Pakistan Earthquake: અચાનક લોકો રસ્તા પર આવી ગયા, 5.5 ની તીવ્રતાના ભૂકંપથી પાકિસ્તાન કાપ્યું
Pakistan Earthquake: વિશ્વકક્ષાએ પોતાનું માન ગુમાવનાર પાકિસ્તાન ભૂકંપના આંચકાથી કાંપ્યુ. એકવાર ફરી પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પાકિસ્તાનમાં બુધવારે જોરદાર ભૂકંપ આવ્યો, જેના કારણ લોકો પોતાના ઘર છોડી બહાર આવી ગયા અને રસ્તા પર ભાગવા લાગ્યાં હતાં. પાકિસ્તાનમાં બુધવારે સવારે 2.57 કલાકે જોરદાર ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 જેટલી નોંધાઈ હતી.
ઘરની ચીજવસ્તુઓ ખસતી અનુભવાઈ
વિગતો સામે આવી રહીં છે કે, રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતાના ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યા હતા અને રાત્રે તેમના ઘરની બહાર અને શેરીઓમાં ભાગતા જોવા મળ્યા હતા. લોકોને લાંબા સમય સુધી તેમના ઘરની ચીજવસ્તુઓ ખસતી અનુભવાઈ હતી. જો કે અત્યાર સુધી આ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.
પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપના આંચકા
અત્યારે મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો આ પહેલા મંગળવારે પણ પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારના ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર 5થી વધુ હતી. આ રીતે પાકિસ્તાનમાં સતત બે દિવસમાં ભૂકંપના બે જોરદાર આંચકા અનુભવાયા હતા. આ જ કારણથી પાકિસ્તાનના લોકો ડરી ગયા છે. પાકિસ્તાનની ધરતી સતત બે દિવસથી વારંવાર ધ્રૂજી રહી છે.
બલૂચિસ્તાન પ્રાંતમાં 5.4 ની તીવ્રતાનો ભૂકંપ
મંગળવારની વાત કરવામાં આવે તો પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં 5.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેથી લોકોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. જોકે, આ દરમિયાન પણ કોઈને જાન-માનની નુકસાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી, પરંતુ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પાકિસ્તાની હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે આ ભૂકંપનું કેન્દ્ર ક્વેટાના ઉત્તર-પશ્ચિમમાં 150 કિલોમીટરના અંતરે 35 કિલોમીટરની ઊંડાઈ પર હતું.
મળતી વિગતો પ્રમાણે પાકિસ્તાનમાં આવેલા આ ભૂકંપના કારણે ક્વેટા, નોશકી, ચાગી, ચમન, કિલા અબ્દુલ્લા, દલબાદીન, પિશિન અને પ્રાંતના કેટલાક વિસ્તારમાં અસર થઈ હતી. અત્યારે પણ પોકિસ્તાનના લોકો ભૂકંપના આંચકાને લઈને ચિંચિત જોવા મળ્યા છે.