Singapore : 60 વર્ષથી શાસન કરતી પાર્ટીના લોરેન્સ વોંગનો ભવ્યાતિભવ્ય વિજય, PM Modi એ પાઠવી શુભેચ્છાઓ
- People's Action Party-PAP ના લોરેન્સ વોંગનો ભવ્યાતિભવ્ય વિજય
- વડાપ્રધાન મોદીએ Lawrence Wong ને સ્પષ્ટ જનાધાર મેળવવા બદલ પાઠવી શુભેચ્છા
- સતત 60 વર્ષથી સિંગાપોરમાં People's Action Party નું શાસન છે
Singapore : પીપલ્સ એક્શન પાર્ટીના નેતા Lawrence Wong એ સિંગાપોરની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. તેમણે તેમણે 97 માંથી 87 બેઠકો જીતીને જંગી બહુમતી હાંસલ કરી છે. Lawrence Wong ની આ ભવ્ય જીત બદલ Pm Modi એ પણ શુભેચ્છા પાઠવી છે. 1965માં સ્વતંત્રતા મળ્યા બાદ 60 વર્ષોથી લોરેન્સ વોંગની પાર્ટી People's Action Party શાસન કરી રહી છે.
Pm Modi એ પાઠવી શુભેચ્છાઓ
વડાપ્રધાન મોદીએ સિંગાપોરના વડાપ્રધાન Lawrence Wong ને તેમને મેળવેલ સ્પષ્ટ જનાદેશ બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત સિંગાપોર સાથે વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા અને સાથે મળીને કામ કરવા આતુર છે. વડાપ્રધાન મોદીએ લોરેન્સ વોંગને સિંગાપોરના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચોઃ India’s Digital Strike : પાકિસ્તાનના રક્ષા મંત્રી બાદ સૂચના મંત્રીનું પણ એક્સ એકાઉન્ટ બ્લોક
જંગી બહુમતી મેળવી
સિંગાપોરની ચૂંટણીમાં શાસક પક્ષ પીપલ્સ એક્શન પાર્ટીએ પ્રચંડ બહુમતી મેળવી છે. વડાપ્રધાન વોંગની પાર્ટીએ 97માંથી 87 બેઠકો જીતી છે. 1965માં સ્વતંત્રતા મળ્યા બાદ 60 વર્ષોથી લોરેન્સ વોંગની પાર્ટી પીપલ્સ એક્શન પાર્ટી શાસન કરી રહી છે. વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાઓમાં પણ સામાન્ય ચૂંટણીમાંથી વોંગ અને પીએપીએ સ્પષ્ટ જનાદેશ હાંસલ કર્યો છે. માર્સિલિંગ-યૂ ટી ગ્રુપ રિપ્રેઝન્ટેશન કોન્સ્ટિટ્યુન્સી (GRC) ના પરિણામો જાહેર થયા બાદ વોંગે કહ્યું કે, અમે તમારા મજબૂત જનાઆદેશ માટે આભારી છીએ અને તમારા બધા માટે વધુ સખત મહેનત કરીને તમે અમારા પર મૂકેલા વિશ્વાસનું સન્માન કરીશું.
લોરેન્સ વોંગની અગ્નિપરીક્ષા
ગત વર્ષે વડાપ્રધાન બનનારા Lawrence Wong માટે આ ચૂંટણીને અગ્નિપરીક્ષા સમાન હતી. વોંગ PAPનું નેતૃત્વ કરે છે જે સ્વતંત્રતા પછીથી સિંગાપોરમાં શાસન કરી રહી છે. સિંગાપોરના મતદારોએ દેશના રાજકીય ભવિષ્યને નક્કી કરવા માટે 1,240 મતદાન મથકો પર 97 સંસદીય બેઠકોમાંથી 92 માટે મતદાન કર્યુ હતું. જેમાંથી Lawrence Wong એ 87 બેઠકો પર સ્પષ્ટ બહુમતી મેળવી છે. સિંગાપોરમાં 27,58,846 નોંધાયેલા મતદારો છે.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : પાકિસ્તાનને પાયમાલ કરતો પ્રતિબંધ, ભારતે આયાત-નિકાસ કરી બંધ