South Africa crocodile businessman: આફ્રિકામાં મગર ઉદ્યોગપતિને જીવતો ગળી ગયો!, પેટમાંથી નીકળ્યા ગુમ વેપારીના અવશેષો
- South Africa crocodile businessman: સાઉથ આફ્રિકામાં ચોંકાવનારી ઘટના
- મગરના પેટમાંથી મળ્યા લાપતા વેપારીના અંગો
- સાઉથ આફ્રિકાની નદીમાં કંપારી છૂટે તેવી ઘટના
- વિશાળકાય મગરે વેપારીને જીવતો ગળી લીધો
- નદી કિનારેથી મળી શંકાસ્પદ ફોર્ડ કાર
South Africa crocodile businessman: દુનિયાભરમાંથી અવારનવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય છે. હાલમાં જ સાઉથ આફ્રિકા (South Africa) માંથી એક એવી ભયાનક ઘટના સામે આવી છે જેણે લોકોને અંદર સુધી હચમચાવી દીધા છે. મ્પુમલાંગા (Mpumalanga) પ્રાંતમાં છેલ્લા 1 (એક) અઠવાડિયાથી રહસ્યમય રીતે ગાયબ થયેલા એક જાણીતા વેપારીની શોધખોળ દરમિયાન અત્યંત હૃદયદ્રાવક ખુલાસો થયો છે. કોમાટી નદી (Komati River) માંથી પકડાયેલા એક ભયાનક મગર (Crocodile) ના પેટમાંથી માનવ શરીરના અંગો મળી આવ્યા છે.
Heartbreaking: This is how the body of the big crocodile was carried out from the river with the remains of the body parts of the missing Mpumalanga businessman. His remains are inside the crocodile's huge belly. 💔
It's one of the painful death one can experience on earth. pic.twitter.com/bd2EkaCdLK
— The King of Trolls (@StHonorable) May 3, 2026
નદી કિનારેથી મળી શંકાસ્પદ ગાડી (Suspicious Vehicle Found Near River)
મ્પુમલાંગા (Mpumalanga) પ્રાંતમાં રહેતા આ પ્રતિષ્ઠિત કારોબારી અચાનક લાપતા થઈ ગયા હતા. પોલીસ પ્રશાસન અને સ્થાનિક બચાવ ટુકડીઓએ તેમની શોધખોળ કરવા માટે મોટું સર્ચ ઓપરેશન (Search Operation) શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન અધિકારીઓને કોમાટી નદી (Komati River) પર બનેલા એક પુલ પાસે ફોર્ડ રેન્જર (Ford Ranger) ગાડી શંકાસ્પદ હાલતમાં ફસાયેલી મળી આવી હતી. ત્યારબાદ આજુબાજુના વિસ્તારોમાં વન વિભાગ અને સુરક્ષા એજન્સીઓની મદદથી તપાસની ગતિ વધુ તેજ કરવામાં આવી હતી.
આ પણ વાંચો---- Indo-Pak નું આગામી ઘર્ષણ હશે વધુ ખતરનાક, ટ્રમ્પના જશ ખાંટવાથી મુશ્કેલી વધી!
મગરના પેટમાંથી બહાર કાઢ્યા અવશેષો (Human Remains )
ગહન શોધખોળ દરમિયાન બચાવ ટુકડીની નજર નદીમાં ઘૂમી રહેલા એક અતિ વિશાળકાય મગર (Crocodile) પર પડી હતી. આ પ્રાણી પર શંકા જતા કાનૂની પરવાનગી મેળવીને તે મગરને ઠાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના પેટની તપાસ કરતા અંદરથી માનવ શરીરના અંગો મળી આવ્યા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાનો એક દર્દનાક વીડિયો (Viral Video) પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Another Arial view. pic.twitter.com/YE97p1GbZt
— The King of Trolls (@StHonorable) May 3, 2026
સત્ય જાણવા માટે ડીએનએ ટેસ્ટની (DNA Test to Identify the Businessman)
મગરના પેટમાંથી મળેલા આ માનવ અવશેષો લાપતા થયેલા વેપારીના જ છે કે નહીં તે જાણવા માટે ફોરેન્સિક ટીમ (Forensics Team) દ્વારા ડીએનએ ટેસ્ટ (DNA Test) ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, અત્યંત જોખમી અને જંગલી જાનવરોથી ભરેલી નદીમાં જઈને આ ઓપરેશન પાર પાડવું બચાવ ટુકડી માટે મોટો પડકાર હતો. આ ઘટના પાછળનું સાચું કારણ ડીએનએ (DNA) રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે તેમ સ્થાનિક પોલીસ પ્રશાસનનું કહેવું છે.
આ પણ વાંચો---- Hantavirus Outbreak :આટલાન્ટિક મહાસાગરમાં ક્રૂઝ પર 3 ના મોત બાદ ફફડાટ, જાણો કેવી રીતે ફેલાય છે આ વાયરસ?


