Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Elon Musk ભારતીય વૈજ્ઞાનિકથી પ્રભાવિત, સંતાનના નામમાં દેખાઇ ઝલક

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક તેમને ભારતીય પ્રત્યેના પ્રેમ, આદર અને લાગણીને અગાઉ અનેક વખત ઉજાગર કરી ચૂક્યા છે. તાજેતરમાં તેમનો ભારતીય વૈજ્ઞાનિક પ્રત્યેને પ્રેમ અને આદર ઉજાગર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. તેમણે પોતાના સંતાનનું નામ ભારતી વૈજ્ઞાનિકથી પ્રેરાઇના રાખ્યું હોવાનું પોતાના ટ્વીટર એકાઉન્ટ પર જણાવ્યું છે. જેને લઇને ચર્ચાઓ જાગી છે.
elon musk ભારતીય વૈજ્ઞાનિકથી પ્રભાવિત  સંતાનના નામમાં દેખાઇ ઝલક
Advertisement
  • એલોન મક્સ ભારતીય વૈજ્ઞાનિકથી અત્યંત પ્રભાવિત
  • સંતાનના નામમાં વૈજ્ઞાનિકની ઝલક જોવા મળી
  • મસ્કના પત્ની અડધા ભારતીય હોવાનું તેઓ અગાઉ જણાવી ચૂક્યા છે

Elon Musk Name Son After Indian Scientist : દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે પોતાના પુત્રનું નામ ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X - ટ્વીટર પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે. ટેસ્લાના એક હેન્ડલે એલોન મસ્કનો તેમના બે બાળકો સાથેનો ફોટો શેર કર્યો છે. જેનો એલોન મસ્ક દ્વારા જવાબ આપવામા આવ્યો છે.

Advertisement

નામ અને તે પાછળનું રહસ્ય

પોતાની X ટ્વીટર પોસ્ટમાં, મસ્કે લખ્યું, "હું મારા પુત્ર, સ્ટ્રાઇડર શેખર (એરાગોર્ન અને મહાન ભારતીય વૈજ્ઞાનિક ચંદ્રશેખરના નામ પરથી) અને મારી પુત્રી, કોમેટ એઝ્યુર સાથે છું, જેનું નામ એલ્ડેન રિંગના સૌથી શક્તિશાળી જાદુના નામ પરથી રાખવામાં આવ્યું છે."

Advertisement

ભારતીયોએથી અમેરિકાને ખૂબ ફાયદો

એલોન મસ્કે અગાઉ એક શોમાં જણાવ્યું હતું કે, તેમના જીવનસાથી, શિવોન, અડધા ભારતીય છે, અને તેથી જ પુત્રનું મધ્યનું નામ (Middle Name) પ્રખ્યાત વૈજ્ઞાનિક ચંદ્રશેખરના નામ પરથી શેખર રાખવામાં આવ્યું છે. એલોન મસ્કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય વ્યાવસાયિકોની પણ પ્રશંસા કરતા કહ્યું હતું કે, ભારતીય પ્રતિભાએ યુનાઇટેડ સ્ટેટ્સને ખૂબ ફાયદો પહોંચાડ્યો છે.

શિવાનનું પૈતૃક ઘર આજે પણ ભારતમાં

એલોન મસ્કના જીવનસાથી, શિવોન, કેનેડામાં ઉછર્યા હતા, અને તેમનું પૈતૃક ઘર ભારતમાં છે. શિવોન ટેકનોલોજી અને આર્ટિફિશનયલ ઇન્ટેલિજન્સમાં નિષ્ણાત છે. તેઓ વર્ષ 2017 થી ન્યુરાલિંક માટે કામ કરી રહ્યા છે, અને હાલમાં કંપનીના ઓપરેશન્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર છે.

મસ્કની નજીક કોઇ નથી

અત્રે નોંધનીય છે કે, એલોન મસ્ક હાલમાં વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પ્રથમ ક્રમે છે. તેમની નજીક પણ કોઈ નથી. એલોન મસ્કની સંપત્તિ 713 બિલિયન અમેરિકન ડોલર છે. એલોન મસ્ક વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ કરતા લગભગ અઢી ગણા આગળ છે. એલોન મસ્ક ટેસ્લા, સ્ટારલિંક, ન્યુરાલિંક અને X સહિત અનેક કંપનીઓના માલિક છે.

ભારતીય વૈજ્ઞાનિકની ટૂંક વિગત

સુબ્રમણ્યમ ચંદ્રશેખર એક ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક હતા. તારાઓની રચના અને ઉત્ક્રાંતિ માટે મહત્વપૂર્ણ ભૌતિક પ્રક્રિયાઓ પરના સંશોધન માટે તેમને 1983 માં વિલિયમ એ. ફાઉલર સાથે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -----  વિશ્વભરમાં ભારતના અર્થતંત્રની ગતિ તેજ, UN નો અહેવાલ સામે આવ્યો

Tags :
Advertisement

.

×