Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Taliban Slavery Law 2026 : તાલિબાન સરકારનો નવો ફરમાન, ગુલામી પ્રથાને આપી કાયદેસરની મંજૂરી

વિશ્વ જ્યારે આધુનિકતા અને સમાનતા તરફ ડગ માંડી રહ્યું છે, ત્યારે એક દેશે સત્તાવાર રીતે સદીઓ પાછળ જવાનો નિર્ણય લીધો છે. તાલિબાનના નવા 'કાળા કાયદા' એ માનવતાના તમામ સીમાડાઓ ઓળંગી દીધા છે, જ્યાં હવે માણસની ઓળખ તેના ગુણોથી નહીં પણ તેના 'વર્ગ' થી નક્કી થશે. આ અમાનવીય પરિવર્તનમાં કોણ બચશે અને કોણ 'માલિકો' ના શાસન હેઠળ કચડાશે? આ ભયાનક વાસ્તવિકતા હચમચાવી દે તેવી છે
taliban slavery law 2026   તાલિબાન સરકારનો નવો ફરમાન  ગુલામી પ્રથાને આપી કાયદેસરની મંજૂરી
Advertisement
  • સુપ્રીમ લીડર અખુંદઝાદાએ નવા ફોજદારી કોડને આપી સત્તાવાર મંજૂરી ( Taliban Slavery Law 2026 )
  • કાયદામાં 'ગુલામ' અને 'માલિક' શબ્દોનો ઉપયોગ કરી પ્રથાને મળી માન્યતા
  • સમાજને 4 અસમાન વર્ગોમાં વહેંચી મુલ્લા-મૌલવીઓને સજામાંથી મળી મુક્તિ
  • સમાન ગુના માટે વર્ગના આધારે અલગ-અલગ સજાની ભયાનક જોગવાઈ

અફઘાનિસ્તાનમાં તાલિબાન વહીવટીતંત્રે ( Taliban Administration) માનવતાને શર્મસાર કરતો એક આંચકાજનક નિર્ણય લીધો છે. સેંકડો વર્ષો પહેલા જે ગુલામી પ્રથા (Slavery) દુનિયામાંથી નાબૂદ થઈ ગઈ હતી, તેને તાલિબાને સત્તાવાર રીતે ફરી જીવંત કરી છે. તાલિબાનના સુપ્રીમ લીડર હિબતુલ્લાહ અખુંદઝાદાએ (Hibatullah Akhundzada) જાન્યુઆરી 2026 માં નવી ફોજદારી કાર્યપદ્ધતિ સંહિતા ( Criminal Procedure Code) ને મંજૂરી આપી છે, જે ગુલામીને સીધી રીતે માન્યતા આપે છે.

Taliban Slavery Law 2026 :  સમાજનું ચાર વર્ગોમાં વિભાજન

રાવદારી ( Rawadari) નામની માનવાધિકાર સંસ્થાના અહેવાલ મુજબ, આ નવા કાયદાની કલમ 9 અફઘાન સમાજને ચાર અસમાન શ્રેણીઓમાં વહેંચે છે: ઉલેમા (Ulema) અશરફ [Ashraf], મધ્યમ વર્ગ અને નીચલો વર્ગ. આ કાયદાકીય દસ્તાવેજોમાં "ગુલામ" [Slave] અને "માલિક" (Master) જેવા શબ્દોનો સરેઆમ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આધુનિક યુગમાં અકલ્પનીય છે.

Advertisement

મુલ્લા-મૌલવીઓને ગુનાઓમાંથી મુક્તિ

આ નવા સંહિતાની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ એ છે કે તે ધાર્મિક નેતાઓ, મુલ્લાઓ અથવા મૌલવીઓને કાયદાથી ઉપર રાખે છે. જો કોઈ ઉચ્ચ વર્ગનો વ્યક્તિ ગુનો કરે છે, તો તેને સજાને બદલે માત્ર ચેતવણી આપીને છોડી દેવામાં આવશે. જ્યારે નીચલા વર્ગના લોકો અને "ગુલામો" ને સમાન ગુના માટે જેલ અને ક્રૂર શારીરિક સજા [Physical Punishment] ભોગવવી પડશે.

Advertisement

માનવાધિકાર સંગઠનોની ચેતવણી

વિશ્વભરના માનવાધિકાર જૂથોએ આ કાયદાને "મધ્ય યુગ કરતાં પણ બદતર" ગણાવ્યો છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ એટર્ની જનરલ મોહમ્મદ ફરીદ હમીદીએ [Mohammad Farid Hamidi] જણાવ્યું હતું કે આ કાયદો માનવ ગૌરવ (Human Dignity) પર સીધો હુમલો છે. આ ફેરફાર મહિલાઓ [Women's Rights], બાળકો અને લઘુમતીઓના અધિકારો પર પહેલેથી જ લદાયેલા પ્રતિબંધોને વધુ મજબૂત બનાવશે.

મહિલાઓના અધિકારો પર પહેલેથી જ તરાપ

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2025 માં તાલિબાને મહિલાઓ દ્વારા લખાયેલા 140 પુસ્તકો [Books Ban] પર પ્રતિબંધ મૂક્યો હતો અને શરિયા કાયદાના [Sharia Law] નામે શિક્ષણના અનેક વિષયો બંધ કરી દીધા હતા. હવે ગુલામીને કાયદેસર બનાવીને તાલિબાને અફઘાનિસ્તાનને ફરી એકવાર અંધકાર યુગમાં ધકેલી દીધું છે.

આ પણ વાંચો :  ઈરાન-અમેરિકા જંગમાં નવો વળાંક: UAE એ હવાઈ અને જળ માર્ગ વાપરવા માટે લગાવી પાબંધી

Tags :
Advertisement

.

×