટ માટે ઇયરફોન અથવા ઇયરબડનો ઉપયોગ કરવો જોઈએ. તે પણ 70 DB સુધીના અવાજ પર, તેનાથી વધુ નહીં.
આ પણ વાંચો: દારૂ પીતા પહેલા જાણી લો આ મહત્વની ચેતવણી, સેવન પહેલા સાવધાની અતિઆવશ્યક