"શ્રી ગણેશ કરતે હૈ...ચલીયે શુરુઆત કરતે હૈ...!" - Russian diplomat નો હિન્દી પ્રેમ
- Russian diplomat રોમન બાબુશ્કિને હિન્દીમાં વાતચીત કરી
- રોમન બાબુશ્કિને કહ્યું, "શ્રી ગણેશ કરતે હૈ...ચલીયે શુરુઆત કરતે હૈ...!"
- અમેરિકા ફક્ત પોતાના ફાયદા વિશે જ વિચારે છે - રોમન બાબુશ્કિ
New Delhi : રશિયન એમ્બેસીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં Russian diplomat નો હિન્દી પ્રેમ સામે આવ્યો. રશિયાના ડેપ્યુટી ચિફ ઓફ મિશન (Russian diplomat) રોમન બાબુશ્કિને હિન્દીમાં અભિવાદન કરીને મીડિયાને આશ્ચર્યચકિત કર્યા. તેમણે હસતાં હસતાં કહ્યું, "શ્રી ગણેશ કરતે હૈ...ચલીયે શુરુઆત કરતે હૈ...!" રોમન બાબુશ્કિન (Roman Babushkin) એ પત્રકારોને કહ્યું, "અગલી બાર મુજે હિન્દી મેં પુછે, મેં અચ્છી તરહ જવાબ દુંગા."
Russian diplomat નો હિન્દી પ્રેમ
નવી દિલ્હીમાં રશિયન એમ્બેસીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જમાં રશિયાના ડેપ્યુટી ચિફ ઓફ મિશન રોમન બાબુશ્કિન (Roman Babushkin) એ પત્રકારો સાથે હિન્દીમાં વાતચીત કરીને ઉપસ્થિત સૌ કોઈને ચોંકાવ્યા. જ્યારે તેમને "આયર્ન ડોમ" જેવી સુરક્ષા વ્યવસ્થાની ભારતની મહત્વાકાંક્ષા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેમણે મજાકમાં કહ્યું, "તમારો મતલબ સુદર્શન ચક્ર છે? આગલી વખતે મને હિન્દીમાં પૂછો, હું વધુ સારો જવાબ આપીશ."
Russian diplomat Gujarat First-21-08-2025-
આ પણ વાંચોઃ Nikki Haley ની ટ્રમ્પને ચેતવણી - "અમેરિકા-ભારત સંબંધો તૂટવાના આરે છે"
અમેરિકા પર કર્યા આકરા વાકપ્રહાર
ભારતની રશિયા પાસેથી તેલ ખરીદી પર 25% વધારાના ટેરિફ લાદવાની અમેરિકાની નીતિ અંગે પ્રશ્ન પુછાયો હતો. જેના જવાબમાં રોમન બાબુશ્કિન (Roman Babushkin) એ કહ્યું, "રશિયા સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે અને ભારત સૌથી મોટો ગ્રાહક છે. કોઈપણ એક પક્ષીય કાર્યવાહી પુરવઠા વિક્ષેપિત કરે છે, કિંમતોને અસંતુલિત કરે છે અને વૈશ્વિક બજારને અસ્થિર બનાવે છે. તે વિકાસશીલ દેશોની ઊર્જા સુરક્ષાને જોખમમાં મૂકે છે." તેમણે અમેરિકાને આડેહાથ લેતા કહ્યું કે, " અમેરિકા ફક્ત પોતાના ફાયદા વિશે જ વિચારે છે. આ દબાણ અન્યાયી અને એકપક્ષીય છે."