Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Thailand Two Indian Youths Rescued : થાઈલેન્ડમાં ભારતીય યુવકોના અપહરણનો પ્રયાસ, 60 લાખની માગી હતી ખંડણી

Thailand Two Indian Youths Rescued : થાઈલેન્ડના પટાયામાં 06 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતીય યુવકને બંધક બનાવવાની ઘટના સામે આવી છે. સ્થાનિક માધ્યમથી મળેલી માહિતી મુજબ થાઈલેન્ડમાં બે ભારતીય યુવકોના અપહરણનો બનાવ સામે આવ્યો હતો. અપહરણકારોએ અંદાજે 60 લાખ રૂપિયાની ખંડણી માગી હતી અને પરિવારજનો પાસેથી પૈસા મંગાવવા માટે દબાણ કરવામાં આવતું હતું.
thailand two indian youths rescued    થાઈલેન્ડમાં ભારતીય યુવકોના અપહરણનો પ્રયાસ  60 લાખની માગી હતી ખંડણી
Advertisement
  • Thailand Two Indian Youths Rescued : પટાયાના લક્ઝરી કોન્ડોમાં બંધક બનાવાયા હતા
  • અપહરણકારોએ 60 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી
  • ભારતમાં રહેલી માતાને પૈસા મોકલવા દબાણ કર્યું હતું
  • માતાએ ભયભીત થઈને ઇન્ડિયન એસોસિએશનને જાણ કરી
  • ભારતીય સમુદાયના પ્રમુખે તાત્કાલિક ચોનબુરી પોલીસને લોકેશન આપ્યું

Thailand Two Indian Youths Rescued : થાઈલેન્ડના પટાયામાં 06 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતીય યુવકને બંધક બનાવવાની ઘટના સામે આવી છે. સ્થાનિક માધ્યમથી મળેલી માહિતી મુજબ થાઈલેન્ડમાં બે ભારતીય યુવકોના અપહરણનો બનાવ સામે આવ્યો હતો. અપહરણકારોએ અંદાજે 60 લાખ રૂપિયાની ખંડણી માગી હતી અને પરિવારજનો પાસેથી પૈસા મંગાવવા માટે દબાણ કરવામાં આવતું હતું.

Thailand Two Indian Youths Rescued :  લક્ઝરી કોન્ડોમાં બંધક બનાવાયા હતા

માહિતી મળતા જ ભારતીય સમુદાયના પ્રતિનિધિઓએ તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી. પોલીસએ ઝડપથી કાર્યવાહી કરીને સંદિગ્ધોને પકડી પાડ્યા અને બંને યુવકોને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા. હાલ બંને સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવાયું છે.

Advertisement

સમુદાયના સભ્યોએ કહ્યું કે સમયસર માહિતી આપવાથી અને પોલીસ સાથે સંકલનથી આ બચાવ શક્ય બન્યો. પોલીસ તરફથી આગળની કાનૂની કાર્યવાહી અને વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

અપહરણકારોએ 60 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી

7 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રે 01:19 વાગ્યે રિજનલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો 2 ના કમાન્ડરને માહિતી મળી કે બે ભારતીય પ્રવાસીઓને તેમની જ દેશના ગેંગ દ્વારા પ્રતામનાક વિસ્તારમાં આવેલા એક લક્ઝરી કોન્ડોમાં બંધક બનાવવામાં આવ્યા છે. આરોપીઓએ ભારતમાં રહેલી તેમની માતાને લગભગ 60 લાખ રૂપિયા (અંદાજે 20 લાખ થાઈ બાથ) મોકલવા કહ્યું, રકમ આપશો તો મુક્ત કરી દેવાની વાત કરી.

તપાસ ટીમે ચોનબુરી ઇમિગ્રેશન પોલીસ સાથે મળીને યોજના બનાવી. બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડ દ્વારા દરવાજો ખટખટાવવામાં આવ્યો. દરવાજો ખૂલતા જ પોલીસ તાત્કાલિક અંદર ઘૂસી ગઈ. પીડિતોના હાથ બાંધેલા હતા અને મારપીટના નિશાન જોવા મળ્યા. પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય આરોપી ફરાર થઈ ગયો છે.

ચોનબુરી ઇમિગ્રેશન પોલીસ સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું

પીડિતોએ જણાવ્યું કે તેમને હોટલ પાસે રોકી જબરદસ્તી કારમાં બેસાડીને 16મા માળે રૂમમાં લઈ જઈ બંધક બનાવ્યા. ત્યાં તેમને માર મારવામાં આવ્યો અને માતાને ફોન કરીને પૈસા મોકલવા દબાણ કરાયું. માતાને ભય હતો કે તેમના દીકરાને મારી નાખવામાં આવશે, તેથી તેમણે ચોનબુરી ઇન્ડિયન એસોસિએશનના પ્રમુખનો સંપર્ક કર્યો, જેમણે પોલીસને લોકેશન આપી. પોલીસ સમયસર પહોંચી અને બચાવ કર્યો.

પ્રારંભિક રીતે આરોપીઓ સામે ખંડણી માંગવી, ગેરકાયદેસર રીતે કેદ રાખવું અને મારપીટ કરવાનો ગુનો દાખલ કર્યો છે. આગળની કાનૂની કાર્યવાહી માટે તેમને પટાયા સિટી પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યા છે. પર્યટન શહેર સુરક્ષિત રહે તે માટે પોલીસ ફરાર મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : DGCA : બારામતી દુર્ઘટના બાદ એરવિએશન સેફ્ટી પર ભાર, 400 અનિયંત્રિત એરફિલ્ડ્સ તપાસ હેઠળ

Tags :
Advertisement

.

×