ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Tesla News: Elon Musk ની ટેસ્લા પ્લાન્ટ ભારતમાં સ્થાપવાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન

ટ્રમ્પે કહ્યું કે મસ્કનું આ પગલું અમેરિકા માટે યોગ્ય નથી. ભારતમાં કાર પર ઊંચા ટેરિફનો ઉલ્લેખ કર્યો ભારતમાં રોકાણ કરવા તૈયાર   Tesla India News: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક (Elon Musk...
03:47 PM Feb 20, 2025 IST | Hiren Dave
ટ્રમ્પે કહ્યું કે મસ્કનું આ પગલું અમેરિકા માટે યોગ્ય નથી. ભારતમાં કાર પર ઊંચા ટેરિફનો ઉલ્લેખ કર્યો ભારતમાં રોકાણ કરવા તૈયાર   Tesla India News: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક (Elon Musk...
Donald Trump on tesla in india

 

Tesla India News: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક (Elon Musk tesla india)સાથેની તેમની મુલાકાત અંગે ઘણી ચર્ચા થઈ હતી. પીએમ મોદીને મળ્યા પછી એલન મસ્ક ટેસ્લા દ્વારા ભારતમાં રોકાણ કરવા તૈયાર છે. હવે આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું (Donald Trump on tesla in india)નિવેદન સામે આવ્યું છે.

એલન મસ્કની ટેસ્લાનું ભારત જવું યોગ્ય નથી

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે એલન મસ્કની ટેસ્લાનું ભારત જવું યોગ્ય નથી. ભારત દ્વારા ટેરિફમાં નોંધપાત્ર વધારો કરવાના પગલા વચ્ચે ભારતમાં ફેક્ટરી સ્થાપવી એ ખૂબ જ અયોગ્ય પગલું હશે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેસ્લાના સીઈઓ વચ્ચેની મુલાકાત બાદ આવી છે.

આ પણ   વાંચો-અમેરિકાના એરિઝોનામાં હવામાં બે વિમાનો એકબીજા સાથે અથડાયા, 2 લોકોના મોત

ભારતમાં કાર વેચવી વ્યવહારીક રીતે અશક્ય છે: ટ્રમ્પ

ટ્રમ્પે ભારતના ઊંચા ટેરિફ દરો વિશે વાત કરતી વખતે આ વાત કહી હતી. ટ્રમ્પે કહ્યું કે દરેક દેશે ટેરિફ લગાવીને અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે. તેમણે ભારતમાં કાર પરના ટેરિફનું ઉદાહરણ આપીને શરૂઆત કરી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતમાં કાર વેચવી વ્યવહારીક રીતે અશક્ય છે. મને ખબર નથી કે આ સાચું છે કે નહીં, પણ મને એવું લાગે છે. જો મસ્ક ભારતમાં ફેક્ટરી સ્થાપવા માંગે છે તો તે ઠીક છે, પણ અમેરિકા માટે અયોગ્ય પણ છે.

આ પણ   વાંચો-અમેરિકા-રશિયાની યુદ્ધવિરામ બેઠક બાદ ઝેલેન્સકીએ સાઉદીની મુલાકાત રદ કરી

ગુજરાતથી દેશમાં ઈમ્પોર્ટ થઈ શકે છે ટેસ્લા

ઉલ્લેખનીય છે કે ટેસ્લાએ ભારતમાં ભરતીની જાહેરાત કરી દીધી છે.નવી દિલ્હી અને મુંબઈમાં શોરૂમ માટે સ્થાનો પણ શોધી કાઢ્યા છે. ટુંક સમયમાં ટેસ્લા ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે. જો કે હાલમાં તો જર્મનીના બર્લિન શહેરના પ્લાન્ટથી દેશમાં કાર ઈમ્પોર્ટ થશે. જે માટે ગુજરાત અને મુંબઈના પોર્ટ પરથી દેશમાં કાર ઈમ્પોર્ટ થઈ શકે છે.

 

Tags :
Donald Trump on tesla in indiaElon Musk tesla indiaMusk to invest in indiatesla enter indiaTesla Factory in Indiawhen tesla come india
Next Article