South Korean નેવીનું પેટ્રોલિંગ એરક્રાફ્ટ ક્રેશ, ચાર લોકો સવાર હતા, સામે આવ્યો Video
- દક્ષિણ કોરિયન નેવીનું પેટ્રોલ પ્લેન ક્રેશ થયું
- પ્લેન દક્ષિણ કોરિયાના પોહાંગ શહેરમાં ક્રેશ થયું
- દક્ષિણ કોરિયાની નૌકાદળે પુષ્ટિ કરી
South Korea Plane Crash: દક્ષિણ કોરિયન નેવી પેટ્રોલિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ તેમાં ચાર લોકો સવાર હતા. આ દુર્ઘટના દક્ષિણી શહેર પોહાંગમાં બની હતી. મીડિયા અહેવાલો અનુસાર, દક્ષિણ કોરિયાના નૌકાદળ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે P-3 એરક્રાફ્ટ હતું જે ગુરુવારે બપોરે દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાપ અનુસાર, આ અકસ્માત દક્ષિણ કોરિયાના સમય મુજબ બપોરે 1:50 વાગ્યે થયો હતો. અકસ્માત બાદ લોકોએ પર્વતોમાંથી ધુમાડો નીકળતો જોયો.
અકસ્માતની તસવીરો વાયરલ
આ અકસ્માતની તસવીરો વેધર મોનિટર નામના X હેન્ડલ પર શેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે 'નૌકાદળનું પેટ્રોલિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું છે જેમાં ચાર લોકો સવાર હતા. અકસ્માતમાં થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. ઇમરજન્સી સેવાઓ સક્રિય રીતે પૂરી પાડવામાં આવી રહી છે. જે તસવીરો સામે આવી છે તેમાં એક જગ્યાએ ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. ફાયર એન્જિનો સ્થળ પર આગ ઓલવતા જોવા મળી રહ્યા છે.
આ પહેલા પણ સાઉથ કોરિયામાં પ્લેન ક્રેશ થઈ ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશમાં લગભગ 179 લોકોના મોત થયા હતા. આ અકસ્માતને દક્ષિણ કોરિયાના સૌથી ખરાબ વિમાન દુર્ઘટનાઓમાંનો એક કહેવામાં આવતો હતો, જેમાં ફક્ત બે લોકો જ બચી શક્યા હતા.
આ પણ વાંચો : UKમાં કામ કરવું ભારતીયો માટે સરળ નહીં રહે, નિયમો બદલાતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી