ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુદાનમાં 2 વર્ષના ગૃહયુદ્ધ બાદ સેનાએ કબજે કરી લીધું રાષ્ટ્રપતિ ભવન

Sudanમાં છેલ્લા બે વર્ષથી લોહિયાળ ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બંને પક્ષો કોઈપણ પ્રકારની વાતચીત માટે તૈયાર નથી. યુએનના અહેવાલમાં યુએનએ બંને પક્ષો પર યુદ્ધ અપરાધોનો આરોપ લગાવ્યો છે.
02:08 PM Mar 21, 2025 IST | Hardik Prajapati
Sudanમાં છેલ્લા બે વર્ષથી લોહિયાળ ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બંને પક્ષો કોઈપણ પ્રકારની વાતચીત માટે તૈયાર નથી. યુએનના અહેવાલમાં યુએનએ બંને પક્ષો પર યુદ્ધ અપરાધોનો આરોપ લગાવ્યો છે.
Sudan army captures presidential palace

ખાર્તુમ: સુદાનની સેનાએ લગભગ 2 વર્ષના ગૃહયુદ્ધ પછી રાજધાની ખાર્તુમમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાન પર કબજો કરી લીધાની જાહેરાત કરી છે. છેલ્લા બે વર્ષથી ગૃહયુદ્ધની આગમાં સળગી રહેલા સુદાનમાં અત્યાર સુધીમાં હજારો નાગરિકો માર્યા ગયા છે. હવે સેનાએ રાષ્ટ્રપતિ મહેલ પર કબજો કરી લીધો છે. સૂત્રો અનુસાર સુદાનની સેના હવે પેરામિલિટરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)ના સભ્યોની શોધમાં મહેલની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

2 વર્ષના ગૃહયુદ્ધમાં હજ્જારો નાગરિકો માર્યા ગયા

સુદાનમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા આ ગૃહયુદ્ધમાં એક તરફ સુદાન આર્મી છે અને બીજી તરફ રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) છે. બંનેનો ઉદ્દેશ્ય દેશની સત્તા કબજે કરવાનો છે અને આ લડાઈમાં હજારો નાગરિકો માર્યા ગયા છે. રાષ્ટ્રપતિ ભવન પર સેનાના કબજા પછી, અત્યાર સુધી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. સમાચાર એજન્સી રોઇટર્સે માહિતી આપી છે કે રાજધાની ખાર્તુમના ઘણા વિસ્તારોમાં વચ્ચે-વચ્ચે ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે.

 આ પણ વાંચોઃ  ક્રિસ્ટી કોવેન્ટ્રી IOCના નવા પ્રમુખ બન્યા, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા

ગૃહયુદ્ધે ખૂબજ ખતરનાક માનવતાવાદી સંકટ ઊભુ કર્યુ- યુએન

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે સુદાનના ગૃહયુદ્ધે દેશમાં ખૂબ જ ખતરનાક માનવતાવાદી સંકટ ઊભું કર્યું છે અને દેશમાં ઘણી જગ્યાએ દુકાળ છે. યુએનના અહેવાલમાં જણાવાયું છે કે આ રોગ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે. યુએનએ બંને પક્ષો પર યુદ્ધ અપરાધોનો આરોપ લગાવ્યો છે. યુએનના અહેવાલમાં આરએસએફ પર નરસંહારનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

સૈનિકો નાઈલ નદી કિનારે આગળ વધારી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2023માં યુદ્ધ શરૂ થયા પછી, RSF એ રાષ્ટ્રપતિ ભવનની સાથે રાજધાનીના મોટાભાગના વિસ્તારો પર નિયંત્રણ મેળવ્યું. પરંતુ તાજેતરના મહિનાઓમાં, દેશની સેનાએ પુનરાગમન કર્યુ છે અને RSF લડવૈયાઓને પાછળ ધકેલી દેવાનું શરૂ કર્યું છે અને હવે સૈનિકો નાઇલ નદીના કિનારે આગળ વધી રહ્યા છે. જોકે, આ વર્ષની શરૂઆતમાં સુદાનમાં સમાંતર સરકારની સ્થાપનાની જાહેરાત કરનાર RSF હજુ પણ રાજધાની ખાર્તુમના ઘણા વિસ્તારો તેમજ પડોશી ઓમદુરમનના કેટલાક ભાગો તેમજ પશ્ચિમ સુદાન પર નિયંત્રણ ધરાવે છે.

આ પણ વાંચોઃ  London : પાવર સબસ્ટેશનમાં આગ લાગવાના કારણે હીથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ

Tags :
Civilian casualties in SudanHumanitarian crisis in SudanKhartoum conflictPresidential Palace captureRapid Support Force (RSF)Sudan Civil WarSudanese ArmySudanese war crimesUN
Next Article