ડ્રેગનના ડરથી આ દેશોએ તાઈવાનના રાષ્ટ્રપતિના વિમાનને Air Space માં ન આપી એન્ટ્રી, ગજગ્રાહ અંતિમ પડાવમાં !
- Air Space ના દબાણથી આફ્રિકી દેશોએ તાઇવાનના રાષ્ટ્રપતિના વિમાનને રોક્યું
- એરસ્પેસની મંજૂરી ન મળતા રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેનો વિદેશ પ્રવાસ રદ
- ચીનની દાદાગીરી સામે અમેરિકા લાલઘૂમ, ગંભીર પરિણામોની આપી ચેતવણી
- દેવા માફીની લાલચ આપી ચીને તાઇવાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેર્યું
- તાઇવાન વિવાદમાં હવે અમેરિકા બાદ બ્રિટન અને યુરોપની પણ એન્ટ્રી
Air Space : એક તરફ મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળ જોવા મળે છે. ત્યારે હવે તાઇવાન (Taiwan) અને ચીન (China) વચ્ચેનો ગજગ્રાહ હવે આંતરરાષ્ટ્રીય આકાશ સુધી પહોંચ્યો છે. તાજેતરમાં તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે (Lai Ching-te) એ તેમનો નિર્ધારિત વિદેશ પ્રવાસ પડતો મૂકવાની ફરજ પડી છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ અમુક દેશો દ્વારા તેમના વિમાનને હવાઈ ક્ષેત્ર (Airspace) નો ઉપયોગ કરવાની ના પાડવામાં આવી તે છે. આ કિસ્સામાં અમેરિકા (USA) એ ચીન સામે આક્રોશ વ્યક્ત કરતા તેને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
Air Space : શું છે સમગ્ર મામલો?
તાઇવાનના રાષ્ટ્રપતિ આફ્રિકાના સાથી દેશ એસ્વાટિની (Eswatini) ની મુલાકાતે જવાના હતા. આ પ્રવાસ માટે તેમના વિમાને સેશેલ્સ (Seychelles), મોરેશિયસ (Mauritius) અને મેડાગાસ્કર (Madagascar) જેવા દેશોના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાનું હતું. શરૂઆતમાં આ દેશોએ મંજૂરી આપી હોવા છતાં, છેલ્લી ઘડીએ પરવાનગી પાછી ખેંચી લીધી હતી. પરિણામે, સુરક્ષા અને રાજદ્વારી ગૂંચવણોને કારણે આખો પ્રવાસ રદ (Trip Cancelled) કરવો પડ્યો હતો.
ચીન પર આર્થિક દબાણનો આરોપ
તાઇવાનના સુરક્ષા અધિકારીઓએ દાવો કર્યો છે કે ચીને આફ્રિકી દેશો પર ભારે આર્થિક દબાણ (Economic Pressure) કર્યું છે. ચીને આ દેશોને દેવા માફી (Debt Waiver)ની લાલચ આપી અથવા તો આર્થિક સહાય રોકી દેવાની ધમકી આપી હોવાના અહેવાલો છે. ચીને આ આરોપોને ફગાવતા જણાવ્યું છે કે આ દેશોએ 'વન ચાઇના પોલિસી' (One China Policy)ને માન આપીને આ નિર્ણય લીધો છે.
અમેરિકા અને યુરોપે નારાજગી દર્શાવી
આ ઘટના બાદ અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ (US State Department) એ કડક શબ્દોમાં ચીનની ટીકા કરી છે. અમેરિકાનું માનવું છે કે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ માત્ર સુરક્ષાના માપદંડો પર જ નિર્ધારિત હોવો જોઈએ, તેને રાજકીય હથિયાર (Political Tool) બનાવવું અયોગ્ય છે. યુરોપિયન દેશોએ પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓથી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રે અસ્થિરતા પેદા થાય છે અને પારદર્શિતા જાળવવી અનિવાર્ય છે.


