Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

US ના રાષ્ટ્રપતિ જો બાઇડનની પૌત્રી નાઓમીની સુરક્ષામાં થઈ મોટી ચૂક, કરવો પડ્યો ગોળીબાર

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની પૌત્રી નાઓમીની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, ત્રણ અજાણ્યા લોકો સુરક્ષા કોર્ડન તોડીને નાઓમીની કાર પાસે પહોંચ્યા અને કારના કાચ તોડવાનો પ્રયાસ કરાયો હતો. આ પછી, નાઓમીની સુરક્ષા માટે તૈનાત સિક્રેટ સર્વિસ...
us ના રાષ્ટ્રપતિ જો બાઇડનની પૌત્રી નાઓમીની સુરક્ષામાં થઈ મોટી ચૂક  કરવો પડ્યો ગોળીબાર
Advertisement

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની પૌત્રી નાઓમીની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, ત્રણ અજાણ્યા લોકો સુરક્ષા કોર્ડન તોડીને નાઓમીની કાર પાસે પહોંચ્યા અને કારના કાચ તોડવાનો પ્રયાસ કરાયો હતો. આ પછી, નાઓમીની સુરક્ષા માટે તૈનાત સિક્રેટ સર્વિસ એજન્ટોએ કારમાં પ્રવેશતા લોકો પર ગોળીબાર કરવાની ફરજ પડી હતી.

Advertisement

અહેવાલો અનુસાર, આ ઘટના રવિવારે મોડી રાત્રે જ્યોર્જટાઉન વિસ્તારમાં બની હતી. જ્યાં, નાઓમી બિડેન સુરક્ષામાં તૈનાત સિક્રેટ સર્વિસ એજન્ટો સાથે હતા. તે જ સમયે પાર્કિંગમાં પાર્ક કરેલી નાઓમીની એસયુવીમાં ત્રણ અજાણ્યા લોકો પહોંચ્યા અને કારનો કાચ તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કરવા લાગ્યા. આ જોઈને ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ અજાણ્યા લોકો પર ગોળીબાર કર્યો.

Advertisement

ત્રણેય હુમલાખોરો ફરાર થઈ ગયા હતા

આ ઘટના અંગે માહિતી આપતાં સિક્રેટ સર્વિસ એજન્ટોએ જણાવ્યું કે એક સુરક્ષા એજન્ટે ગોળીબાર કર્યો પરંતુ કોઈને ઈજા થઈ નથી. ત્રણેય જણા તરત જ લાલ રંગની કારમાં નાસી છૂટ્યા હતા. ત્રણ અજાણ્યા લોકોની શોધખોળ ચાલુ છે.

આ પણ વાંચો - હમાસ સંસદ પર લહેરાયો ઇસરાઇલનો ધ્વજ

Tags :
Advertisement

.

×