Thailand-Cambodia Conflict : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે યુદ્ધવિરામ માટે સંમંત થવા બંને દેશોને વિનંતી કરી
- Thailand-Cambodia Conflict માં હવે યુએનની એન્ટ્રી
- સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ યુદ્ધવિરામ માટે બંને દેશોને વિનંતી કરી
- કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચેની સશસ્ત્ર અથડામણોથી હું ખૂબ ચિંતિત છું - એનટોનિયો ગુટેરેસ
Thailand-Cambodia Conflict : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ (Antonio Guterres) એ આજે રવિવારે કંબોડિયા-થાઈલેન્ડ સરહદ પર તાજેતરમાં થયેલી સશસ્ત્ર અથડામણો પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમણે બંને દેશોને તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થવા અને વાતચીત દ્વારા તેમના વિવાદોનો ઉકેલ લાવવા વિનંતી કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે X પર એક પોસ્ટમાં, યુદ્ધવિરામ (Ceasefire) અને બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ ઉકેલ માટે સહાયની વિનંતી કરી.
સશસ્ત્ર અથડામણો પર ચિંતા વ્યક્ત કરી
આજે રવિવારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે X પર એક પોસ્ટમાં Thailand-Cambodia conflict પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચેની સરહદ પર તાજેતરમાં થયેલી સશસ્ત્ર અથડામણોથી હું ખૂબ ચિંતિત છું. હું બંને પક્ષોને તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થવા અને વાતચીત દ્વારા કોઈપણ મુદ્દાનું નિરાકરણ લાવવા વિનંતી કરું છું. હું વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ તરફના પ્રયાસોમાં મદદ કરવા માટે ઉપલબ્ધ છું.
આ પણ વાંચોઃ ‘યુદ્ધ નહીં રોકો તો વ્યાપાર નહીં’: ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકી, ભારત-PAK સંઘર્ષનો કર્યો ફરીથી ઉલ્લેખ
1,50,000 થી વધુ નાગરિકો વિસ્થાપિત થયા
સીએનએનના અહેવાલ મુજબ, બેંગકોક (Bangkok) અને ફ્નોમ પેન્હ (Phnom Penh) વચ્ચે એક સદીથી વધુ સમયથી પ્રાદેશિક વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે વસાહતી યુગના ફ્રાન્સે પહેલીવાર તેમની વચ્ચે સરહદનું સીમાંકન કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવારે સંઘર્ષ શરૂ થયો ત્યારથી 12 થી વધુ લોકો માર્યા ગયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે અને 1,50,000 થી વધુ નાગરિકો વિસ્થાપિત થયા છે.
આ પણ વાંચોઃ Major Accident: અમેરિકામાં ટેકઓફ દરમિયાન વિમાનના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી, 179 લોકો સવાર હતા... Live Video