Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

South Sudan Plane Crash: દક્ષિણ સુદાનમાં વિમાન ક્રેશ, પાયલટ સહિત 14 ના મોત

દક્ષિણ સુદાનની રાજધાની જુબા પાસે સોમવારે સવારે એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. યેઈથી ઉપડેલું આ સેસ્ના વિમાન ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા જ કાળનો કોળિયો બની ગયું હતું. આ દુર્ઘટના પાછળ ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીને જવાબદાર માનવામાં આવી રહી છે, પરંતુ શું આ માત્ર અકસ્માત છે કે કોઈ ટેકનીકલ ખામી?
south sudan plane crash  દક્ષિણ સુદાનમાં વિમાન ક્રેશ  પાયલટ સહિત 14 ના મોત
Advertisement
  • જુબા પાસે સેસ્ના 208 કારવાં વિમાન ક્રેશ થતા સર્જાઈ  તબાહી (South Sudan Plane Crash)
  • મુસાફરોમાં બે કેન્યાના અને બાકીના દક્ષિણ સુદાનના નાગરિકો સામેલ
  • ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીને કારણે પ્લેન ક્રેશ થયાની આશંકા
  • ઉડાન ભર્યાના 28 મિનિટ બાદ એરપોર્ટ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો

દક્ષિણ સુદાનની રાજધાની જુબામાં સોમવારે એક હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના (Plane Crash) સર્જાઈ છે. યેઈથી જુબા તરફ આવી રહેલું એક ખાનગી વિમાન ક્રેશ થતા તેમાં સવાર તમામ 13 મુસાફરો અને પાયલટ સહિત કુલ 14 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ દુર્ઘટના રાજધાની જુબાથી લગભગ 20 કિલોમીટર દૂર બની હતી.

South Sudan Plane Crash:  ઉડાન ભર્યાની મિનિટોમાં જ સર્જાઈ તબાહી

નાગરિક ઉડ્ડયન સત્તામંડળ (Civil Aviation Authority) ના જણાવ્યા અનુસાર, સિટીલિંક એવિએશન લિમિટેડ (Citylink Aviation Ltd) દ્વારા સંચાલિત સેસ્ના 208 કારવાં (Cessna 208 Caravan) વિમાને સવારે 9:15 વાગ્યે ઉડાન ભરી હતી. જોકે, માત્ર 28 મિનિટ બાદ એટલે કે સવારે 9:43 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો અને વિમાન જમીનદોસ્ત થઈ ગયું હતું.

Advertisement

Advertisement

ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટી કારણભૂત

અકસ્માતની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અધિકારીઓના મતે, દુર્ઘટના સમયે હવામાન અત્યંત ખરાબ (Bad Weather) હતું અને વિઝિબિલિટી (Low Visibility) ખૂબ જ ઓછી હોવાને કારણે પાયલટે વિમાન પરનો કાબૂ ગુમાવ્યો હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં વિમાનનો કાટમાળ સળગતો જોવા મળ્યો હતો, જે અકસ્માતની ભયાનકતા દર્શાવે છે.

કેન્યા અને દક્ષિણ સુદાનના નાગરિકોના મોત

દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં બે કેન્યાના નાગરિકો (Kenyan Nationals) પણ સવાર હતા, જ્યારે બાકીના તમામ મુસાફરો દક્ષિણ સુદાનના હતા. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ કામગીરીની ટીમો (Rescue Teams) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ કોઈને પણ જીવતા બચાવી શકાયા નહોતા. હાલમાં આ મામલે વધુ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: શાંતિ મંત્રણાનો ફિયાસ્કો! ઈરાની વિદેશમંત્રી અમેરિકા સાથે વાતચીત કર્યા વિના પાકિસ્તાનથી પાછા ફર્યા

Tags :
Advertisement

.

×