ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Tariff War : ભારત સહિત આ દેશોમાં ટેરિફ ઘટશે? ડોનાલ્ડ ટ્રમ્પ લઈ શકે મોટો નિર્ણય

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વેપારનીતિઓને લઈને ચર્ચામાં ટ્રમ્પે ભારત સાહિર આ દેશો સાથે શરૂ કરી ચર્ચા ભારત સહિત આ દેશોમાં ટેરિફ ઘટશે Tariff War : ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમની વેપાર નીતિઓને લઈને ચર્ચાઓમાં છે. આ વખતે તેમણે નવી...
03:31 PM Apr 05, 2025 IST | Hiren Dave
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વેપારનીતિઓને લઈને ચર્ચામાં ટ્રમ્પે ભારત સાહિર આ દેશો સાથે શરૂ કરી ચર્ચા ભારત સહિત આ દેશોમાં ટેરિફ ઘટશે Tariff War : ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમની વેપાર નીતિઓને લઈને ચર્ચાઓમાં છે. આ વખતે તેમણે નવી...
Donald Trump

Tariff War : ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમની વેપાર નીતિઓને લઈને ચર્ચાઓમાં છે. આ વખતે તેમણે નવી ટેરિફ (Tariff War)નીતિ હેઠળ ભારત, ઇઝરાયલ અને વિયેતનામ જેવા મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદારો સાથે વાટાઘાટો શરૂ કરી દીધી છે. 2 એપ્રિલ, 2025 ના રોજ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)ભારત, ઇઝરાયલ અને વિયેતનામ પર નવી આયાત જકાત (ટેરિફ) ની જાહેરાત કરી, જે 9 એપ્રિલથી અમલમાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત મુજબ, ભારત પર 26%, વિયેતનામ પર 46% અને ઇઝરાયલ પર 17% ટેરિફ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પનો તર્ક છે કે આ નીતિ પારસ્પરિક વેપારના સિદ્ધાંત પર આધારિત છે, જ્યાં જેટલું અમેરિકા કોઈ દેશમાંથી આયાત કરે છે તેના કરતા ઓછી અથવા તેના જેટલી નિકાસ થવી જોઈએ.

ભારત સહિત ત્રણ દેશો સાથે વાત કરી રહ્યા છે ટ્રમ્પ

માહિતી મુજબ, અમેરિકા ભારત, ઇઝરાયલ અને વિયેતનામના પ્રતિનિધિઓ સાથે સક્રિય વેપાર વાટાઘાટો કરી રહ્યું છે. ટ્રમ્પ ઇચ્છે છે કે સમયમર્યાદા પહેલા એક કરાર થાય જેથી ટેરિફ ટાળી શકાય. ટ્રમ્પની ટ્રુથ સોશિયલ પોસ્ટ અનુસાર, વિયેતનામ કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરીએ કહ્યું છે કે જો અમેરિકા સાથે કોઈ કરાર થાય છે, તો તેઓ તેમના ટેરિફ શૂન્ય સુધી ઓછા કરવા તૈયાર છે. આ એક સંકેત છે કે વિયેતનામ આ સોદા અંગે લવચીક વલણ અપનાવી શકે છે.

આ પણ  વાંચો -Nepalમાં ધરા ધ્રુજી, યુપી-ઝારખંડ-હિમાચલમાં પણ ભૂકંપની અસર

ટેરિફ પર ભારતનું વલણ

આ ટેરિફ ભારત માટે ખાસ કરીને પડકારજનક છે કારણ કે અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. 26 ટકા આયાત કર ભારતીય ઉદ્યોગો પર, ખાસ કરીને કાપડ, આઇટી અને ફાર્મા જેવા ક્ષેત્રો પર ઊંડી અસર કરી શકે છે. ઇઝરાયલ વિશે વાત કરીએ તો, ઇઝરાયલી અધિકારીઓએ પહેલાથી જ ચિંતા વ્યક્ત કરી છે કે યુએસ ટેરિફ ઇઝરાયલી કંપનીઓની સ્પર્ધાત્મકતાને નુકસાન પહોંચાડી શકે છે. આ કારણે, કેટલીક કંપનીઓ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવાનું વિચારી શકે છે.

આ પણ  વાંચો -Thailand બાદ PM મોદી પહોંચ્યા Sri Lanka, જાણો આ મુલાકાત ભારત માટે કેમ છે ખાસ

ટ્રમ્પની 'ડીલ મેકિંગ' રણનીતિ

ડોનાલ્ડ ટ્રમ્પે હંમેશા ડીલ મેકર તરીકેની પોતાની છબી જાળવી રાખી છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે દરેક દેશ અમને કૉલ કરી રહ્યો છે. એ જ અમારી સુંદરતા છે, આપણે આપણી જાતને ડ્રાઇવરની સીટ પર રાખીએ છીએ. તેમનું માનવું છે કે ટેરિફ દબાણનું એક સાધન છે, જેના દ્વારા દેશોને વાટાઘાટોના ટેબલ પર લાવી શકાય છે.

ટેરિફ અથવા ટેકનોલોજી પર આપ્યું TikTok ઉદાહરણ

ડોનાલ્ડ ટ્રમ્પે TikTok નું ઉદાહરણ આપતા કહ્યું કે ચીન જેવા દેશો પણ ટેરિફના બદલામાં સમાધાન કરવા તૈયાર થઈ શકે છે. આ વ્યૂહરચના ફક્ત વ્યવસાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને ટેકનોલોજી કંપનીઓ સુધી પણ વિસ્તરે છે. આ ઉપરાંત, ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે જે દેશ પહેલા વાટાઘાટો કરશે તે જીતશે, જે છેલ્લે વાટાઘાટો કરશે તે હારશે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે અમેરિકા તરફથી સ્પષ્ટ સંદેશ છે: ઝડપથી સમાધાન કરો અથવા નુકસાન સહન કરો.

આ પણ  વાંચો -મ્યાનમાર બાદ પાપુઆ ન્યૂ ગિનીમાં આવ્યો ભયાનક ભૂકંપ

ચીન અને કેનેડા તરફથી પ્રતિક્રિયા

જ્યારે કેટલાક દેશો વાટાઘાટોની તૈયારી કરી રહ્યા છે, ત્યારે ચીન અને કેનેડાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ યુએસ ટેરિફ સામે જવાબી કાર્યવાહી કરશે. આનાથી સંભવિત વેપાર યુદ્ધનું વાતાવરણ સર્જાઈ શકે છે.

Tags :
Air Force Oneamerica presidentApril 9 deadlinebackgroundChina Canada tariffsDonald TrumpEric Trump postIndia tariffreciprocal policytarifftariff newsTikTok negotiationstrade talksTrump tariffs reportTrump trade talksUS tariff deadlineVietnam tariffWhite-HouseWorld News In HIndi
Next Article