Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

US Airstrike on Venezuela: વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીની હવે એમેરિકાની કેદમાં!

અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર ભીષણ એરસ્ટ્રાઇક કરી વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ખાસ સૈન્ય ઓપરેશન દ્વારા વિવાદાસ્પદ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની અટકાયત કરવામાં આવી છે. વિસ્ફોટોથી ધ્રૂજી ઉઠેલા વેનેઝુએલામાં આ ઘટનાક્રમ મોટા શાસન પરિવર્તનનો સંકેત આપે છે, જેનાથી રશિયા અને ચીન જેવા દેશો સાથે વૈશ્વિક તણાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે.
us airstrike on venezuela   વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીની હવે એમેરિકાની કેદમાં
Advertisement
  • અમેરિકાએ વેનેજુએલાની રાજધાની પર કરી એરસ્ટ્રાઇક (US Airstrike on Venezuela) 
  • રાજધાની કારાકાસમાં મોટાપાયે કરી એરસ્ટ્રાઇક
  • ટ્રમ્પે કર્યો દાવો વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની કરી અટકાયત

અમેરિકાએ વેનેજુએલાની રાજધાની પર એરસ્ટ્રાઇક કરી દેતા વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં મોટાપાયે હુમલા (Caracas airstrike) કરવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારી જાહેરાત કરતા જણાવ્યું કે   અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો (Nicolas Maduro arrest) અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને અટકાયતમાં લીધા છે.

US Airstrike on Venezuela:  વેનેઝુએલા પર  અમેરિકાની એરસ્ટ્રાઇક

વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં થયેલા શંકાસ્પદ હવાઈ હુમલા અને વિસ્ફોટો બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે, જે છેલ્લા કેટલાક કલાકોથી આંતરરાષ્ટ્રીય મીડિયામાં હેડલાઇન્સ બની રહ્યો છે.લેટિન અમેરિકા ઇતિહાસમાં સૌથી મોટી લશ્કરી અને રાજકીય ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. એક સત્તાવાર નિવેદનમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે યુએસ સુરક્ષા દળોએ એક ખાસ ઓપરેશનમાં વિવાદાસ્પદ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડી લીધા છે.

Advertisement

Advertisement

વેનેઝુએલાના રાષ્ટ્રપતિની કરી અટકાયત

શનિવારે શરૂઆતમાં, કારાકાસમાં ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા હતા, અને સરકારી ઇમારતો ઉપર કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. એવું માનવામાં આવે છે કે યુએસ હવાઈ હુમલાઓએ માદુરોના સુરક્ષા ઘેરાને નષ્ટ કરી દીધો હતો, ત્યારબાદ ખાસ દળોએ તેમને કસ્ટડીમાં લીધા હતા. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે માદુરોને વેનેઝુએલાની અંદર સુરક્ષિત સ્થાને રાખવામાં આવી રહ્યા છે કે તેમને યુનાઇટેડ સ્ટેટ્સમાં લઈ જવામાં આવી રહ્યા છે.આ સમાચારે વૈશ્વિક રાજકારણમાં ભૂ-રાજકીય ખળભળાટ મચાવ્યો છે. માદુરો સરકારના નજીકના સાથી રશિયા અને ચીન, તીવ્ર પ્રતિક્રિયા આપે તેવી અપેક્ષા છે. વેનેઝુએલાના લાંબા સમયથી ચાલી રહેલા આર્થિક સંકટ અને રાજકીય મડાગાંઠ વચ્ચે, આ પગલું સીધા સંભવિત શાસન પરિવર્તનનો સંકેત આપે છે.

આ પણ વાંચો: વેનેઝુએલાને ટ્રમ્પે આખરે શા માટે બનાવ્યું નિશાન? અમેરિકાની માદુરોના ક્યા ખજાના પર છે નજર?

Tags :
Advertisement

.

×