TIME - 100 List: વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં PM Modi ને મળ્યું નહીં સ્થાન!
. વર્ષ 2026ની TIME-100 યાદીમાં વડાપ્રધાન મોદીની બાદબાકી; ટ્રમ્પ, શી જિનપિંગ, નેતન્યાહૂ જેવા વૈશ્વિક નેતાઓનો સમાવેશ
. મનોરંજન ક્ષેત્રમાં રણબીર કપૂર અને ટેક ક્ષેત્રમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ વિશ્વના પ્રભાવશાળી લોકોમાં સ્થાન મેળવ્યું
. દ.એશિયામાંથી નેપાળના પીએમ બાલેન શાહ અને બાંગ્લાદેશના પીએમ તારિક રહમાનનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે
TIME - 100 List : વિશ્વના પ્રતિષ્ઠિત અમેરિકી મેગેઝીન ટાઈમ (TIME) એ વર્ષ 2026 માટે બહુપ્રતિક્ષિત TIME-100 લિસ્ટ જાહેર કર્યું છે. યાદીમાં આ વર્ષે દુનિયા પર પોતાની છાપ છોડનારા 100 સૌથી પ્રભાવશાળી લોકોના નામ સામેલ કરાયા છે. આમા વર્લ્ડ લીડર (Worl Leaders) થી લઈને ઈન્ડસ્ટ્રિયલિસ્ટ, ટેક દિગ્ગજ, કલાકાર, એથ્લીટ અને અધિકાર કાર્યકર્તા સુધીના મહાનુભાવો સામેલ કરાયા છે.
2026ની યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump), શી જિનપિંગ (Xi Jinping), બેંજામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) અને પોપ લિયો XIV (Pope Leo XIV) સહીત ઘણી જાણીતી હસ્તીઓ સામેલ છે. આ યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) ને સામેલ કરવામાં આવ્યા નથી.
યાદીમાં એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ, બેંજામિન નેતન્યાહૂ અને શી જિનપિંગ જેવા વર્લ્ડ લીડર સામેલ છે, તો નેપાળના વડાપ્રધાન બાલેન શાહ (Balen Shah) , બાંગ્લાદેશના પીએમ તારિક રહમાન (Tariq Rahman) અને ન્યૂયોર્કના મેયર જોહરાન મામદાની (Zohran Mamdani) જેવી હસ્તીઓને આમા સ્થાન આપવામાં આવ્યું છે.
આમા માર્ક રુબિયો, કેનેડાના પીએમ માર્ક કાર્ની (Mark Carney) અને મક્સિકો (Mexico) ના ક્લાઉડિયા શિનબૉમ (Claudia Sheinbaum) જેવા મુખ્ય નેતાઓ પણ સામેલ છે.
આ પણ વાંચો : China Iran Plan:ઈરાનને ચુપચાપ ખતરનાક શસ્ત્ર મોકલશે ચીન!
ત્રણ ભારતીયોને યાદીમાં સ્થાન
ભારત સાથે જોડાયેલી ત્રણ હસ્તીઓને આ પ્રતિષ્ઠિત વાર્ષિક યાદીમાં સ્થાન મળ્યુ છે. Google ના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence) માટે ભારતીય-અમેરિકી સુંદર પિચાઈ (Sundar Pichai) ને આમા સ્થાન અપાયું છે.
અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) એ મનોરંજન (entertainment) ક્ષેત્રમાં યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ યાદીમાં વધુ એક નામ શેફ વિકાસ ખન્નાનું છે, જે વૈશ્વિક મંચ પર ભારતીય ખાન-પાનને ઓળખ અપાવી રહ્યા છે. વિકાસ ખન્ના (Vikas Khanna,) ભારતીય-અમેરિકી છે.
આ પણ વાંચો : Trump નો ખુદને ઈશુ ખ્રિસ્ત દેખાડવાનો અભરખો! Pope Leo XIV નિશાને કેમ?
