Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચપટી મીઠાનો ચમત્કાર...China એ બનાવ્યું વિશ્વનું પ્રથમ થોરિયમ સોલ્ટ ન્યૂક્લિયર રીએક્ટર (Thorium Salt Nuclear Reactor)

China એ મીઠામાંથી વિશ્વનું પ્રથમ થોરિયમ સોલ્ટ ન્યૂક્લિયર રીએક્ટર બનાવ્યું છે. ચીનની આ શોધથી સમગ્ર વિશ્વની પરમાણુ ટેકનોલોજીમાં ક્રાંતિ આવી શકે છે. વાંચો વિગતવાર.
ચપટી મીઠાનો ચમત્કાર   china એ બનાવ્યું વિશ્વનું પ્રથમ થોરિયમ સોલ્ટ ન્યૂક્લિયર રીએક્ટર  thorium salt nuclear reactor
Advertisement
  • ચીને વિક્સાવ્યું Thorium Salt Nuclear Reactor
  • પરમાણુ ટેકનોલોજીમાં છે ક્રાંતિકારી શોધ
  • Uranium ના બદલે Thoriumનો કર્યો ઉપયોગ

China: આપણા ભોજનમાં મીઠાનું અનેરૂ મહત્વ રહેલું છે. ચીને મીઠાને લઈને ચમત્કાર સર્જ્યો છે. ચીને મીઠાના પાણીથી ચાલતું થોરિયમ સોલ્ટ ન્યૂક્લિયર રીએક્ટર(Thorium Salt Nuclear Reactor) બનાવ્યું છે. સમગ્ર વિશ્વમાં આ પ્રકારનું સૌથી પહેલું રીએક્ટર બનાવ્યું હોવાનો ચીન દાવો કરી રહ્યું છે. આ Thorium Salt Nuclear Reactor ગોબી રણ (Gobi Desert)માં સ્થાપવામાં આવ્યું છે. આ રીયેક્ટર 2 મેગાવોટ થર્મલ એનર્જીનું ઉત્પાદન કરે છે.

Uranium ને બદલે થોરિયમનો ઉપયોગ

સમગ્ર વિશ્વમાં યુરેનિયમથી ચાલતા ન્યૂક્લિયર રીએક્ટર પ્રચલિત છે. જો કે China એ યુરેનિયમને બદલે થોરિયમ અને મીઠાના દ્રાવણનો ઉપયોગ કરીને એક નાનકડુ ન્યૂક્લિયર રીયેક્ટર બનાવ્યું છે. થોરિયમ ખાસ રેડિયોએક્ટિવ ધાતુ છે. જે પૃથ્વીમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ ધાતુમાંથી નીકળતું કિરણોત્સર્ગ(રેડિયોએક્ટિવિટી) માનવ શરીર માટે બહુ જોખમી નથી.

Advertisement

આ પણ વાંચોઃ   Modi Meets Musk: PM મોદી અને એલોન મસ્ક વચ્ચે ટેકનોલોજી અને નવીનતા પર ચર્ચા થઈ

Advertisement

Thorium Salt Nuclear Reactor વિષયક

China એ થોરિયમ સોલ્ટ ન્યૂક્લિયર રીએક્ટર(Thorium Salt Nuclear Reactor) ગોબી રણમાં બનાવ્યું છે. જે 2 મેગાવોટ થર્મલ એનર્જી ઉત્પન્ન કરે છે. આ રીયેકટરમાં થોરિયમને મીઠા સાથે ભેળવીને એક ખાસ પ્રકારનું દ્રાવણ બનાવવામાં આવે છે. જે ફક્ત બળતણ તરીકે જ ઉપરાંત એક વિશિષ્ટ કૂલન્ટ તરીકે કાર્ય કરે છે. તેથી આ રીએકટર ઊંચા તાપમાને પણ ખૂબ જ ઠંડકથી કામ કરે છે. આ રીએકટરમાં ગરમીને લીધે વિસ્ફોટ કે પીગળવાનું કોઈ જોખમ રહેતું નથી. Thorium માંથી બનાવેલ ઈક્વિપમેન્ટ્સને ન્યૂક્લિયર વેપનમાં પણ રુપાંતરિત કરી શકાય છે. આનો સીધો અર્થ એ થાય કે ચીને માત્ર સુરક્ષિત રિએક્ટર જ બનાવ્યું નથી, પરંતુ પરોક્ષ રીતે તેની સંરક્ષણ તાકાત પણ વધારી છે.

1960ની ટેકનોલોજી અને ગજબ સંયોગ

અમેરિકાએ 1960ના દાયકામાં આ અંગે સંશોધન કર્યુ હતું. પીગળેલા મીઠાનું રિએક્ટર પણ બનાવવામાં આવ્યું હતું પણ પછી અમેરિકાએ Uranium નો વિકલ્પ પસંદ કર્યો. ચીની વૈજ્ઞાનિકોની ટીમે અમેરિકા દ્વારા છોડી દેવાયેલ સંશોધન પર ફરીથી પ્રયોગો શરૂ કર્યા. ચીને 2018માં આ રીએક્ટર બનાવવાનું શરૂ કર્યું અને થોડા જ વર્ષોમાં ટીમમાં 400થી વધુ ચીની વૈજ્ઞાનિકો જોડાયા. ગજબનો સંયોગ 57 વર્ષ પહેલાં આજના દિવસે જ ચીને પોતાના પહેલા હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યુ હતું.

આ પણ વાંચોઃ    Israel-Hamas War : હમાસ શરણાગતિના મૂડમાં! ઇઝરાયલ શું કરશે?

Tags :
Advertisement

.

×