ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PAKISTAN માં ભયંકર આતંકી હુમલો, આતંકવાદીઓએ 23 લોકોની ગોળી મારીને હત્યા કરી

PAKISTAN માંથી હવે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. PAKISTAN માં આતંકવાદી હુમલાની ઘટના સામે આવી છે. PAKISTAN ના અશાંત બલૂચિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છે. સ્થાનિક અહેવાલો અનુસાર, આ હુમલામાં આતંકીઓ દ્વારા બસમાં સવાર મુસાફરોને નીચે ઉતારીને ઓળખ...
11:53 AM Aug 26, 2024 IST | Harsh Bhatt
PAKISTAN માંથી હવે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. PAKISTAN માં આતંકવાદી હુમલાની ઘટના સામે આવી છે. PAKISTAN ના અશાંત બલૂચિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છે. સ્થાનિક અહેવાલો અનુસાર, આ હુમલામાં આતંકીઓ દ્વારા બસમાં સવાર મુસાફરોને નીચે ઉતારીને ઓળખ...

PAKISTAN માંથી હવે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. PAKISTAN માં આતંકવાદી હુમલાની ઘટના સામે આવી છે. PAKISTAN ના અશાંત બલૂચિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છે. સ્થાનિક અહેવાલો અનુસાર, આ હુમલામાં આતંકીઓ દ્વારા બસમાં સવાર મુસાફરોને નીચે ઉતારીને ઓળખ પૂછીને 23 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

23 લોકોને મારી ગોળી, 10થી વધુ વાહનોને ચાંપી આગ

PAKISTAN ના અશાંત બલૂચિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છે. મળતી માહિતીના અનુસાર, મુસાખેલ જિલ્લાના રારાશમમાં હાઈવેને બ્લોક કરી આતંકીઓએ બસને આંતરી હતી. બસમાં સવાર મુસાફરોને નીચે ઉતારીને ઓળખ પૂછીને 23 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના હત્યા થયેલાં લોકો પંજાબના નિવાસી છે. હુમલાખોરોએ 10થી વધુ વાહનોને આગ લગાવી દીધી હતી, જે શંકાસ્પદ રીતે પંજાબના લોકોને નિશાન બનાવવાનું સંકેત આપે છે. આ વર્ષની શરૂઆતમાં, નોશકી નજીક બંદૂકધારીઓએ મુસાફરોને એઆઈડી કાર્ડની તપાસ કર્યા બાદ ગોળી મારીને હત્યા કરી હતી.

પહેલા પણ બની છે આવી ઘટના

બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ આતંકવાદી ઘટનાની કડક નિંદા કરી છે. તેમણે કહ્યું કે, આતંકવાદીઓ અને તેમના મદદગારોને બક્ષવામાં આવશે નહીં. બલૂચિસ્તાન સરકાર ગુનેગારોને સજા આપવાનું ચાલુ રાખશે. અહી ઉલ્લેખનીય છે કે, માર્યા ગયેલા તમામ 23 લોકો પંજાબ પ્રાંતના વતની હતા અને આ પ્રકારે જ 4 માસ અગાઉ નોશકીમાં પંજાબના 9 લોકોને બસમાંથી ઉતારીને આઈડી જોઈને બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. વધુમાં ગયા વર્ષે ગયા વર્ષે ઓક્ટોબરમાં બલૂચિસ્તાનના કેચ જિલ્લાના તુર્બતમાં પંજાબના છ મજૂરોની અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી હતી, જેમાં બધા દક્ષિણ પંજાબના જુદા જુદા વિસ્તારના હતા.

આ પણ વાંચો : 102 માં જન્મદિવસ પર હજારો ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવી, જુઓ વીડિયો

Tags :
PakistanPAKISTAN ATTACKPakistan Terrorist attackPunjabPUNJAB ATTACK
Next Article