MasjidAlHaram : મક્કાની પવિત્ર મસ્જિદ અલ-હરમમાં એક વ્યક્તિ કર્યો આત્મહત્યાનો પ્રયાસ,જુઓ વીડિયો
સાઉદી અરેબિયાની મક્કા મસ્જિદમાં એક શખ્સે ઉપરના માળેથી કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નીચે તૈનાત જાંબાઝ સુરક્ષાકર્મીએ પોતાની જાનની પરવાહ કર્યા વગર હવામાં જ તે શખ્સને ઝીલી લીધો અને તેનો જીવ બચાવ્યો હતો. આ સાહસિક કામગીરીમાં અધિકારી પોતે ઈજાગ્રસ્ત થયા છે. ઈમામ અલ-સુદૈસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરી જીવનની પવિત્રતા જાળવવા અપીલ કરી છે, જ્યારે સોશિયલ મીડિયા પર આ સુરક્ષાકર્મીને "રિયલ હીરો" ગણાવવામાં આવી રહ્યો છે.
Advertisement
- MasjidAlHaram : મક્કાની પવિત્ર મસ્જિદ અલ-હરમમાં એક શખ્સે કરી આત્મહત્યાનો પ્રયાસ
- મસ્જિદ અલ-હરમના ઉપરના માળેથી કૂદીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ
- સાઉદી સરકારે આની સત્તાવાર જાહેરાત ગુરૂવારે કરી હતી
સાઉદી અરેબિયાના (saudi arabia) મક્કા શહેરમાં આવેલી પવિત્ર મસ્જિદ અલ-હરમમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક વ્યક્તિએ મસ્જિદના ઉપરના માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર સતર્ક સુરક્ષા કર્મચારીઓની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી અને તે વ્યક્તિનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. સાઉદી સત્તાવાળાઓએ ગુરુવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.