TIME - 100 List માં વર્લ્ડ લીડર્સ
. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump: President of the United States)
.ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (Xi Jinping: President of China)
. ઈઝરાયલી વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu: Prime Minister of Israel)
. કેથોલિક ચર્ચના પ્રમુખ પોપ લિયો (XIV (Pope Leo XIV: Head of the Catholic Church)
. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney: Prime Minister of Canada)
. મેક્સિકોના પ્રેસિડેન્ટ ક્લાઉડિયા શિનબૉમ (Claudia Sheinbaum: President of Mexico)
. જાપાનના વડાંપ્રધાન સાને તાકાઈચી (Sanae Takaichi: Prime Minister of Japan)
. નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ (Balendra Shah: Prime Minister of Nepal)
. બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાન (Tarique Rahman: Prime Minister of Bangladesh)
. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો (Marco Rubio: U.S. Secretary of State)
. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂજૉમ (Gavin Newsom: Governor of California)
. ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાની (Zohran Mamdani: Mayor of New York)
. વ્હાઈટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ સૂસી વાઈલ્સ (Susie Wiles: White House Chief of Staff)
. નામીબિયન નેતા નેટૂમ્બો નંદી-એન્ડૈત્વા (Netumbo Nandi-Ndaitwah: Namibian Leader)
. IAEA ના મહાનિદેશક રાફેલ મારિયાનો ગ્રૉસી (Rafael Mariano Grossi: Director General of the IAEA)
. યૂરોપિયન પંચના વાઈસ પ્રેસિડેન્ટ હેન્ના વિર્કુનેન (Henna Virkkunen: Vice President of the European Commission
. મિનિયાપોલિસના મેયર જેકબ ફ્રે (Jacob Frey: Mayor of Minneapolis)
. અમેરિકાના જોઈન્ટ ચીફ ઓફ જનરલ ડેન કેન (Dan Cain: U.S. Joint Chief of General)
. અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ (Steve Witkoff: U.S. Special Envoy)
. અમેરિકાના સેનેટર માર્ક કેલી (Mark Kelly: U.S. Senator)
આ પણ વાંચો : ભારત, ચીન, રશિયાને Iran ની હાકલ, અમેરિકાને રોકવા વાપરો તમારો પ્રભાવ
TACH દિગ્ગજ અને AI લીડર્સ
. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ (Sundar Pichai: CEO of Google)
. યૂટ્યૂબના સીઈઓ નીલ મોહન (Neal Mohan: CEO of YouTube)
. સ્પેસએક્સ સીઓઓગ્લેન શૉટવેલ (Gwynne Shotwell: COO of SpaceX)
. એન્થ્રોપિકના ડારિયા એમોડેઈ અને ડેનિએલા એમોડેઈ (Dario Amodei and Daniela Amodei: Anthropic)
. Dell ના માઈકલ ડેલ અને સુસાન ડેર (Michael Dell and Susan Dell: Dell)
. કન્ટેન્ટ ક્રિએટર મિસ્ટર બીસ્ટ (MrBeast: Content Creator)
. TSMC સીઈઓ સીસી વેઈ (C.C. Wei: CEO of TSMC)
. સર્કલ સીઈઓ જેરેમી અલાયર (Jeremy Allaire: CEO of Circle)
. ઓપન એઆઈના સીએફઓ સારા ફ્રાયર (Sarah Friar: CFO of OpenAI)
. વૉરમાર્ટ અમેરિકાના સીઈઓ જૉન ફર્નર (John Furner: CEO of Walmart U.S.)
. ડિઝ્ની પાર્ક ચેરમેન જોશ ડી અમારો (Josh D'Amaro: Disney Parks Chairman)
. સ્કાઈડાંસ મીડિયાના ડેવિડ એલિસન (David Ellison: Skydance Media)
. ઉદ્યોગપતિ એલિકો ડેનગોટ (Aliko Dangote: Industrialist)
. ટેક નિવેશક લિપ-બૂ ચાન (Lip-Bu Tan: Tech Investor)
. IEA ના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર- ફાતિહ બિરોલ (Fatih Birol: Executive Director of the IEA)
Zoe Saldaña is the highest-grossing actor in the history of film. The movie star is on this year’s TIME100 https://t.co/BLmK9n5XQy pic.twitter.com/ylLQedDCZe
— TIME (@TIME) April 15, 2026
આ પણ વાંચો : Hormuz Blockade: US નેવીએ 10000 સૈનિકો સાથે ઈરાનના પોર્ટ્સની કરી નાકાબંધી
કલાકાર
. રણબીર કપૂર- એક્ટર (Ranbir Kapoor: Actor)
. જોએ સાલડાના- એક્ટ્રેસ (Zoe Saldaña: Actress)
. બેનિસિયો ડેલ ટોરો - એક્ટર (Benicio del Toro: Actor)
. ઈથન હૉક - એક્ટર (Ethan Hawke: Actor)
. કેટ હડસન - એક્ટ્રેસ (Kate Hudson: Actress)
. ડકોટા જોનસન- એક્ટ્રેસ (Dakota Johnson: Actress)
. ક્લેયર ડેન્સ - એક્ટ્રેસ (Claire Danes: Actress)
. કેક પાલમર - એક્ટ્રેસ (Keke Palmer: Actress)
. સ્ટર્લિંગ કે બ્રાઉન- એક્ટર (Sterling K. Brown: Actor)
. નોઆ વાઈલ- એક્ટર (Noah Wyle: Actor)
. જોનાથન ગ્રોફ- એક્ટર (Jonathan Groff: Actor)
. વેગનર મૌરા- એક્ટર (Wagner Moura: Actor)
. રિયા સીહૉર્ન - એક્ટ્રેસ (Rhea Seehorn: Actress)
. જફર પનાહી- ડાયરેક્ટર (Jafar Panahi: Director)
. નિક્કી ગ્લાસર - કૉમેડિયન (Nikki Glaser: Comedian)
. ટાયરી જૉનસ- નવલકથાકાર (Tayari Jones: Novelist)
. યીયુન લી - લેખિકા (Yiyun Li: Author)
. ફ્રીડા મેકફેડેન - લેખિકા (Freida McFadden: Author)
આ પણ વાંચો : હવે US - China વચ્ચે ખેંચાશે તલવાર!: નાકાબંધીને કારણે ચીની જહાજ હોર્મુઝ પાછું ફર્યું


