South Korean નેવીનું પેટ્રોલિંગ એરક્રાફ્ટ ક્રેશ, ચાર લોકો સવાર હતા, સામે આવ્યો Video
દક્ષિણ કોરિયન નેવીનું પેટ્રોલ પ્લેન ક્રેશ થયું છે. અહેવાલો અનુસાર, તેમાં ચાર લોકો સવાર હતા. આ પ્લેન દક્ષિણ કોરિયાના પોહાંગ શહેરમાં ક્રેશ થયું હતું.
Advertisement
- દક્ષિણ કોરિયન નેવીનું પેટ્રોલ પ્લેન ક્રેશ થયું
- પ્લેન દક્ષિણ કોરિયાના પોહાંગ શહેરમાં ક્રેશ થયું
- દક્ષિણ કોરિયાની નૌકાદળે પુષ્ટિ કરી
South Korea Plane Crash: દક્ષિણ કોરિયન નેવી પેટ્રોલિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ તેમાં ચાર લોકો સવાર હતા. આ દુર્ઘટના દક્ષિણી શહેર પોહાંગમાં બની હતી. મીડિયા અહેવાલો અનુસાર, દક્ષિણ કોરિયાના નૌકાદળ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે P-3 એરક્રાફ્ટ હતું જે ગુરુવારે બપોરે દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાપ અનુસાર, આ અકસ્માત દક્ષિણ કોરિયાના સમય મુજબ બપોરે 1:50 વાગ્યે થયો હતો. અકસ્માત બાદ લોકોએ પર્વતોમાંથી ધુમાડો નીકળતો જોયો.

