India-Pakistanના સંરક્ષણ પ્રધાન એક મંચ પર જોવા મળ્યા, જાણો શું થઈ વાતચીત
- ચીનના કિંગદાઓમાં SCO ની બેઠક મળી
- SCO બેઠકમાં નેતાઓએ આપી હાજરી
- દેશોના ગ્રુપ ફોટો સેશનમાં સામેલ થયા
- બંને નેતાઓની વચ્ચે કડવાશ જોવા મળી
SCO SUMMIT : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh)ચીનના કિંગદાઓમાં આયોજિત શંઘાઈ સહોયગ સંગઠન (SCO)ની બેઠકમાં ભાગ લીધો છે. આ દરમિયાન પાકિસ્તાન તરફથી સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ આ બેઠકમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. જમ્મૂ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા (Pahalgam terror attack)બાદ આ પ્રથમ વખત બન્યું કે બંને દેશના સંરક્ષણ પ્રધાન એક મંચ પર જોવા મળ્યા પણ આ દરમિયાન રાજનાથ સિંહ અને ખ્વાજા આસિફ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.
રાજનાથ સિંહે રશિયાના સંરક્ષણ પ્રધાન આંદ્રે બેલોસોવ સાથે મુલાકાત કરી
બેઠક હોલમાં ભારત-પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનોએ અલગ અલગ એન્ટ્રી લીધી અને સભ્ય દેશોના ગ્રુપ ફોટો સેશનમાં સામેલ થયા પણ રાજનાથ સિંહ અને ખ્વાજા આસિફની વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી. ત્યાં સુધી કે બંને નેતાઓએ એકબીજાને કોઈ ઔપચારિક પણ અભિવાદન પણ કર્યુ નથી. મેજબાન દેશ ચીનના રક્ષા મંત્રી ડોંગ જૂને બેઠક હોલમાં રાજનાથ સિંહનું સ્વાગત કર્યુ. જો કે રાજનાથ સિંહે રશિયાના સંરક્ષણ પ્રધાન આંદ્રે બેલોસોવ સાથે મુલાકાત કરી. ત્યારબાદ બેલારૂસના સંરક્ષણ પ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી છે, જેમાં રક્ષા અને સુરક્ષા સહયોગ વધારવા પર ચર્ચા થઈ.
આ પણ વાંચો -SCO SUMMIT : રક્ષામંત્રી રાજનાથ સિંહએ 'સંયુક્ત નિવેદન' પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો
બંને નેતાઓની વચ્ચે કડવાશ સ્પષ્ટપણે જોવા મળી
સમગ્ર હોલમાં પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ એકલા પોતાના ડેલિગેશન સાથે ઉભા રહેલા જોવા મળ્યા. ભારત પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન વચ્ચે પહેલાથી મુલાકાતનો કોઈ કાર્યક્રમ નક્કી ન હતો પણ આ સમિટ દરમિયાન બંને નેતાઓની વચ્ચે કડવાશ સ્પષ્ટપણે જોવા મળી. તેનું કારણ પહલગામ આતંકી હુમલો અને ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ કરેલી સૈન્ય કાર્યવાહી છે. ભારતે તણાવીની સ્થિતિના કારણે પાકિસ્તાન સાથે કૂટનીતિક વાતચીતને અટકાવી દીધી છે અને સિંધૂ જળ કરારને પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે.