એક અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે પાટનગર કોલંબોની મુખ્ય જેલમાં ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલી 2 પ્રતિસ્પર્ધી ગેંગ (Gangs) વચ્ચે આખી રાત લોહિયાળ અથડામણ ચાલી હતી. હિંસા બાદ તમામ ઘાયલોને કોલંબોની ઉત્તરે આવેલા નેગોમ્બો હોસ્પિટલ (Negombo Hospital) માં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ પ્રશાસનનો ખુલાસો
હોસ્પિટલના ડાયરેક્ટર (Hospital Director) પુષ્પા ગામલાથે જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 23 મૃતદેહો લાવવામાં આવ્યા છે અને 100 થી વધુ ઘાયલ કેદીઓ તેમજ ગાર્ડ્સને સારવાર માટે દાખલ કરાયા છે. તેમણે ટેલિફોન પર માહિતી આપતા કહ્યું કે, "કેટલાક લોકોને ગોળીઓ વાગી છે, જ્યારે અન્ય કેટલાકને તીક્ષ્ણ હથિયારોના ઘા અને ગંભીર શારીરિક ઈજાઓ (Injuries) પહોંચી છે."
ડ્રગ ટ્રાફિકિંગ વિવાદ પર કેન્દ્રિત તપાસ
પ્રારંભિક તપાસ (Initial Investigation) માં સામે આવ્યું છે કે આ હિંસા જેલની અંદર ડ્રગ્સની હેરાફેરીનું કથિત રીતે સમર્થન કરનારા એક જૂથ અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કરનારા બીજા જૂથ વચ્ચેના ઝઘડાથી શરૂ થઈ હતી. પોલીસની આગળની તપાસ હવે આ મુખ્ય ડ્રગ ટ્રાફિકિંગ (Drug Trafficking) ના વિવાદ પર જ કેન્દ્રિત રહેશે. અધિકારીઓ એ બાબતની પણ તપાસ કરી રહ્યા છે કે જેલની અંદર સક્રિય સંગઠિત ગુનાહિત નેટવર્ક (Organized Criminal Networks) ની આ હિંસા ભડકાવવામાં કે તેને વધારવામાં કોઈ ભૂમિકા હતી કે નહીં.
સુરક્ષા દળો તૈનાત અને કેદીઓનું ટ્રાન્સફર
મામલો વધુ વણસતા શ્રીલંકન સત્તાધીશોએ પરિસ્થિતિને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે તુરંત જ રમખાણ નિયંત્રણ યુનિટ (Riot Control Unit) ની સાથે પોલીસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ને જેલ પરિસરમાં તૈનાત કરી દીધી હતી. જેલમાં આગામી સમયમાં વધુ હિંસા થતી અટકાવવાના તાત્કાલિક પગલાં રૂપે, 3 મુખ્ય કેદીઓને પલ્લનસેના જેલ કેમ્પ (Palleansena Jail Camp) માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Russia Ukraine War: રશિયાના બેલેસ્ટિક મિસાઈલ હુમલામાં કિવ સળગ્યું, 8 લોકોના મોત, 34 ઘાયલ