Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

તાઇવાન ચૂંટણીમાં ભારત વિરોધી પોસ્ટરથી ખળભળાટ, ત્રિરંગા અને પાઘડીના અપમાનથી ભારતીયોમાં રોષ!

તાઇવાનમાં સ્થાનિક ચૂંટણી દરમિયાન એક ઉમેદવારના બિલબોર્ડે ભારત અને તાઇવાન વચ્ચેના સંબંધો પર સવાલ ઉભા કર્યા છે. ભારતીય રાષ્ટ્રધ્વજ અને સાંસ્કૃતિક પ્રતીકોને નકારાત્મક રીતે દર્શાવતી આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. વંશીય ભેદભાવના આરોપો અને કામદારોની સુરક્ષાને લઈને ચાલી રહેલી આ રાજકીય ખેંચતાણ વચ્ચે, સરકારનો ૨૦૨૬નો પાયલોટ પ્રોજેક્ટ હવે નવા વળાંક પર આવીને ઉભો છે.
તાઇવાન ચૂંટણીમાં ભારત વિરોધી પોસ્ટરથી ખળભળાટ  ત્રિરંગા અને પાઘડીના અપમાનથી ભારતીયોમાં રોષ
Advertisement
  • કાઓહસુંગના સ્વતંત્ર ઉમેદવાર લી હંગ-યીએ જાહેર કર્યું વિરોધ પ્રદર્શન (Taiwan India controversy)
  • ભારતીય ધ્વજ અને પાઘડીધારી પુરુષ પર 'ના' નું નિશાન લગાડ્યું
  • વિપક્ષી KMT પાર્ટી દ્વારા ભારતીય કામદારોના પ્રવેશનો સખત વિરોધ
  • વંશીય ભેદભાવ અને અજ્ઞાની હોવાના ગંભીર આરોપો લાગ્યા
  • સરકાર ૨૦૨૬ના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ૧,૦૦૦ ભારતીયોને લાવવા મક્કમ

તાઇવાનના કાઓહસુંગ (Kaohsiung) શહેરમાં સ્થાનિક ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ એક સ્વતંત્ર ઉમેદવારના બિલબોર્ડે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ જગાડ્યો છે. સિયાઓગાંગ (Siaogang) જિલ્લાના ઉમેદવાર લી હંગ-યીએ (Li Hung-yi) ભારતીય રાષ્ટ્રધ્વજ અને પાઘડી પહેરેલા પુરુષના ચિત્ર પર 'ના' (No) નું મોટું ચિહ્ન મૂકીને જાહેરમાં ભારતમાંથી આવતા કામદારોનો વિરોધ દર્શાવ્યો છે. આ કૃત્યને તાઇવાનમાં વંશીય ભેદભાવ અને ભારત વિરોધી માનસિકતાનું પ્રતીક ગણવામાં આવી રહ્યું છે.

Taiwan India controversy : ભારતીય કામદારો અંગે તાઇવાનની નીતિ પર વિવાદ

તાઇવાન અને ભારત વચ્ચે ૨૦૨૪માં સ્થળાંતરિત કામદારો (Migrant Workers) બાબતે થયેલા સમજૂતી કરાર (MOU) બાદ ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રમાં ભારતીય કામદારોની ભરતીનો માર્ગ મોકળો થયો હતો. ઉમેદવાર લી હંગ-યીએ દાવો કર્યો હતો કે તેઓ કામદારોની વિરુદ્ધ નથી, પરંતુ સુરક્ષા અને વ્યવસ્થાપન પ્રણાલીના અભાવને કારણે આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. જોકે, તેમના બિલબોર્ડની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ તેની કડક ટીકા કરવાનું શરૂ કર્યું છે.

Advertisement

Advertisement

સાંસ્કૃતિક પ્રતીકો પર હુમલાની ટીકા

સ્થાનિક ભારતીય નાગરિકો અને રાજકીય પક્ષોએ આ બિલબોર્ડને અસંવેદનશીલ ગણાવ્યું છે. ન્યૂ પાવર પાર્ટી (New Power Party) ના વાંગ યી-હેંગે આ કૃત્યને 'અજ્ઞાની' ગણાવતા કહ્યું કે, પાઘડી અને ત્રિરંગો એ ગૌરવના પ્રતીક છે, તેનો અપમાનજનક ઉપયોગ અક્ષમ્ય છે. બીજી તરફ, મુખ્ય વિપક્ષી પાર્ટી KMT (Kuomintang) એ પણ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને ભારતીય કામદારોને લાવવાના સરકારી નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે.

સરકારનું વલણ અને પાયલોટ પ્રોજેક્ટ

આ વિવાદ વચ્ચે તાઇવાન સરકાર શ્રમની અછતને દૂર કરવા માટે પોતાની યોજના પર મક્કમ છે. શ્રમ મંત્રી હંગ સુન-હાન (Hung Sun-han) મુજબ, ૨૦૨૬માં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ લગભગ ૧,૦૦૦ ભારતીય કામદારોને તાઇવાન લાવવામાં આવશે. હાલમાં તાઇવાનમાં ફોક્સકોન (Foxconn) અને TSMC જેવી હાઇ-ટેક કંપનીઓમાં લગભગ ૭,૦૦૦ ભારતીયો કાર્યરત છે, જેઓ બે દેશો વચ્ચેના સંબંધોમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

આ પણ વાંચો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે,ક્રેમલિને કરી સત્તાવાર જાહેરાત!

Tags :
Advertisement

.

×