Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રશિયાની શરણે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ!

બશર અલ-અસદને રશિયામાં રાજકીય આશ્રય રશિયાની શરણે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ! બશર અલ-અસદનું પતન! રશિયાએ આપી શરણ! સીરિયામાં વિદ્રોહ: બશર અલ-અસદના શાસનનું પતન બશર અલ-અસદનો અંત: 50 વર્ષના શાસનનું પતન અમેરિકાની પ્રતિક્રિયા: સીરિયાના લોકો માટે ઐતિહાસિક તક Syria dictator...
રશિયાની શરણે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ
Advertisement
  • બશર અલ-અસદને રશિયામાં રાજકીય આશ્રય
  • રશિયાની શરણે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ!
  • બશર અલ-અસદનું પતન! રશિયાએ આપી શરણ!
  • સીરિયામાં વિદ્રોહ: બશર અલ-અસદના શાસનનું પતન
  • બશર અલ-અસદનો અંત: 50 વર્ષના શાસનનું પતન
  • અમેરિકાની પ્રતિક્રિયા: સીરિયાના લોકો માટે ઐતિહાસિક તક

Syria dictator President Bashar al Assad : સીરિયામાં ઘણા વર્ષોથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું, જેના પરિણામે રાષ્ટ્રપતિ બશર અલ-અસદના શાસનના પતન થવાની તૈયારીઓ થઈ રહી હતી. દમિશ્ક શહેર પર વિદ્રોહી જૂથોએ કબજો કરી લીધો હતો અને અસદની સરકારને ઉથલાવી દીધી હતી. ત્યારબાદ, બશર અલ-અસદ વિમાન દ્વારા સીરિયાને છોડી ગયા હતા. આ વિશે અનેક ચર્ચાઓ થઇ રહી હતી કે બશર ક્યાં ગયા. હવે, રશિયા દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

રશિયાની શરણે બશર અલ-અસદ!

રશિયાના ક્રેમલિન દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, રશિયાએ બશર અલ-અસદને રાજકીય આશ્રય આપવાનો નિર્ણય લીધો છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે, આ નિર્ણય રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વ્યક્તિગત પસંદગી છે. પેસ્કોવે જણાવ્યું નથી કે, અસદને ક્યાં રાખવામાં આવ્યા છે? પેસ્કોવે કહ્યું કે, હાલમાં પુતિન પેસ્કોવને મળવાની યોજના નથી બનાવી રહ્યા.

Advertisement

અમેરિકાની આવી પ્રતિક્રિયા

આ મામલે અમેરિકા પણ સક્રિય થયું છે. અમેરિકાએ બશર અલ-અસદની સરકારના પતનને સીરિયાના લોકો માટે ઐતિહાસિક તક ગણાવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે, આ સીરિયાના લોકોને એક નવો અને શ્રેષ્ઠ ભવિષ્ય તૈયાર કરવા માટેનો અવસર છે. 50 વર્ષના શાસન દરમિયાન બશરે હજારો નિર્દોષ સીરિયાઇ લોકોની હત્યા કરી હતી અને તેમને પોતાના ઘરોમાંથી જબરદસ્તી વિદાય આપી હતી.

Advertisement

અસદના શાસનમાં ગૃહયુદ્ધ

બશર અલ-અસદ અને તેમના પિતાએ સીરિયામાં અડધી સદી સુધી ક્રૂર શાસન કર્યું હતું. 13 વર્ષથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે અને હવે અસદનું શાસન પતન થવા જઈ રહ્યું છે. બાઈડનના મતે, આ સીરિયા માટે એક જોખમ અને અનિશ્ચિતતાનો સમય છે, કારણ કે અસદના શાસનને ઈરાન, રશિયા અને હિઝબુલ્લાહ જેવી શક્તિઓનો પૂરતું સમર્થન મળતું હતું. જેમની હવે, દેશમાંથી હકાલપટ્ટી થઇ ગઇ છે.

હયાત તહરીર અલ-શામનો નેતૃત્વ

અસદના પતન માટે આગળ વધતા વિદ્રોહી જૂથનું નેતૃત્વ હયાત તહરીર અલ-શામ સંસ્થા કરી રહી છે, જે અમેરિકાના દૃષ્ટિકોણ મુજબ આતંકવાદી સંગઠન છે. આ જૂથ અગાઉ અલ કાયદાના સમર્થક તરીકે ઓળખાતું હતું, પરંતુ હાલ તે દાવો કરે છે કે તેણે આ સંગઠન સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. આ જૂથના નેતૃત્વમાં સીરિયન સેના સાથે છેલ્લા 11 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું, અને તેને આત્મસમર્પણ કરવા મજબૂર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:  Bashar al-Assad ના જીવિત હોવાની ધારણા! હજુ સુધી મળી નથી લાશ

Tags :
Advertisement

.

×