ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક મહિલાએ શી જિનપિંગના નાક નીચેથી જ 3 લાખ સિક્રેટ ફાઇલો ગાયબ કરી, ખુલાસો થતા ચીનમાં હોબાળો

એક મહિલા ચીની જાસૂસે રાષ્ટ્રપતિ શી જિનપિંગના નાક નીચે જ 3 લાખ સિક્રેટ ફાઇલો ગાયબ કરી દીધી છે. આ ખુલાસો થતાં જ ચીનમાં હોબાળો મચી ગયો.
02:34 PM Apr 16, 2025 IST | MIHIR PARMAR
એક મહિલા ચીની જાસૂસે રાષ્ટ્રપતિ શી જિનપિંગના નાક નીચે જ 3 લાખ સિક્રેટ ફાઇલો ગાયબ કરી દીધી છે. આ ખુલાસો થતાં જ ચીનમાં હોબાળો મચી ગયો.

Secret files missing: ચીનની એક મહિલા અધિકારીએ બેઇજિંગ સ્થિત મંત્રાલયમાંથી 3 લાખ સિક્રેટ ફાઇલો ચોરીને વિદેશ મોકલી દીધી છે. આ ફાઇલો સ્કેન કરવામાં આવી હતી અને વી-ચેટ દ્વારા મોકલવામાં આવી હતી. ફાઇલો તાઇવાન મોકલવામાં આવી હોય તેવી શક્યતા છે. ચીનમાં જાસૂસી માટે મૃત્યુદંડની જોગવાઈ છે અને મહિલા સામે ટ્રાયલ ચાલી રહી છે.

3 લાખ સિક્રેટ ફાઇલો ગાયબ

એક મહિલા ચીની જાસૂસે રાષ્ટ્રપતિ શી જિનપિંગના નાક નીચે જ 3 લાખ સિક્રેટ ફાઇલો ગાયબ કરી દીધી છે. આ ખુલાસો થતાં જ ચીનમાં હોબાળો મચી ગયો. સેનાના અધિકારીઓએ મહિલાની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓને ડર છે કે આ ફાઇલો તાઇવાન મોકલવામાં આવી હશે. મહિલાનું તાઇવાન કનેક્શન પ્રકાશમાં આવ્યું છે.

મહિલા પાસેથી એક ડિવાઈસ મળી આવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાંગ અટક ધરાવતી આ મહિલા બેઇજિંગ સ્થિત એક મંત્રાલયમાં કામ કરતી હતી. કામ કરતી વખતે તેની પાસેથી એક ડિવાઈસ મળી આવ્યું હતુ, ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, અધિકારીઓને જ્યારે 3 લાખ ગુપ્ત ફાઇલો ગાયબ થવાની માહિતી મળી ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા.

ચીની અધિકારીઓનું કહેવું છે કે મહિલાએ પહેલા તે અધિકારીઓનો સંપર્ક કર્યો જેમને ચીનની ગુપ્ત માહિતીની જોઈતી હતી. આ પછી, મહિલા અધિકારીએ તે દસ્તાવેજો કબજે લીધા, જે બહાર મોકલી શકાતા ન હતા. અધિકારીએ પહેલા આ દસ્તાવેજો સ્કેન કર્યા અને પછી તેને વી-ચેટ દ્વારા મોકલવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો :  અમેરિકા-ચીન વચ્ચે Tariff War! ચીની માલ પર 245 ટકા ટેરિફની જાહેરાત

અધિકારીઓ સતર્ક થયા

રિપોર્ટ અનુસાર, મહિલા અધિકારીએ અત્યાર સુધીમાં 3 લાખ દસ્તાવેજો સ્કેન કરીને વિદેશ મોકલી દીધા છે. ચીન સરકાર આના બદલામાં અધિકારીને કેટલા પૈસા મળ્યા તેની માહિતી એકત્રિત કરી રહી છે. ચીની અધિકારીઓનું કહેવું છે કે મહિલા અધિકારીએ પોતાની ખુરશી પર એક ડિવાઈસ લગાવ્યું હતું, જેના દ્વારા ગુપ્ત બેઠકનું શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું. બુધવારે આ ડિવાઈસ પડી ગયું હતું, જેના પછી ત્યાં હાજર અધિકારીઓ સતર્ક થઈ ગયા.

આ માહિતી પોલીસને આપવામાં આવી હતી. પોલીસે ખાસ વિભાગને બોલાવ્યો અને સમગ્ર મામલો તેમને સોંપ્યો. જ્યારે સ્પેશિયલ ડિપાર્ટમેન્ટે તેની તપાસ શરૂ કરી, ત્યારે તેમને જાસૂસી વિશે માહિતી મળી. ચીનમાં જાસૂસીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

ચીનમાં જાસૂસીને ગંભીર ગુનો ગણવામાં આવે છે. જો જાસૂસીનો આરોપ સાબિત થાય, તો વ્યક્તિને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે. મહિલા વિરુદ્ધ પણ જાસૂસીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ચીનમાં તેની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો :  BAPS Hindu Mandir : શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે UAE ના મંત્રી BAPS હિન્દુ મંદિરના વડાને મળ્યા

Tags :
Beijing LeakChina Spy ScandalChina Under WatchEspionage In ChinaGujarat FirstMihir ParmarNational Security BreachSecret Files LeakSpy Trial ChinaTaiwan TensionsWe Chat EspionageXi Jinping Alert
Next Article