Thailand થી Barnaul જતી ફ્લાઇટમાં હવામાં ખામી સર્જાતા દહેશત, મદદે આવ્યું ચીન
- Thailand થી Barnaul જતી ફ્લાઇટમાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
- હવામાં ઇમરજન્સી સાયરન વાગતા 246 લોકોમાં દહેશત વ્યાપી
- રશિયાની ફ્લાઇટની ઇમરજન્સીમાં મદદે આવ્યું ચીન
- ચીનમાં ફ્લાઇટનું સફળ અને સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું
Thailand To Barnaul Flight Emergency Landing : શુક્રવારે, થાઇલેન્ડથી રશિયાના બાર્નૌલ જતી ફ્લાઇટમાં મુસાફરો અચાનક હવામાં ભયના સાયરન વાગતાં ચોંકી ગયા હતા. એવું કહેવામાં આવે છે કે, ટેકઓફ કર્યા પછી વિમાનમાં તકનીકી સમસ્યા આવી હતી (Thailand to Barnaul of Russia declared an emergency). જે બાદ પાઇલટે ઇમરજન્સીમાં ફ્લાઇટને લેન્ડ પ્રયાસ કર્યો હતો. ઘટના સમયે વિમાનમાં ક્રૂ સભ્યો સહિત 246 મુસાફરો હતા, એકાએક સાયરન વાગતા મુસાફરોમાં ભારે દહેશત વ્યાપી જવા પામી હતી, આ સમયે રશિયાના મિત્ર ચીન, કટોકટીમાં આવ્યું હતું.
આ પણ વાંચો ------- US Immegration: ટ્રમ્પના એજન્ટની કસ્ટડીમાં 5 વર્ષનો માસૂમ! મિનેસોટાથી આવી 'નવા અમેરિકા'ની તસવીર!
લેન્ડિંગ બાદ જ મુસાફરોને રાહત થઇ
ચાઇનીઝ મીડિયા અનુસાર, રશિયન ફ્લાઇટે ઇમરજન્સી જાહેર કરી, અને ચીનના લાન્ઝોઉમાં ફ્લાઇટનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જે બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. અહેવાલ મુજબ, વિમાને થાઇલેન્ડના ફુકેટથી રશિયાના બાર્નૌલ માટે ઉડાન ભરી હતી. જો કે, શુક્રવારે ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. અન્ય ન્યુઝ મીડિયાએ એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે, ફ્લાઇટને સ્થાનિક સમય મુજબ સાંજે 4:51 વાગ્યે ચીનના ઉત્તરપશ્ચિમ ગાંસુ પ્રાંતના લાન્ઝોઉ ઝોંગચુઆન આંતરરાષ્ટ્રીય વિમાનમથક (Lanzhou Zhongchuan International Airport) પર ડાયવર્ટ કરવામાં આવી હતી, જ્યાં તેનું સફળ અને સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
જમણા એન્જિનમાં મોટી ખામી સર્જાઇ હતી
બોઇંગ 757-200 વિમાન દ્વારા સંચાલિત ફ્લાઇટ ZF2998 એ સંકટ જણાતા ટ્રાન્સપોન્ડર કોડ 7700 સેટ કર્યો હતો, બાદમાં ક્રૂએ ડિસ્ટ્રેસ કોલની જાણ કરી, અને લાન્ઝોઉમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લાન્ઝોઉ ઝોંગચુઆન આંતરરાષ્ટ્રીય હવાઇમથક અનુસાર, વિમાનમાં કુલ 246 લોકો સવાર હતા, જેમાં 239 મુસાફરો, અને 7 ક્રૂ મેમ્બર્સ હતા, એમ ચીની સમાચાર એજન્સી અહેવાલમાં જણાવાયું છે. પ્રાથમિક માહિતી સૂચવે છે કે, વિમાનના જમણા તરફના એન્જિનમાં ખામીને કારણે ઇમરજન્સી સર્જાઈ હતી. હાલમાં મુસાફરો અને ક્રૂ માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું સુનિશ્ચિતતા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો ------ Trump hand bruise : એક ફોટો, અનેક સવાલ: ટ્રમ્પના હાથ પર ઘા કેમ?


