Sweden School Firing:સ્વિડનમાં સ્કૂલમાં અંધાધૂંધ ફાયરીંગ,10ના મોત, અનેક ઘાયલ
- સ્વીડનમાં ઓરેબ્રોની એક શાળામાં ફાયરીંગની ઘટના
- સ્વિડનના વડાપ્રધાન ક્રિસ્ટરસ પણ આઘાતમાં
- પોલીસે હુમલાખોરને પણ ઠાર માર્યો
Sweden School Firing News: યુરોપિયન દેશ સ્વિડનના ઓરેબ્રૂ શહેરમાંથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં એક સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર (Sweden School Firing New)કરાયાની ઘટના સામે આવી છે જેમાં ઓછામાં ઓછા 10 લોકો મૃત્યુ પામી ગયા. આ હુમલામાં પોલીસે કાર્યવાહી કરતાં હુમલાખોરને પણ ઠાર માર્યો હોવાની જાણકારી મળી છે.
એક જ હુમલાખોરે ઘટનાને આપ્યો અંજામ
પોલીસે કહ્યું કે આ સમગ્ર હુમલામાં એક જ હુમલાખોરની સંડોવણી હતી પણ તેણે આ હુમલો કેમ કર્યો તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી શકી નથી. આ ઘટના સ્વિડનની રાજધાની સ્ટૉકહોમથી લગભગ 200 કિલોમીટર પશ્ચિમે આવેલા ઓરેબ્રૂ શહેરના કેમ્પસ રિસબર્ગસ્કામાં બની હતી. અહીં યુવાઓ ભણવા આવે છે.
આ પણ વાંચો-સ્વીડનમાં સ્કૂલ પર હુમલો, હુમલાખોરોએ 5 લોકોને ગોળી મારી
વડાપ્રધાન પણ આઘાતમાં
કેમ્પસ રિસબર્ગસ્કામાં એવા યુવાઓ ભણવા આવે છે જેનો સમયસર તેમનો અભ્યાસ પૂર્ણ કરી શક્યતા નહોતા. જોકે આ કેમ્પસની નજીકમાં જ એક બાળકોની સ્કૂલ પણ આવેલી છે. સ્વિડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને ઘટનાને દેશની સૌથી ભીષણ સામૂહિક ગોળીબારની ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે આજે અમે નિર્દોષ લોકો વિરુદ્ધ ભયાનક અને જીવલેણ હિંસા જોઇ. આ હુમલાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે.
આ પણ વાંચો-Video Viral: અંગ્રેજી બાબુએ લંડનમાં કોલકાતાની પ્રખ્યાત 'ઝાલમુરી' વેચી, નોકરી છોડીને લારી લગાવી
પોલીસ પ્રમુખનું નિવેદન
પોલીસ પ્રમુખ રોબર્ટો ઈડ ફોરેસ્ટે જણાવ્યું કે ક્રાઈમ સ્પૉટ પર થયેલા નુકસાનને જોતાં અમે મૃતકોની સાચી સંખ્યા હજુ સુધી જાહેર કરી શક્યા નથી. મૃતકાંક વધી શકે છે કેમ કે અનેક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. પોલીસે કહ્યું કે હજુ સુધી આ હુમલા અને આતંકવાદ વચ્ચે કોઈ કનેક્શન સામે આવ્યું નથી પણ અમે એ એંગલની પણ તપાસ કરી રહ્યા છીએ.