Israel ના હુમલામાં Iran ના સેનાધ્યક્ષ આમિર હાત્મી અને ન્યાય પ્રમુખ મોહસની અજઈના મોત
. પરમાણુ કરારને લઈને ઈરાન પર સૈન્ય દબાણ યુદ્ધમાં ફેરવાયું
. ઈરાનના આર્મી ચીફ, ન્યાય પ્રમુખના ઈઝરાયલી હુમલામાં મોત
. ઈરાને પણ વળતી કાર્યવાહીમાં મિસાઈલ હુમલા શરૂ કર્યા
Israel-Iran War: અમેરિકા (US) સાથે મળીને ઈઝરાયલે (Israel) ઈરાન (Iran) પર ભીષણ હુમલા કર્યા છે. આના પહેલા જૂનમાં પણ ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા હત અને અમેરિકા યુદ્ધમાં કૂદી પડયું હતું. ઈઝરાયલે શનિવારે ઈરાનની રાજધાની તહેરાન (Tehran) પર હુમલા કર્યા, જેના પછી શહેરના મધ્ય વિસ્તારમાં ધુમાડાના ગુબ્બારા ઉઠતા દેખાયા હતા.
હુમલો એવા સમયે થયો છે કે જ્યારે અમેરિકાએ ઈરાન પર તેના પરમાણુ કાર્યક્રમોને લઈને સમજૂતી માટે દબાણ માટે ક્ષેત્રમાં યુદ્ધવિમાનો અને યુદ્ધજહાજોના મોટા કાફલાને તેનાત કર્યો છે.
આ દરમિયાન મોટા અહેવાલ સામે આવ્યા છે કે ઈઝરાયલના હુમલામાં ઈરાનના કમાન્ડર ઈન ચીફ આમિર હાત્મી (Amir Hatami) નું મોત નીપજ્યું છે. આ સિવાય ઈરાનની ન્યાયપાવિકાના પ્રમુખ ગુલામ હુસૈન મોહસની એજઈ (Gholam-Hossein Mohseni-Eje'i) નું પણ મોત નીપજ્યું છે. જો કે આ અહેવાલની હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો: US Israel Iran War: ઈરાનની મિસાઈલો માટીમાં મિલાવીશું, સરન્ડર કરે IRGC, ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા
મહત્ત્વપૂર્ણ છે કે ગુલામ હુસૈન મોહસની એજઈ ઈરાનની ન્યાય વ્યવસ્થા સૌથી શક્તિશાળી પદોમાંથી એક પર હતા અને વિરોધ પ્રદર્શનો પર કડક કાર્યવાહી માટે જાણીતા હતા.
તાજેતરના વર્ષોમાં તેમણે દેખાવકારો વિરુદ્ધ કડક સજા આપવાની વાત કહી હતી. જણાવવામાં આવે છે કે તાજેતરના હુમલામાં ઘણાં સરકારી અને સુરક્ષા ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. પરંતુ ઈરાન તરફથી હાલ કોઈ મોટા અધિકારીના માર્યા જવાની પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: આખી સેનાની જેમ તબાહી મચાવનારા USS અબ્રાહમ લિંકનથી US-Isreal નો Iran પર હુમલો
Iran ના વળતા હુમલા
ઈરાને વળતી કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટ્સ મુજબ, ઈઝરાયલ તરફથી પહેલી લહેરામાં લગભગ 30 બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે. માનવામાં આવે છે કે ઈરાન તરફથી અત્યાર સુધીમાં સૌથી મોટા વળતા હુમલાની શક્યતા છે.
ઈઝરાયલે એલર્ટ લંબાવી દીધું છે અને લોકોને સુરક્ષિત સ્થાનો પર જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સંરક્ષણ સિસ્ટમને એક્ટિવ કરી દેવામાં આવી છે અને આગળ વધુ હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Israel-Iran War: ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધે વધાર્યું ભારતનું ટેન્શન, જાણો કારણ


