ભારતની જેલમાં બંધ ઉમર ખાલિદને ન્યૂયોર્કના મેયરે પત્ર લખ્યો, જાણો પત્રમાં શું લખ્યું?
ન્યૂયોર્કના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાનીએ જેલમાં બંધ ભારતીય કાર્યકર્તા ઉમર ખાલિદને પત્ર લખતા આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ગરમાવો આવ્યો છે. JNUના પૂર્વ વિદ્યાર્થી ખાલિદ ૨૦૨૦ના દિલ્હી રમખાણ કેસમાં છેલ્લા પાંચ વર્ષથી જેલમાં છે. પ્રથમ મુસ્લિમ અને એશિયન-અમેરિકન મેયર તરીકે શપથ લેનારા મમદાનીએ પદ સંભાળ્યાના પ્રથમ દિવસે જ આ સંદેશ પાઠવ્યો હતો. ભારત અને અમેરિકા વચ્ચેના આ અણધાર્યા કનેક્શનની હવે સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે.
Advertisement
- Mamdani Umar Khalid Letter : દિલ્હી રમખાણના આરોપી ઉમર ખાલિદને મમદાનીએ લખ્યો પત્ર
- જેલમાં બંધ ઉમર ખાલિદને ન્યૂયોર્કના મેયર મમદાનીએ લખ્યો પત્ર
- ઉમર ખાલિદ માટે મમદાનીએ સહાનુભૂતિ વ્યક્ત કરી
અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાનીએ જેલમાં બંધ ભારતીય કાર્યકર્તા અને JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદને પત્ર લખીને આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે. દિલ્હી રમખાણોના કેસમાં છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ ખાલિદ માટે મેયર મમદાનીએ સહાનુભૂતિ વ્યક્ત કરતા લખ્યું છે કે, "અમે બધા તમારા વિશે વિચારી રહ્યા છીએ."

