ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જિનપિંગ માટે બની રહ્યું છે વિશ્વનું સૌથી મોટું પરમાણુ બંકર, અમેરિકાને પેઠી ચિંતા

ચીન ઝડપથી પોતાના પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે. સાથે જ તેઓ પરમાણુ યુદ્ધના સમયે પોતાના બચાવની સંપુર્ણ તૈયારી પણ કરી રહ્યા છે.
06:18 PM Feb 01, 2025 IST | KRUTARTH JOSHI
ચીન ઝડપથી પોતાના પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે. સાથે જ તેઓ પરમાણુ યુદ્ધના સમયે પોતાના બચાવની સંપુર્ણ તૈયારી પણ કરી રહ્યા છે.
China army center

બીજિંગ :  ચીન ઝડપથી પોતાના પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે. સાથે જ તેઓ પરમાણુ યુદ્ધના સમયે પોતાના બચાવની સંપુર્ણ તૈયારી પણ કરી રહ્યા છે. કેટલાક સેટેલાઇ તસ્વીરો સામે આવી છે જેના પરથી ખબર પડી રહી છે કે, ચીન વિશ્વનો સૌથી મોટો મિલિટ્રી કમાન્ડ સેન્ટર બનાવી રહ્યું છે. જે પરમાણુ યુદ્ધના સમયે શી જિનપિંગ સહિત ચીનના ટોચના સૈન્ય અધિકારીઓની રક્ષા કરશે.

ચીન બીજિંગ નજીક સૌથી મોટું કમાન્ડ સેન્ટર બનાવી રહ્યું છે

ચીન પોતાની રાજધાની બીજિંગ પાસે વિશ્વની સૌથી મોટું સૈન્ય કમાન્ડર સેન્ટર બનાવી રહ્યા છે જે પરમાણુ યુદ્ધની સ્થિતિમાં દેશના નેતાઓની સુરક્ષા કરશે. આ કમાન્ડ સેન્ટર રાજધાની બીજિંગથી આશરે 32 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે. 1500 એકરમાં બની રહેલું આ કમાન્ડ સેન્ટર અમેરિકા રક્ષા મંત્રાલયના હેડક્વાર્ટર પેંટાગન કરતા 10 ગણું મોટું છે.

આ પણ વાંચો : LIVE: Union Budget 2025 Live : સામાન્ય નાગરિક માટેનું બજેટ : PM મોદી

સૈન્ય કમાન્ડ સેન્ટરમાં મજબુત બંકર

વિશેષજ્ઞોનું અનુમાન છે કે, આ સૈન્ય કમાન્ડ સેન્ટરમાં મજબુત સૈન્ય બંકર બનાવવામાં આવી શકે છે, જે પરમાણુ યુદ્ધ છેડવાની સ્થિતિમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત ટોપના સૈન્ય અધિકારીઓને સુરક્ષા પ્રદાન કરશે.

નિર્માણ સ્થળની સેટેલાઇટ તસ્વીરો

બ્રિટિશ અખબાર ફાઇનાન્શિયલ ટાઇમ્સને નિર્માણ સ્થળની સેટેલાઇટ તસ્વીરો પ્રાપ્ત થઇ છે. તેમાં જોઇ શકાય છે કે નિર્માણ સ્થળ પર ક્રેન દિવસ રાત કામ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, મિલિટ્રી બેઝને બીજિંગ મિલેટ્રી સિટીનું કહેવામાં આવી શકે છે. ચીનમાં ચાલી રહેલા સંપત્તિ સંકટ છતા બેઝનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે, આ મિલિટ્રી બેઝ પશ્ચિમ પહાડીઓમાં આવેલા સુરક્ષીત કમાન્ડ સેન્ટરનું સ્થાન લઇ શકે છે. ચીનના હાલના સુરક્ષિત કમાન્ડ સેંટરને શીત યુદ્ધ દરમિયાન બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :Surat: ભટાર વિસ્તારમાં ધર્મ પરિવર્તનના ખેલમાં યુવકે ગુમાવ્યો જીવ! હિંદુ મહાસભાના પ્રમુખનો આરોપ

અમેરિકી બંકર બસ્ટર બોમ્બ અને પરમાણુ ખતરાથી બચાવશે મિલિટ્રી બેઝ

ચીનનું નિર્માણાધીન મિલિટ્રી બેઝ તેને અમેરિકી બંકર બસ્ટર બોમ્બ અને એટલે સુધી કે પરમાણુ ખતરાથી બચાવવા માટે ઉન્નત ક્ષમતા પ્રાપ્ત કરાવશે. મિલિટ્રી બેઝમાં ઉંડી ભુમિગત્ત સુરંગો, મજબુત દિવાલો બનાવાઇ રહી છે જે દર્શાવે છે કે, તેને તે દિવસ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે જે દિવસે ચીન કોઇ દિવસે પરમાણુ યુદ્ધમાં ઉતરશે.

ચીની પીપલ્સ લિબરેશન આર્મી

ચીનની પીપલ્સ લિબરેશન આર્મી 2027 માં પોતાની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાની તૈયારી કરી રહી છે. આ નવું મિલિટ્રી બેઝ દેશના સૈન્ય વિસ્તાર માટે એક મોટુ પગલું હશે. ચીન આ મિલિટ્રી બેઝ એવા સમયે બનાવી રહ્યું છે જ્યારે ચીનની વધી રહેલી સંરક્ષણ ક્ષમતા અંગે અમેરિકા પણ ચિંતિત છે. નિષ્ણાંતોના અનુસાર 2035 સુધીમાં ચીનની સંરક્ષણ ક્ષમતા અમેરિકા બરોબર થઇ જશે.

આ પણ વાંચો :કેન્દ્રીય બજેટ 2025-26 ગુજરાત માટે કેટલું ફાયદાકારક? વાંચો અહેવાલ

Tags :
Chinachina military command centerchina nuclear bomschina nuclear bunkerDonald TrumpGujarat Firstwhere wil xi jinping go during nuclear warwhere will donald trump go during nuclear warworld-largest-military-base at chinaworlds biggest military command centerXi Jinping
Next Article