Israel-US ના હુમલાથી Iran ને રશિયા બચાવશે? RSC એ કહ્યુ- ટ્રમ્પે દેખાડયો અસલી રંગ
. ટ્રમ્પે (Trump) ફરીથી પોતાનો અસલી રંગ દેખાડયો: રશિયા
. ઈરાન (Iran) પર હુમલા ખતરનાક અને અસ્થિર કરનારું પગલું
. શું ઈરાન યુદ્ધ પ્રાદેશિક સંઘર્ષ સુધી મર્યાદીત રહેશે કે આગળ વધશે?
Israel-Iran War: અમેરિકા (US) અને ઈઝરાયલ (Israel) ના સંયુક્ત સૈન્ય હુમલા બાદ વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટની સ્થિતિ છે. રાજધાની તહેરાન (Tehran) માં ઘણાં વિસ્ફોટો અને આખા ઈરાન (Iran) માં હુમલાના અહેવાલ વચ્ચે રશિયા (Russia) દ્વારા આકરી પ્રતિક્રિયા સામે આવી છે. રશિયાની સિક્યુરિટી કાઉન્સિલ (Russian Security Council) ના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે (Damitri Medvadev) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર સીધો હુમલો કરતા કહ્યુ છે કે ટ્રમ્પે ફરી એકવાર પોતાનો અસલી રંગ દેખાડયો છે.
રશિયાની સિક્યુરિટી કાઉન્સિલના ઉપાધ્યક્ષ મેદવેદેવે (Medvadev) કટાક્ષ કરતા કહ્યુ છે કે ખુદને શાંતિ નિર્માતા ગણાવતા ટ્રમ્પે ફરી સૈન્ય માર્ગ અખત્યાર કર્યો છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે અમેરિકા અને ઈઝરાયલે શનિવારે ઈરાનની વિરુદ્ધ મોટું અભિયાન શરૂ કર્યું. શરૂઆતના હુમલાના અહેવાલ તહેરાનથી આવ્યા, જ્યાં સુપ્રીમ લીડર અલી ખામેનેઈ (Ali Khamenai) ના કાર્યાલય પાસે વિસ્ફોટની માહિતી મળી. ઈરાની મીડિયાના જણાવ્યા મુજબ, દેશના ઘણાં હિસ્સાઓમાં હવાઈ હુમલા થયા અને રાજધાની તહેરાનની ઉપર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે.
Israel Attacks Iran : Israel નો Iran પર મોટો હુમલો, અનેક શહેરોમાં રોકેટ-મિસાઈલથી ધમાકા
ઈરાન પર ઈઝરાયલનો મોટો હુમલો
ઈરાનના 30થી વધુ સ્થળો પર હુમલો
તહેરાનમાં રાષ્ટ્રપતિ ભવન પર પણ હુમલો
કેટલાક મંત્રીઓના ઘર પર થયા હુમલા
ગુપ્તચર એજન્સીના ઓફિસ પર કરાયો હુમલો#iranisraelwar… pic.twitter.com/bsaan8X2Ce— Gujarat First (@GujaratFirst) February 28, 2026
આ પણ વાંચો: આખી સેનાની જેમ તબાહી મચાવનારા USS અબ્રાહમ લિંકનથી US-Isreal નો Iran પર હુમલો
Trump ની સીધી વાત
ટ્રમ્પે સોશયલ મીડિયા પર જાહેર કરેલા વીડિયો સંદેશમાં પણ કહ્યુ છે કે અમેરિકાની સેનાએ ઈરાન પર મોટું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. તેમનો આરોપ છે કે ઈરાન સતત પોતાના પરમાણુ કાર્યક્રમને આગળ વધારી રહ્યું છે અને એવી મિસાઈલ વિકસિત કરી રહ્યું છે કે અમેરિકા સુધી પહોંચી શકે છે. ટ્રમ્પનું કહેવું છે કે આ કાર્યવાહી અમેરિકાની જનતાની સુરક્ષા માટે જરૂરી હતી.
President Donald J. Trump on the United States military combat operations in Iran: pic.twitter.com/LimJmpLkgZ
— The White House (@WhiteHouse) February 28, 2026
આ પણ વાંચો: Israel-Iran War: ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધે વધાર્યું ભારતનું ટેન્શન, જાણો કારણ
મેદવેદેવનું નિવેદન રશિયાની આકરી ચેતવણી
રશિયાએ જોકે આ આખા અભિયાનને ખતરનાક અને અસ્થિર કરનારું પગલું ગણાવ્યું છે. મેદવેદેવનું નિવેદન મૉસ્કોની આકરી ચેતવણી તરીકે જોવાઈ રહ્યું છે. વિશ્લેષકોનું માનવું છે કે રશિયાનું આ વલણ સંકેત આપે છે કે તે ઈરાનની વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીનું ખુલીને સમર્થન નહીં કરે અને કૂટનીતિક મોરચા પર અમેરિકાને ઘેરવાની કોશિશ કરી શકે છે.
હુમલાથી પહેલા અમેરિકાએ મધ્ય-પૂર્વમાં મોટા પ્રમાણમાં સૈન્ય તેનાતી કરી હતી અને ઘણીવાર ઈરાનને પણ સમજૂતી માટે ચેતવણી આપી હતી. હવે રશિયાની આકરી પ્રતિક્રિયા બાદ આ સંકટ વધુ જટિલ દેખાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર એ વાત પર છે કે શું આ ટકરાવ મર્યાદીત રહેશે કે ફરી મોટો પ્રાદેશિક સંઘર્ષ છેડાશે. ઈરાન પર અમેરિકાના દબાણ વચ્ચે રશિયા તરફથી સતત ટ્રમ્પને ચેતવણી અપાઈ રહી હતી.
The peacekeeper is at it again. The talks with Iran were just a cover. Everyone knew that. So who has more patience to wait for the enemy’s sorry end now? The US is just 249 years old. The Persian Empire was founded over 2500 years ago. Let’s see what happens in 100 years or so…
— Dmitry Medvedev (@MedvedevRussiaE) February 28, 2026
આ પણ વાંચો: Israel ના હુમલામાં Iran ના સેનાધ્યક્ષ આમિર હાત્મી અને ન્યાય પ્રમુખ મોહસની અજઈના મોત


