Time Traveller Claims : 2045માંથી પાછા ફરેલા ટાઈમ ટ્રાવેલરે એવું શું કહ્યું કે, તમને લાગી શકે છે ઝટકો?
Time Traveller Claims : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક દાવાએ દુનિયાભરમાં ચર્ચા જગાવી છે. એડમ આર્ચન નામના વ્યક્તિએ પોતાને વર્ષ 2045માંથી આવેલો ટાઈમ ટ્રાવેલર ગણાવી દાવો કર્યો છે કે 2028માં માનવજાતનો એલિયન્સ સાથે પ્રથમ સત્તાવાર સંપર્ક થશે અને 2045 સુધી દરેક વ્યક્તિના મગજમાં માઇક્રોચિપ હશે. જોકે આ તમામ દાવાઓને સમર્થન આપતો કોઈ વૈજ્ઞાનિક પુરાવો ઉપલબ્ધ નથી.
Advertisement
Time Traveller Claims : સોશિયલ મીડિયા (Social Media) પર એક એવો દાવો વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોમાં ભારે ચર્ચા જગાવી છે. એડમ આર્ચન (Adam Archon) નામના એક વ્યક્તિએ પોતાને વર્ષ 2045માંથી પરત ફરેલો ટાઈમ ટ્રાવેલર (Time Traveler) ગણાવ્યો છે. તેના દાવા મુજબ આગામી 19 વર્ષમાં દુનિયામાં એવા મોટા ફેરફારો થશે, જેની આજે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જોકે તેના દાવાઓને લઈને કોઈ વૈજ્ઞાનિક પુરાવો (Scientific Evidence) ઉપલબ્ધ નથી, છતાં આ વાતો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

