ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ દેશના રાષ્ટ્રપતિએ Porn પર લગાવ્યો પ્રતિબંધ

Porn Ban : આજે સમગ્ર વિશ્વ Porn અથવા Pornography વિશે અલગ-અલગ મંતવ્યો ધરાવે છે. દુનિયાના ઘણા દેશ તેને ખરાબ માનતા નથી તો ઘણા એવા પણ દેશ છે કે જ્યા પોર્નોગ્રાફીને બેન (Pornography Banned) કરી દેવામાં આવી છે. તેને મોટાભાગના યુવા...
10:30 PM Jun 21, 2024 IST | Hardik Shah
Porn Ban : આજે સમગ્ર વિશ્વ Porn અથવા Pornography વિશે અલગ-અલગ મંતવ્યો ધરાવે છે. દુનિયાના ઘણા દેશ તેને ખરાબ માનતા નથી તો ઘણા એવા પણ દેશ છે કે જ્યા પોર્નોગ્રાફીને બેન (Pornography Banned) કરી દેવામાં આવી છે. તેને મોટાભાગના યુવા...
Porn Ban

Porn Ban : આજે સમગ્ર વિશ્વ Porn અથવા Pornography વિશે અલગ-અલગ મંતવ્યો ધરાવે છે. દુનિયાના ઘણા દેશ તેને ખરાબ માનતા નથી તો ઘણા એવા પણ દેશ છે કે જ્યા પોર્નોગ્રાફીને બેન (Pornography Banned) કરી દેવામાં આવી છે. તેને મોટાભાગના યુવા વર્ગ કોઇ ખતરો માનતું નથી પણ ઘણા માને છે કે, પોર્નથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. તાજેતરમાં એક દેશ જેના રાષ્ટ્રપતિએ Porn અથવા Pornography પર પ્રતિબંધ લગાવી દીધો છે. આવો જાણીએ આ દેશ વિશે...

Porn પર પ્રતિબંધ

પશ્ચિમ આફ્રિકાના દેશ બુર્કિના ફાસો (West African country of Burkina Faso) માં હાલમાં જ પોર્ન (Porn) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બુર્કિના ફાસો (Burkina Faso) માં સૈન્ય શાસન ચાલતું હોવાથી દેશની જુંટા (સેના) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોર્ન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય બુર્કિના ફાસોની સેનાના મુખ્ય નેતા ઇબ્રાહિમ ટ્રૌરે (Ibrahim Traore) દ્વારા લેવામાં આવ્યો છે, જેઓ બુર્કિના ફાસોના વચગાળાના રાષ્ટ્રપતિ (Burkina Faso's interim president) પણ છે. ઉલ્લેખનીય છે કે, 2022 માં, સેનાએ બુર્કિના ફાસો (Burkina Faso) માં બળવો કર્યો હતો અને સરકાર પાસેથી શાસન છીનવી લીધું હતું. ત્યારથી, બુર્કિના ફાસો લશ્કરી શાસન (Military Rule) હેઠળ છે. તાજેતરમાં, બુર્કિના ફાસોમાં સૈન્ય શાસનનો સમયગાળો 60 મહિના વધારીને 2029 સુધી કરવામાં આવ્યો છે. 2 જુલાઈથી અમલમાં આવશે. તે પછી પણ બુર્કિના ફાસોમાં લોકશાહી પાછી આવશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં.

જાણો બુર્કિના ફાસો વિશે

ઉલ્લેખનીય છે કે, બુર્કિના ફાસો અગાઉ Gold Coast તરીકે ઓળખાતું હતું. તેની ઉત્તરમાં માલી અને નાઇજર, પૂર્વમાં નાઇજર અને બેનિન, દક્ષિણ અને પશ્ચિમમાં ટોગો, ઘાના અને Cote D' Ivorie સ્થિત છે. તેનો વિસ્તાર 247,200 છે અને વસ્તી 13.8 મિલિયન (2006) છે. તે એક Landlocked કન્ટ્રી છે. સરેરાશ વસ્તી ગીચતા 48 વ્યક્તિઓ પ્રતિ ચોરસ કિલોમીટર છે. અહીંની સત્તાવાર ભાષા ફ્રેન્ચ છે. આ સિવાય બીજી ઘણી ભાષાઓ બોલાય છે. 1984 માં આઝાદી મેળવતા પહેલા, તે Upper Volta તરીકે ઓળખાતું હતું. તે એક કૃષિપ્રધાન દેશ છે. લગભગ 85 ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે, માત્ર 15 ટકા વસ્તી શહેરોમાં રહે છે. જુવાર, બાજરી, મકાઈ, કપાસ, રતાળુ, મગફળી અને કરાટે મુખ્ય પાક છે. ઔદ્યોગિક વિકાસ માત્ર કારીગરી પૂરતો મર્યાદિત છે. દેશની આર્થિક વ્યવસ્થા વિદેશી સહાય પર આધારિત છે. લોકોની સરેરાશ ઉંમર 46 વર્ષ છે અને વસ્તી 24 વર્ષમાં બમણી થાય છે. Ouagadougou એ દેશની રાજધાની અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તેની વસ્તી 8,21,000 છે જે વિકસિત શહેરનો દરજ્જો ધરાવે છે. આ દેશની માથાદીઠ આવક વાર્ષિક 220 ડોલર છે.

આ પણ વાંચો - પટના રેલ્વે સ્ટેશન પર ચાલેલા Porn વીડિયો પર હવે તે જ ફિલ્મની Adult સ્ટારે બોલ્ડ ફોટા સાથે કર્યું ટ્વીટ

આ પણ વાંચો - સ્પેસમાં PORN ફિલ્મ શૂટ કરવા માંગે છે Johnny Sins, એલોન મસ્ક કરશે મદદ?

Tags :
Agricultural EconomyBurkina FasoCultural CenterEconomic DependencyFrench LanguageGold CoastGujarat FirstInterim President Ibrahim TraoreJuntaLandlocked CountryMilitary RuleOuagadougouPolitical DecisionPornography BanUpper VoltaWest Africa
Next Article