Thailand Accident : થાઈલેન્ડમાં 11 વર્ષના બાળકે પિકઅપ ટ્રક ચલાવી 9 બૌદ્ધ ભિક્ષુકોને કચડી નાખ્યા
Thailand Accident : થાઈલેન્ડમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતમાં 9 બૌદ્ધ ભિક્ષુઓના કરુણ મોત નીપજ્યા છે. તીર્થયાત્રા પર નીકળેલા ભિક્ષુઓના જૂથને 11 વર્ષના એક સગીર બાળકે ચલાવી રહેલી પિકઅપ ટ્રકે કચડી નાખ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં અન્ય 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે સગીર ડ્રાઈવરની અટકાયત કરી અકસ્માતના વાસ્તવિક કારણોની વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Thailand Accident : થાઈલેન્ડ (Thailand)ના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત (Road Accident)માં 9 બૌદ્ધ ભિક્ષુઓ (Buddhist Monks)ના મોત થયા છે. માહિતી અનુસાર, માત્ર 11 વર્ષનો એક બાળક પિકઅપ ટ્રક (Pickup Truck) ચલાવી રહ્યો હતો અને તેણે તીર્થયાત્રા (Pilgrimage) પર નીકળેલા ભિક્ષુઓના જૂથને ટક્કર મારી દીધી હતી. આ દુર્ઘટનામાં અનેક ભિક્ષુઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

