Kim Jong : પુતિન સાથે મુલાકાત બાદ કિંમ જોંગના સ્ટાફના વર્તનથી દુનિયા દંગ!
Kim Jong Un DNA protection : બેઈજિંગની ચમકતી શેરીઓમાં બુધવારે એક એવો નજારો જોવા મળ્યો, જેણે આંતરરાષ્ટ્રીય રાજકારણને કોઈ ક્રાઈમ-થ્રિલર ફિલ્મનું દ્રશ્ય બનાવી દીધું. ઘટના હતી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના સુપ્રીમો કિમ જોંગની મુલાકાતનો. બંને નેતા ચીનની રાજધાનીમાં આયોજિત ભવ્ય વિક્ટ્રી ડે પરેડમાં સામેલ થવા પહોંચ્યા હતા. પણ આ મુલાકાત બાદ એ નજારો સામે આવ્યો, જેણે દુનિયા આખીને ચોંકાવી દીધી.
ગ્લાસ ટ્રેમાં ઉપાડીને લઈ ગયો
હકીકતમાં જોઈએ તો, જેવું પુતિન અને કિમ જોંગની ઔપચારિક વાતચીત ખતમ થઈ, કિમના બે ખાસ સહાયક રૂમમાં ઘૂસ્યા, જાણે કોઈ ક્રાઈમના સ્થળ પર ફોરેન્સિક ટીમ પહોંચી હોય. તેમના હાથમાં મોજા અને સેનેટાઈઝર હતા. એક સહયોગીએ કિમના બેસવાની ખુરશીને બેકરેસ્ટને ચમકાવવામાં ઘસી ઘસીને સાફ કરી, તો વળી બીજો માણસ કિમે વાપરેલો ગ્લાસ ટ્રેમાં ઉપાડીને લઈ ગયો. ખુરશીના હાથ, ટેબલની સપાટી, ત્યાં સુધી અપહોલ્સ્ટ્રી પણ ઘસી ઘસીને સાફ કરી. ટાર્ગેટ હતો કિમની એક પણ નિશાની અહીં છૂટવી જોઈએ નહીં.
શું ડીએનએ સાફ કર્યું?
રશિયન પત્રકાર એલેક્ઝેંડર યૂનાશેવ, જેણે આ ઘટનાને જોઈ, તેણે તેના વિશે સોશિયલ મીડિયા પર લખ્યું. યૂનાશેવે લખ્યું કે, પુતિન સાથે મુલાકાત બાદ જ્યારે કિમ જોંગ ઉન ઉઠ્યા તો ઉત્તર કોરિયાના સ્ટાફે તરત કિમના રૂમમાં આવી ગયા. તેમણે કિમની હાજરીના તમામ પૂરાવા મિટાવી દીધા. તેમણે ગ્લાસ ઉઠાવ્યો, ખુરશી સાફ કરી અને દરેક જગ્યાએ પોતા મારી દીધા. જ્યાં જ્યાં કિમે હાથ લગાવ્યો હતો, તે બધા પૂરાવા નાશ કરી દીધા.
આ પણ વાંચો -Russia attacks : રશિયાએ ફરી યુક્રેન પર 500 ડ્રોન અને મિસાઇલ ઝીંકી!
આખરે શું છે તેની પાછળનું કારણ?
એક્સપર્ટ માને છે કે કિમ જોંગ ઉનની ટીમને ડર હતો કે ક્યાંક રશિયાની સુરક્ષા એજન્સી અથવા ચીની ગુપ્ત તંત્ર તેમના નેતાના ડીએનએ, પરસેવો અને શરીર સાથે જોડાયેલા અન્ય બાયોલોજિકલ સેમ્પલ લઈ ન લે. આ નમૂના કોઈ દેશના નેતાનું સ્વાસ્થ્ય, બીમારી અને નબળાઈના રહસ્યો ખોલી શકે છે. જે રણનીતિક રીતે ખૂબ જ સંવેદનશીલ જાણકારી હોય છે.
આ પણ વાંચો -Trump Trade Guru : ટ્રમ્પના ઘમંડને લીધે સંબંધ બગાડ્યાં...' અમેરિકાના દિગ્ગજોએ જ ટેરિફ ગેમની પોલ ખોલી
કિમ જ નહીં, પુતિન પણ ડીએનએ પ્રોટેક્ટિવ
જો આપને લાગે છે કે આ જુનૂન ખાલી કિમ જોંગ ઉનનું છે, તો જરાં થોભો. પુતિન ખુદ પણ આ મામલે કંઈ કમ નથી. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે પણ પુતિન વિદેશ યાત્રા પર જાય છે, તેમની ટીમ તેમના યૂરીન અને મળ ત્યાગને એકઠા કરી સુરક્ષિત બેગ્સમાં બંધ કરે છે અને ખાસ સૂટકેસમાં પાછા રશિયા લઈ જાય છે. તેનો ઉદ્દેશ્ય છે કે કોઈ પણ વિદેશી એજન્સીને તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી જાણકારી હાથ ન આવે. 2017માં જ આ પ્રોટોકોલને અપનાવવામાં આવી રહ્યો છે. ત્યાં સુધી કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત દરમ્યાન પણ પુતિનની ટીમે આ પ્રક્રિયા અપનાવી હતી. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે બંને નેતાએ કઈ હદ સુધી પોતાની જૈવિક ઓળખને હથિયાર તરીકે જોઈ રહ્યા છે.